યુવકના ખોવાઈ ગયા એક લાખ રૂપિયા, ચિંતામાં માં મોગલ ને કરી યાદ અને પહોંચી ગયો કબરાવ ધામ, ત્યાં થયું કંઈક એવું કે જાણીને તમે પણ ચોંકી ઉઠશો

ધર્મ

માતા મોગલ ના પરચા અપરંપાર છે. તેમને યાદ કરનાર ભક્તોનું જીવન ધન્ય થઈ જાય છે. માતા મોગલ ની જે પણ વ્યક્તિ સાચા દિલથી માનતા રાખે છે તે અચૂક પૂરી થાય છે. કારણકે માતા મોગલ પોતાના ભક્તોને દુઃખી જોઈ શકતા નથી. તેથી ભક્ત જે પણ માનતા રાખે તે માતાજી પૂરી કરી દેતા હોય છે.

ભક્તોને જ્યારે માતાજીના ચમત્કારનો પરચો મળે છે ત્યારે તેઓ ગમે એટલા દૂર હોય ત્યાંથી કબરાઉ ધામ આવી જાય છે અને માતાના દર્શન કરે છે. આવો જ એક પરચો એક યુવકને તાજેતરમાં મળ્યો.

આ યુવકના એક લાખ રૂપિયા ખોવાઈ ગયા હતા. તેવામાં ચિંતામાં આવી ગયો તે વ્યક્તિ અને માતા મોગલ તેને યાદ આવી ગયા. તે વ્યક્તિ તુરંત જ માતા મોગલના દર્શન કરવા માટે કચ્છ આવવા નીકળી ગયો. જોકે તે માતાના દર્શને આવી રહ્યો હતો તે દરમિયાન જ તેને જાણ થઈ કે તેના જે રૂપિયા અટવાયા હતા તે તેને પરત મળી ગયા છે.

તે કચ્છ પહોંચ્યો અને તેને નક્કી કર્યું કે તે એક લાખ રૂપિયા માતાજીને ચડાવી દેશે. તે મણીધર બાપુને મળ્યો અને મણીધર બાપુને સમગ્ર વાત જણાવી. તેણે કહ્યું કે તેણે માતા મોગલ ની માનતા રાખી હતી અને દર્શન કરવા આવી રહ્યો હતો. તેના લાખો રૂપિયા અટવાઈ ગયા હતા તેના કારણે આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી.

તે યુવકના પૈસા તો બાપુએ ન સ્વીકાર્યા પરંતુ મણીધર બાપુએ તેને એક રૂપિયાની એક નોટ આપી અને કહ્યું કે આ નોટ તે હંમેશા તેની પાસે જ રાખે. ફરીથી કબરાઉ ધામ બે મહિના પછી દર્શન કરવા આવ્યો. ત્યારે તેણે કહ્યું કે તેના પર આવેલું આર્થિક સંકટ દૂર થઈ ગયું છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *