અરે બાપરે / ઇમર્જન્સી લેન્ડિંગ દરમિયાન કાર્ગો પ્લેનના રનવે પર આંખના પલકારે થઇ ગયા બે ટુકડા, દુર્ઘટના જોઈને ફફડી ઉઠશો : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ વર્લ્ડ

મધ્ય અમેરિકામાં આવેલા કોસ્ટારિકા દેશમાં ગુરુવારે ઈમર્જન્સી લેન્ડિંગ દરમિયાન એક કાર્ગો પ્લેન તૂટી પડ્યું હતું. એને પગલે વિમાનના બે ટુકડા થઈ ગયા હતા. જોકે દુર્ઘટનામાં કોઈને પણ ઈજા થવાના સમાચાર નથી. નીચેના ફોટામાં જુઓ વિડિઓમાં બે ટુકડામાં તૂટેલું પ્લેન…

દક્ષિણ અમેરિકાના દેશ કોસ્ટા રિકામાંથી આ ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને કોઈપણ વ્યક્તિની આત્મા કંપી ઉઠશે. કોસ્ટા રિકાની રાજધાની સેન જોસના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્લેન દુર્ઘટના ઘટી હતી જેમાં આખા જ પ્લેનના બે ટુકડા થઇ ગયા. આ જોઈને એરપોર્ટ ઓફિસર સહિત ત્યાં હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.

એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે પ્લેન રનવે પર લપસી ગયું અને બે ભાગમાં વહેંચાઈ ગયું. આ પછી ઘણા લોકોએ આ સમગ્ર ઘટનાને કેમેરામાં કેદ કરી અને પછી તેને સોશિયલ મીડિયા પર શેર કરી. સદનસીબે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ હાલ નથી. જે પ્લેન ક્રેશ થયું તે DHL કંપનીનું કાર્ગો પ્લેન હતું, જે ગુરુવારે અહીં પહોંચ્યું હતું.

આ અકસ્માત બાદ એરપોર્ટ બંધ કરવું પડ્યું હતું. જોકે, આ અકસ્માતમાં કોઈ ક્રૂ મેમ્બરને પણ ઈજા થઈ હોવાના અહેવાલ નથી. આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એરક્રાફ્ટ રનવે પર નીચે આવે છે અને ધીમે ધીમે તેની સ્પીડ ઓછી કરી રહ્યું છે. પરંતુ આ દરમિયાન પ્લેનની પાછળથી ધુમાડો નીકળતો જોવા મળે છે. થોડી જ ક્ષણોમાં પ્લેન રનવે પર જ બે ટુકડા થઈ જાય છે. આ પછી એક વાહન મદદ માટે વિમાનની નજીક પહોંચે છે.

ફાયર વિભાગે જણાવ્યું હતું કે બોઇંગ-757 એ રાજધાનીની પશ્ચિમે આવેલા જુઆન સાંતામારિયા એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી, પરંતુ હાઇડ્રોલિક સિસ્ટમમાં નિષ્ફળતાની જાણ થતાં તેણે પરત ફરવાનું નક્કી કર્યું હતું. કોસ્ટા રિકા ફાયર ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર હેક્ટર ચાવેઝે જણાવ્યું હતું કે એરપોર્ટ પર ઉતરતી વખતે પ્લેન લપસી ગયું અને બે ભાગમાં વિભાજિત થઈ ગયું.

ચાવેઝે જણાવ્યું હતું કે પાઇલટ અને કો-પાયલટને બચાવવા માટે એકમો તાત્કાલિક રવાના કરવામાં આવ્યા હતા. તેઓએ પ્લેનના ઓઇલ સ્પીલને રોકવા માટે ફોમનો ઉપયોગ કર્યો છે અને હવે ઇંધણને ડ્રેનેજ સિસ્ટમ સુધી પહોંચતું અટકાવવા માટે પણ કામ કરવામાં આવ્યુ.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/04/08/71_1649404652/mp4/v360.mp4)


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.