ભાજપની ભવ્ય જીત / વાપી નગર પાલિકાની ચૂંટણીમાં ફરી ભગવો લહેરાયો, કોંગ્રેસ, AAPના સૂપડાં સાફ, જાણો કોને કેટલી સીટ મળી?

ગુજરાત ટોપ ન્યૂઝ

વાપી પાલિકાની ચૂંટણીમાં AAPના સૂપડાં સાફ થયા છે. વાપી પાલિકાની ચૂંટણીમાં તમામ બેઠકો પર ભાજપની જીત થઈ ગઈ છે. 40 બેઠકોની ગણતરીમાં તમામ બેઠકો પર ભાજપે ભગવો લહેરાયો છે. વલસાડની વાપી નગરપાલિકામાં ભાજપે એક તરફી જીત મેળવતા 44માંથી 37 બેઠકો પર કબજો કર્યો છે. તો 7 બેઠકો સાથે કૉંગ્રેસે જીતીને ફરી વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો છે. જ્યારે 22 ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારનાર આપનો એકપણ ઉમેદવાર જીત મેળવી શક્યો નથી. વોર્ડ નંબર 5માંથી ચૂંટણી લડનાર શહેર ભાજપના મહામંત્રીએ હારનો સામનો કરવો પડ્યો છે.

વાપી પાલિકાની કુલ 44માંથી 1 બેઠક (સુલપડ) અગાઉ બિનહરીફ થઇ ચૂકી છે, બાકી 43 બેઠક માટે 109 ઉમેદવારોનાં ભાવિ રવિવારે મતદારોએ ઇવીએમમાં સિલ કર્યાં હતાં. 51.87 ટકા જેટલું નીરસ મતદાન નોંધાયું હતું. ત્યારબાદ આજે સવારે મતગણતરીનો પ્રારંભ થતા જ શરૂઆતથી જ ભાજપનો દબદબો જોવા મળ્યો હતો. વાપી પાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોનો ઝળહળતા વિજય બાદ સીઆર પાટીલ અને ભૂપેન્દ્ર પટેલની જોડીને વાપીની જનતાએ વધાવી લીધી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

વાપી નગર પાલિકાની મતગણતરીની શરૂઆતમાં જ વૉર્ડ નંબર 1 અને 7માં ભાજપની પેનલ આગળ રહી હતી. વાપી નગરપાલિકાની ચૂંટણીનું આજે પરિણામમાં મોટાભાગની બેઠકોનું ચિત્ર આખરે સ્પષ્ટ થઈ ગયું છે. 12 વાગ્યા સુધીમાં 11 વોર્ડની કુલ 44માંથી 37 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો અને વિજય રથ આગળ વધી રહ્યો છે. વાપી નગરપાલિકાની ચૂંટણીમાં કુલ પાંચ વોર્ડમાં ભાજપના ઉમેદવારોની જીત થઈ છે. તમને જણાવી દઈએ કે ગત ટર્મમાં 44માંથી 41 બેઠક ભાજપ પાસે હતી.

અત્રે નોંધનીય છે કે, 11 વોર્ડની કુલ 44માંથી 43 બેઠકો માટે ચૂંટણી યોજાઇ હતી. જેમાં 51.87 ટકા મતદાન થયું હતું. જ્યારે 1 બેઠક પર ભાજપ બિનહરીફ જાહેર થયું હતું. વાપી નગર પાલિકાની 43 બેઠકો માટે 109 ઉમેદવારોના ભાવીનો આજે ફેંસલો થઈ રહ્યો છે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો હતો. 129 બુથો પર થયેલા મતદાનની 22 રાઉન્ડમાં ગણતરી થઈ રહી છે. મતગણતરી કેન્દ્ર પર 200 પોલીસકર્મીઓની ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત છે.

વાપી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે, કુલ 44માંથી 37 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો જેથી કાર્યકર્તા અને પાર્ટીમાં હાલ આનંદનો માહોલ છે. વોર્ડ નંબર 1,2,3,4,7,8,9, અને 10માં ભાજપનો વિજય થતા અહિયા કાર્યકર્તાઓ ઉત્સવ મનાવી રહ્યા છે. એકદંરે બધાજ વોર્ડમાં ભાજપની પેનલ જીતી ગઈ છે.

આપને જણાવી દઈએ કે ગત ચૂંટણી પ્રમાણે જ આ ચૂંટણીના પરિણામ આવ્યા છે. વાપી નગરપાલિકામાં આ વખતે પણ કોંગ્રેસે 7 સીટો જીતી છે.ગત ચૂંટણી વખતે પણ કઈક આવુંજ પરિણામ હતું જેમા ભાજપને 41 અને કોંગ્રેસને 3 બેઠકો મળી હતી

વાપી નગરપાલિકામાં ભાજપની જીત થતા નાણામંત્રી કનુ દેસાઈએ વીટીવી સાથે ખાસ વાતચીત કરી જેમા તેમણે જણાવ્યું કે વાપી ભાજપ માટે ગઢ રહ્યો છે. સાથેજ તેમણે કહ્યું કે જે અપેક્ષા હતી તે પ્રમાણે જીત હાંસલ કરી છે અને કાર્યકર્તાઓની મહેનતને કારણે ભાજપ જીત્યુ છે. વધુમાં તેમણે કહ્યું કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો વિજય થશે. સાથેજ લોકસભામાં 26માંથી 26 બેઠકો ભાજપે જીતી જેનો ઉલ્લેખ કરતા નાણામંત્રી કનુદેસાઈએ એવું પણ કીધું કે વિઘાનસભામાં પણ 182 બેઠકો જીતવાનો તેઓ લક્ષ્યાંક રાખી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે 2022માં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેથી વાપી નગરપાલિકાની જીત વાપી ભાજપ માટે ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. કારણકે નગપાલિકાની ચૂંટણીની અસર વિધાનસભા ચૂંટણી પર પણ પડશે. જોકે આ ચૂંટણીમાં ભાજપે કુલ 37 સીટો જીતી છે. જ્યારે કોંગ્રેસે 7 સીટો જીતો છે. એટલે કે ગત ચૂંટણી કરતા આ ચૂંટણીમાં કોગ્રેસે વધારે સીટો જીતી છે.

વાપી નગરપાલિકાની ચૂંટણીની મતગણતરીમાં જાણો 44માંથી કંઈ 25 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો

વૉર્ડ નં-1, 2, 7 અને 8માં ભાજપની પેનલ વિજેતા, વૉર્ડ નં-1: સેજલબેન પટેલ, જ્યોતિબેન પાટીલ વિજેતા, વૉર્ડ નં-1: જીતુ કાલાવડિયા, જયેશ કંસારા વિજેતા, વૉર્ડ નં-2: જશોદાબેન પટેલ, તસલીમ બાબુલ વિજેતા, વૉર્ડ નં-2: મનોજ નંદાણિયા, ધર્મેશકુમાર પટેલ વિજેતા, વૉર્ડ નં-3: અર્ચનાબેન દેસાઈ, દેવલબેન દેસાઈ વિજેતા, વૉર્ડ નં-3: સુરેશ પટેલ અને પરીક્ષિત પટેલ વિજેતા, વૉર્ડ નં-7: મનીષાબેન મહેતા, મુકુંદાબેન પટેલ વિજેતા, વૉર્ડ નં-7: સતીષ પટેલ અને દિલીપ યાદવ વિજેતા, વૉર્ડ નં-8: અપેક્ષાબેન શાહ, નેહલબેન નાયક વિજેતા, વૉર્ડ નં-8: નિલેશ નાયકા, અભયકુમાર શાહ વિજેતા, વૉર્ડ નં-9: ટીનાબેન હળપતિ, કાશ્મીરાબેન શાહ વિજેતા, વૉર્ડ નં-9: મિતેશ દેસાઈ અને કુંજલ શાહનો વિજય

અત્રે નોંધનીય છે કે, ગત વાપી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ 44માંથી 41 બેઠકો પર પ્રચંડ બહુમતીથી વિજય મેળવ્યો હતો અને વાપી નગરપાલિકા પર સત્તા હાંસલ કરી હતી. આ વખતે ભાજપ 44માંથી 44 બેઠકો પર જીતી અને વાપી નગરપાલિકાનું શાસન સંભાળશે તેવો ભાજપે દાવો કર્યો છે. હવે ભાજપનો દાવો કેટલો સફળ થશે તે આજે દિવસના અંતે ખબર પડી જશે. નવી યુવા અને શિક્ષિત ટીમ વાપી નગરપાલિકા વિસ્તારનો નવા ઉત્સાહથી વિકાસ કરશે તેઓ રાજ્યના નાણાં મંત્રી કનુભાઇ દેસાઇએ આશાવાદ વ્યક્ત કર્યો હતો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.