BREAKING NEWS / ગમે ત્યારે યુદ્ધ શરૂ કરી દેશે રશિયા, જુઓ વ્હાઇટ હાઉસની આ ચેતવણીથી આખા વિશ્વમાં મચ્યો હડકંપ

ટોપ ન્યૂઝ વર્લ્ડ

કોરોના મહામારીના ખતરા વચ્ચે અમેરિકાએ દુનિયામાં ચિંતા વધારતી જાણકારી આપી છે, વ્હાઇટ હાઉસનું કહેવું છે કે રશિયા ગમે ત્યારે યુક્રેન પર હુમલો કરી દેશે.

વ્હાઇટ હાઉસ દ્વારા આધિકારિક નિવેદન આપવામાં આવ્યું કે યુક્રેન અને રશિયા વચ્ચે વિવાદ ખૂબ જ તણાવપૂર્ણ સ્થિતિમાં છે અને રશિયા ગમે ત્યારે તેના પર હુમલો કરી દેશે.

અમેરિકાના છૂટી ગયા પરસેવા
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડનના ટોપ ડિપ્લોમેટ દ્વારા આપવામાં આવેલ નિવેદન અનુસાર મોસ્કો યુક્રેન પર હુમલો કરવા માટે તૈયારી કરી રહ્યું છે અને અમેરિકા સહિતના દેશો આ મુદ્દે ચિંતિત છે.

રશિયાએ ખાલી કરાવી એમ્બેસી
નોંધનીય છે કે રશિયા અને નાટો દેશો વચ્ચે છેલ્લા ઘણા સમયથી સતત તણાવ વધી રહ્યો છે. એવામાં એક બાદ એક નવા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં થોડા સમય પહેલા જ રશિયાએ યુક્રેનમાં રાજધાની કીવમાંથી પોતાની એમ્બેસી ખાલી કરાવી છે. રશિયા જંગમાં પોતાના લોકોને ખતરમાં નાંખવા માંગતુ નથી.

બ્રિટન અને કેનેડાએ મદદ મોકલી
બીજી તરફ કેનેડાએ રશિયા સામે યુક્રેનની મદદ માટે પોતાના સૈનિકો મોકલી દીધા છે અને બ્રિટને ઘણી બધી મિસાઈલો યુક્રેનને આપી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

અમેરિકાએ રશિયા પર લગાવ્યા આરોપ
નોંધનીય છે કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપતિ બાયડન વચ્ચે આ મુદ્દે લાંબા સમયથી વાતચીત ચાલી રહી છે જોકે અમેરિકા કહી રહ્યું છે કે ચાલુ વાતચીતમાં પણ રશિયાએ યુદ્ધની તૈયારી શરૂ કરી દીધી છે.

યુક્રેન કહી રહ્યું છે કે રશિયાની સેના બેલારૂસથી યુક્રેન પર હુમલો કરી શકે છે તેથી અમારી મદદ કરવામાં આવે. બ્રિટન પોતાના ટેન્ક સહિતના સામાન યુક્રેનને આપી રહ્યું છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.