જહાંગીરપુરી હિંસા કેસ / કોર્ટમાં લઇ જતી વખતે આરોપીએ બેશરમીની હદ પાર કરી, જુઓ પસ્તાવાને બદલે જે કૃત્ય કર્યું એ જોઈને તમારું લોહી ઉકળશે : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ ઇન્ડિયા

દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હનુમાન જન્મોત્સવની શોભાયાત્રા દરમિયાન થયેલી હિંસામાં અત્યાર સુધી 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં બે સગીરો પણ સામેલ છે. તો બીજીતરફ પોલીસે આરોપી પાસેથી 3 પિસ્તોલ અને 5 તલવાર જપ્ત કરી છે. અહીં જોઓ આ ઘટનાની તમામ અપડેટસ્.

દિલ્હી પોલીસ સીસીટીવી ફૂટેજ ચેક કરી રહી છે અને તેના આધાર પર અન્ય આરોપીઓની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ સાથે જ પોલીસ હિંસાની જગ્યા પરથી પુરાવા એકત્ર કરી રહી છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે કહ્યું કે, 15 તારીખના અંસાર અને અસલમને જાણકારી મળી હતી કે એક યાત્રા નિકળવાની છે. ત્યારબાદ આ લોકોએ ષડયંત્ર રચ્યું હતું.

જહાંગીરપુરી હિંસા મામલે રોહિણી કોર્ટે બે મુખ્ય આરોપી અંસાર અને અસલમને એક દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે. વકીલ વિકાસ વર્માએ જણાવ્યું હતું કે, અન્ય 12 ને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. દિલ્હી પોલીસે કોર્ટમાં કહ્યું કે, 15 એપ્રિલના અઅંસાર અને અસલમની જાણકારી મળી હતી કે એક યાત્રા નિકળવાની છે અને આ લોકોએ ષડયંત્ર રચ્યું હતું.

દિલ્હી પોલીસે જહાંગીરપુરી હિંસા મામલે અત્યાર સુધીમાં કુલ 20 લોકોની ધરપકડ કરી છે. પોલીસે 2 સગીરને પણ કસ્ટડીમાં લીધા છે. અત્યાર સુધીમાં આરોપીઓ પાસેથી 3 પિસ્તોલ અને 5 તલવાર પણ જપ્ત કરવામાં આવી છે.

જહાંગીરપુરી હિંસા કેસ ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચના સ્પેશિયલ કમિશનર રવિન્દર યાદવ સ્થળનું નિરિક્ષણ કરવા પહોંચ્યા. આ કેસમાં ડિસ્ટ્રિક્ટ પોલીસ ક્રાઇમ બ્રાન્ચને તપાસમાં સહયોગ આપશે.

દિલ્હીના જહાંગીરપુરી હિંસાના આરોપી અંસારને કોર્ટમાં જ્યારે કોર્ટમાં રજૂ કરવા માટે લઈ જવાઈ રહ્યો હતો ત્યારે તેણે બેશરમીની સાર હદ પાર કરતું કામ કર્યું હતું. જે સમયે આરોપી અંસારને રોહિણી કોર્ટમાં રજૂ કરવા માટે લઈ જવાઈ રહ્યો હતો ત્યારે કોર્ટ પરિસરમાં પ્રવેશદ્વાર પર મીડિયાને જોઈને અંસારે ફિલ્મી અંદાજમાં પુષ્પાવાળું એક્શન કર્યું. એટલું જ નહીં પરંતુ આરોપી સતત હસતો જોવા મળ્યો હતો જાણે તેને તેના પાપનો કોઈ પસ્તાવો ન હોય. તેના ચહેરા પરથી સ્પસ્ટ જોઈ શકાતું હતું કે તેને કંઈ પડી નથી અને તેને પોલીસ કાર્યવાહીનો પણ કોઈ ડર નથી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.