રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ LIVE / રશિયાએ યુદ્ધની કરી જાહેરાત, યૂક્રેનની રાજધાની કીવમાં અનેક ઠેકાણે મિસાઈલથી ધડાકા કર્યા, જુઓ PM મોદીએ કરી આ અપીલ : જુઓ યુદ્ધના વિડિઓ

ટોપ ન્યૂઝ વર્લ્ડ

પુતિને નાટો-અમેરિકાને પણ આપી ધમકી, કહ્યું- વચ્ચે આવનારાઓને પણ પરિણામ ભોગવવાં પડશે

રશિયાના રાષ્ટ્રપતિએ યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી છે. યુદ્ધની જાહેરાત કરતાંની સાથે જ રશિયાએ યુક્રેનની રાજધાની કિવ સહિત 11 શહેર પર એકસાથે હુમલો કર્યો છે. યુક્રેનની રાજધાની કિવમાં જોરદાર વિસ્ફોટના અવાજો સંભળાઈ રહ્યા છે. લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યા છે. સામે યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે દરેક હુમલાના જવાબ આપવામાં આવશે. રશિયાને રોકવા માટે આજે EU અને UNમાં મહત્ત્વની બેઠક મળી છે.

યુક્રેન પર મિસાઈલ હુમલો
યુક્રેનનાં ચાર શહેરમાં મિસાઈલ હુમલા થયા છે. યુક્રેનની રાજધાની કિવ પર ક્રૂઝ અને બેલિસ્ટિક મિસાઇલોથી હુમલા કરવામાં આવ્યા છે. કિવ, ખાર્કિવ સહિત ચાર શહેર પર મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે.

પુતિનની વિશ્વના દેશોને ધમકી
બીજી તરફ, રશિયાના રાષ્ટ્રપતિ પુતિને નાટોને પણ ધમકી આપી છે કે જો યુક્રેનને સહયોગ આપશો તો પરિણામ પણ ભોગવવાં પડશે. આ નિવેદન બાદ તરત જ યુક્રેનમાં વિદ્રોહીઓના કબજાવાળા વિસ્તારમાં મોટા વિસ્ફોટ થયાના અહેવાલો છે. અહેવાલો અનુસાર, ક્રમાતોસ્કમાં વિસ્ફોટ થયાના અહેવાલો છે. રશિયન સેના ક્રિમિયા થઈને યુક્રેનમાં ઘૂસી રહી છે. પુતિને આ જાહેરાત UNSCની બેઠક વચ્ચે જ કરી હતી. રશિયા-યુક્રેન તણાવ પર જ આ બેઠક ચાલી રહી છે, હવે રશિયા પર કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.

રશિયાએ કહ્યું કબજાનો કોઈ ઈરાદો નથી
પ્રતિબંધ છતાં રશિયાએ આજે યુદ્ધની જાહેરાત કરી દીધી છે. ન્યૂઝ એજન્સી AFP મુજબ રાષ્ટ્રપતિ પુતિને ઔપચારિક રીતે યુદ્ધની જાહેરાત કરી છે. આવામાં સમગ્ર દુનિયા આઘાતમાં સરી પડી છે. સંયુક્ત રાષ્ટ્રએ પુતિનને યુદ્ધ રોકવા જણાવ્યું છે. જ્યારે પુતિનનું કહેવું છે કે રશિયાનો કબજાનો કોઈ ઈરાદો નથી.

યૂક્રેનની સેના કરે સરન્ડર
રશિયાએ પોતાના સંબોધનમાં યૂક્રેનના સૈનિકોને પણ સંબોધિત કર્યા. જેમાં કહેવામાં આવ્યું કે તમારા પૂર્વજો નાઝીઓ સાથે લડ્યા હતા. કીવ (યૂક્રેનની રાજધાની) ના નાઝીઓના ઓર્ડર ન માનો. તમારા હથિયારો હેઠા મૂકો અને ઘરે જાઓ. આ બાજુ નાટોએ પુતિનને કહ્યું છે કે આ( સૈન્ય કાર્યવાહી)નું જે પણ પરિણામ આવે, અમે તૈયાર છીએ. અમે અમારી તરફથી તમામ નિર્ણયો લીધા છે.

પોતાની સ્પીચમાં પુતિને કહ્યું કે આ વિવાદ અમારા માટે જીવન મરણનો સવાલ છે. તેમણે (યૂક્રેન) લાલ રેખા પાર કરી. તેઓ બોલ્યા કે યૂક્રેન નિયો-નાઝીઓનું સમર્થન કરી રહ્યા છે. આથી અમે સ્પેશિયલ મિલેટ્રી ઓપરેશન શરૂ કર્યું છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/02/24/62-russia-ukrainepunita1_1645677959/mp4/v360.mp4 )

અમેરિકાએ જણાવ્યું વિનાશકારી
રશિયાના યૂક્રેન પર હુમલાની જાહેરાત બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે દુનિયાની પ્રાર્થનાઓ યૂક્રેનના લોકો સાથે છે, જે રશિયન સૈનિક દળો દ્વારા અયોગ્ય હુમલાનો ભોગ બન્યા છે. રાષ્ટ્રપતિ પુતિને એક યૂર્વ નિયોજિત યુદ્ધ પસંદ કર્યું છે જે એક વિનાશકારી સાબિત થશે.

 

અમે યુદ્ધને તાત્કાલિક રોકવા માટે અપીલ કરીએ છીએઃ ભારત
રશિયા-યુક્રેન વિવાદ પર સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી.એસ. તિરુમૂર્તિએ કહ્યું કે અમે યુદ્ધને તાત્કાલિક સ્થગિત કરવાની અપીલ કરીએ છીએ, પરિસ્થિતિ મોટા સંકટમાં ફેરવાઈ જવાની અણી પર છે. જો તેને કાળજીપૂર્વક સંભાળવામાં ન આવે તો તે સુરક્ષાને નબળી બનાવી શકે છે. તમામ પક્ષકારોની સુરક્ષાને ધ્યાનમાં રાખવી જોઈએ.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *