જાહેરમાં ડબલ હત્યા / રાજકોટમાં સાગા ભાઈએ જ આ કારણોસર બહેન-બનેવીને સરજાહર છરીના ઘા ઝીંકી પતાવી દીધા, કારણ જાણીને તમે ચોંકી ઉઠશો

ટોપ ન્યૂઝ રાજકોટ

ઉપલેટામાં આજે સવારે સાડાદસ વાગ્યાની આસપાસ ડબલ મર્ડરની ઘટના બની છે. યુવક-યુવતીને સરાજાહેર અજાણ્યા શખસોએ રહેંસી નાખતાં ચકચાર મચી ગઇ છે. જોકે પોલીસ તપાસમાં પ્રેમપ્રકરણ ખૂલ્યું છે. યુવતીએ 6 મહિના પહેલાં પ્રેમલગ્ન કરતાં ભાઈએ આ બાબતનો ખાર રાખ્યો હતો. આજે સગા ભાઈએ જ બહેન-બનેવીની છરીના આડેધડ ઘા મારી પતાવી દીધાં હતાં.

પ્રાપ્ત વિગત મુજબ, ઉપલેટાની જિગરિયા મસ્જિદ અને સતીમાની ડેરી વચ્ચે ખીરસરા ગામના અનિલ મનસુખભાઈ મહિડા (ઉં.વ.32) અને અરણી ગામની હિના સોમજીભાઈ સિંગરખિયાને હિનાના ભાઈ સુનીલે છરીના આડેધડ ઘા મારી સરાજાહેર પતાવી દીધાં હતાં. ઘટનાની જાણ થતાં જ પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

અનિલ અને હિનાનો મૃતદેહ ઘટનાસ્થળે પડ્યો જોવા મળ્યો હતો. પોલીસે બંનેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી આરોપી સુનીલને પકડવા શોધખોળ હાથ ધરી છે. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 1 વર્ષ પહેલા હિના ખીરસરા ગામના રહેવાસી અનિલ સાથે પ્રેમલગ્ન કરવા પહોંચી હતી.

તે દરમિયાન યોગ્ય ઉંમર ન હોવાથી મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને પોલીસ સ્ટેશનમાં હિનાએ ઝેર ગટગટાવી લીધું હતું. હીનાની એક જ જીદ હતી કે મારે અનિલને જ પરણવું છે. પરંતુ પરિવારે ના પાડી હતી. સાથોસાથ પોલીસે જણાવ્યું છે કે, છ મહિના પહેલાં જ હિનાએ અનિલ સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.