દુનિયાના સૌથી જાણીતા ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસે રશિયા તથા યુક્રેન વચ્ચેના યુદ્ધની ભવિષ્યવાણી બહુ પહેલેથી જ કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે યુક્રેન તથા રશિયાના યુદ્ધમાં અનેક લોકોના મોત થયા છે. રશિયાએ પોતાના 4300 સૈનિકો મર્યા હોવાની પુષ્ટિ કરી છે. યુક્રેને રશિયા પર નરસંહારનો આક્ષેપ મૂક્યો છે. હવે ડર એ છે કે યુક્રેન તથા રશિયાનું યુદ્ધ યુરોપના અન્ય દેશમાં ના થાય. જો આમ થાય છે તો ત્રીજા વિશ્વયુદ્ધનું સંકટ ઊભું થઈ શકે છે.
ફ્રાંસને યુદ્ધની આગ દઝાડશે? ફ્રાંસના ભવિષ્યવક્તા નાસ્ત્રેદમે વર્ષ 1555માં ભવિષ્યવાણીમાં આ યુદ્ધ અંગે ઈશારો કર્યો હતો. પોતાના પુસ્તક Les Prophetiesમાં કહ્યું હતું કે 2022માં યુરોપમાં યુદ્ધ થશે. 942 ભવિષ્યવાણીમાંથી એકે સંભાવના વ્યક્ત કરી હતી કે ફ્રાંસના પૂર્વ હિસ્સામાં જોખમ રહેશે.
આ ભવિષ્યવાણીનો અર્થ એમ થાય કે રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ ફ્રાંસ સુધી પહોંચી શકે છે. ફ્રાંસ સહિત યુરોપના અનેક દેશો આ યુદ્ધની ઝપેટમાં આવી શકે છે.
ત્રીજા વિશ્વયુદ્ધની આશંકાઃ નાસ્ત્રેદમસના એક્સપર્ટ બોબી શૈલરે કહ્યું હતું કે આગામી થોડાં વર્ષમાં ત્રીજું વિશ્વયુદ્ધ થઈ શકે છે. 2025થી 2029 વચ્ચે એક મોટું યુદ્ધ થશે અને પછી નાની-નાની લડાઈઓ થશે.
પછી શાંતિ સ્થપાશેઃ શૈલરે કહ્યું હતું કે ત્યારબાદ શનિનો સમય આવશે અને હજારો સુધી ચાલશે. આ શાંતિનો સમય રહેશે. ધરતી પર એક એસ્ટરોઇડ પડી શકે છે. 2022માં પૂર, દુષ્કાળથી અનેક દેશ બરબાદ થશે. દુનિયામાં ભૂખમરો વધી જશે.
ઉલ્લેખનીય છે કે નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી પર વિશ્વાસ રાખનારા લોકોએ કહ્યું હતું કે લંડનમાં લાગેલી ભીષણ આગ તથા હિટલરના ઉદયની ભવિષ્યવાણી નાસ્ત્રેદમસે જ કરી હતી. ફ્રાંસ ક્રાંતિ તથા પરમાણુ બોમ્બની પણ સચોટ ભવિષ્યવાણી કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!