ડાયરામાં રૂપિયાની રેલમ છેલ / રાજકોટમાં લોકડાયરામાં રૂપિયાની ચાદર પથરાઈ, અલ્પા પટેલ પર થયો 500ની નોટોનો વરસાદ, દેવાયત ખવાડ અને રાજભા ગઢવીએ પણ રમઝટ બોલાવી : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ ગુજરાત

સૌરાષ્ટ્રની ધરા એટલે સંત, સૂરા અને શૂરવીરની ધરતી છે. સૌરાષ્ટ્રની ધરતી દાતારીની ધરતી પણ કહેવામાં આવે છે. ગૌસેવાની જ્યારે જ્યારે અલખ જાગી છે ત્યારે સૌરાષ્ટ્ર ગૌસેવાના દાનમાં સૌપ્રથમ હોય છે એવું આપણે ઘણીવાર સાંભળીએ છીએ. ગત રાત્રિના રાજકોટના શાપર નજીક વાળધરીમાં ચાલતી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં રાતે આઠ વાગ્યે લોકડાયરાનું આયોજન આવ્યું હતું,

જેમાં ભાગવત સપ્તાહમાં દેવાયત ખવડ, રાજભા ગઢવીએ લોકગીતોની રમઝટ લોકગીતોની રમઝટ બોલવતાં લોકોએ 500 રૂપિયાની નોટોનો વરસાદ કર્યો હતો. થોડી જ વારમાં લાખો રૂપિયા એકત્ર થયા હતા. ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલાં રામનવમીના દિવસે પણ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં અલ્પા પટેલ અને સાથી કલાકારો દ્વારા સુંદર લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકડાયરાની અંદર લોકો મન મૂકીને વરસ્યા હતા.

અલ્પા પટેલ પોતાના સ્વરે એવા તે સૂર રેલાવ્યા કે તેમના પર લોકોએ 500ની નોટોનો વરસાદ કર્યો હતો. 500 રૂપિયાની નોટો ઊડતાં જ થોડીવારમાં લાખો રૂપિયા ગૌદાન માટે એકત્રિત થઈ ગયા હતા. આ ડાયરામાં અલ્પા પટેલની સાથે તેમના પતિ ઉદયભાઇ ગજેરા અને મહેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં અલ્પા પટેલ અને સાથી કલાકારો દ્વારા સુંદર અને ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકડાયરાની અંદર લોકોએ મન મુકીને પૈસાનો વરસાદ કર્યો હતો. અલ્પા પટેલે પોતાના સુરીલા અવાજમાં એવા સુર રેલાવ્યા કે લોકોએ તેમના પર 500ની નોટોનો વરસાદ કર્યો હતો. 500 રૂપિયાની નોટો ઉડતાં જ ગાયોના દાન માટે લાખો રૂપિયા એકઠા થયા હતા. અલ્પા પટેલની સાથે તેમના પતિ ઉદયભાઈ ગજેરા અને મહેન્દ્રભાઈ પટેલ પણ ડાયરામાં ઉપસ્થિત રહ્યા હતા.

સૌરાષ્ટ્રમાં લોકડાયરો અને સંતવાણીનું અનેરુ મહત્ત્વ છે. હાલ ભાગવત સપ્તાહનું ઠેર ઠેર આયોજન ચાલી રહ્યું છે ત્યારે રાતે લોકડાયરા અને સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. એમાં લોકો કલાકારો પર વરસી રૂપિયાનો વરસાદ કરે છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/04/12/01_1649743094/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.