હદ કરી હો / જામનગરમાં એક ઢાંઢાએ સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોવાની જાણ થતાં પિતા લાલઘૂમ, પોલીસ પાસે જઈ એવી ફરિયાદ કરી કે પેલાની જિંદગી હરામ કરીં નાખી

જામનગર ટોપ ન્યૂઝ

બે દિવસ પહેલા દીકરી સમાન એક વિદ્યાર્થીની સાથે તેના દાદાની ઉંમરના લંપટનો કિસ્સો ચારેબાજુ ચર્ચાનો વિષય બન્યો હતો. આ અહેવાલ વારંવાર ઝી 24 કલાક દ્વારા પ્રસારિત કરીને દીકરીઓની સુરક્ષા માટે અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ ઘટનામાં ઝી 24 કલાકના અહેવાલની જોરદાર અસર જોવા મળી રહી છે. લાખોટા તળાવ પર સગીરા સાથે શારીરિક અડપલા પ્રકરણમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અંતે ઢાંઢા વિરુદ્ધ દુષ્કર્મ તેમજ પોક્સો હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે.

જામનગરના ગોકુલનગરમાં રહેતા લંપટ આધેડ ઉંમરના આરોપી ભાયાભાઈ આંબલીયા સામે પોલીસ ફરિયાદ નોંધાતા ચારેબાજુ હડકંપ મચી ગયો છે. સગીરાએ આધેડ સાથે અગાઉ શારીરિક સંબંધ બાંધ્યો હોવાની જાણ થતાં તેના પિતાએ આધેડ વિરૂધ્ધ પોક્સોની કલમ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે. ઝી 24 કલાક દ્વારા શનિવારના રોજ સમગ્ર અહેવાલ રજૂ કરાયા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે.

શું હતી જામનગરમાં બનેલી સમગ્ર ઘટના? : 11 ડિસેમ્બરે જામનગરની એક શાળામાં ભણતી એક વિદ્યાર્થીની સાથે એક લંપટ રોમાન્સ કરતો ઝડપાયો હતો. સફેદ વાળ થઇ ચુકેલા દાદા જેવા શખસે પોતાની પૌત્રીની ઉંમરની આશરે 12 વર્ષની ઉંમરની તરૂણી સાથે રોમાન્સ કરતો ઝડપાયો હતો. હદ તો ત્યારે થઇ હતી જ્યારે તે તરૂણી સાથે પિતાની ઓળખ આપીને અંદર પ્રવેશ્યો હતો. ત્યાર બાદ બંન્ને એક ખુણામાં જતા રહેતા સ્થાનિક તંત્રને શંકા પડી હતી.

જામનગરના લાખોટા તળાવમાં પિતાની ઓળખ આપીને એક 12-15 વર્ષની તરૂણી સાથે આ વ્યક્તિ પ્રવેશ્યો હતો. બગીચામાં પ્રવેશ્યા બાદ તેની ઢાંઢો શખસ અને સગીરાની હિલચાલ શંકાસ્પદ લાગી રહી હતી. આ ઉપરાંત આ બંન્ને ખુણામાં બેસવા માટે જતા રહ્યા હતા. જેના કારણે આખરે તંત્ર દ્વારા સીસીટીવી ચેક કરવામાં આવતા બંન્ને રોમાન્સ કરી રહ્યા હતા. જેના પગલે તરૂણીની ઉંમર જોતા તે કોઇ ખોટા હાથમાં ન ફસાય તે માટે સિક્યુરિટી સ્ટાફ દ્વારા પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસ તત્કાલ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.

50 વર્ષની ઉંમરના આધેડે સમાજની શરમ નેવે મૂકી 12 થી 15 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા ચાલુ કર્યા હતા. આ વિશે સીસીટીવી ખુબ જ વાયરલ થઇ રહ્યા હતા. જો કે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, જ્યારે પોલીસ આ બંન્નેને પકડીને લઇ જઇ રહી હતી ત્યારે ન તો તે બુઢાને મોઢા પર શરમ હતી ન તો તે તરૂણીના મોઢા પર શરમ હતી. બંન્ને જાણે કોઇ બહાદુરીભર્યું કામ કરીને જતા હોય તે પ્રકારે બેશરમીથી જઇ રહ્યા હતા. પોલીસ દ્વારા હાલ શું કાર્યવાહી થાય તેની રાહ જોવાઇ રહી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.