આજનું રાશિફળ / ગુરુવારના પાવન દિવસે સાંઈબાબા આ રાશિના લોકો ઉપર થશે મહેરબાન, જુઓ પૈસા સબંધિત અનેક મુશ્કેલીઓ થશે દુર

રાશિફળ

મેષ – મેષ રાશિવાળા લોકોનો સમય અતિ ઉત્તમ નજર આવી રહ્યો છે. માતા-પિતાનાં આશીર્વાદ મળશે, જેનાથી તમારા દરેક કાર્ય સફળ થશે. ભગવાન સાંઈબાબાની કૃપાથી વેપારમાં મોટો લાભ મળવાના યોગ રહેલા છે. તમારા દ્વારા બનાવવામાં આવેલી યોજના સફળ રહેશે. સામાજિક ક્ષેત્રમાં માન-સન્માન પ્રતિષ્ઠા વધશે. પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે. ભાઈ-બહેનોની સાથે ચાલી રહેલા મતભેદ ખતમ થઈ શકે છે. વાહન સુખની પ્રાપ્તિ થશે. દાંપત્યજીવનમાં સુખ મળશે.

વૃષભ – વ્રુષભ રાશિ વાળાનો સમય સામાન્ય રહેવાનો છે. જીવનસાથીની સાથે સંબંધ સારા રહેશે. અચાનક વેપારની બાબતમાં કોઈ યાત્રા પર જવું પડી શકે છે. યાત્રા દરમ્યાન વાહન ચલાવતા સમયે સતર્ક રહેવું. નોકરીનાં ક્ષેત્રમાં તમને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવો પડશે. કોઈ પણ નિર્ણય સમજ્યા વિચાર્યા વગર લેવો જોઈએ નહીં, નહીંતર નુકસાન કારક સાબિત થઇ શકે છે. બાળકોની નકારાત્મક ગતિવિધિઓ પર નજર રાખો. કોઈને પણ પૈસા ઉધાર આપવા નહીં, નહીંતર ધન હાનિ થવાની સંભાવના રહેલી છે.

મિથુન – મિથુન રાશિવાળા લોકોએ પોતાના કામકાજ પર પૂરું ધ્યાન આપવાની આવશ્યકતા છે. વ્યવહારમાં તમે કોઈ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી શકો છો, જેનાથી ભવિષ્યમાં ફાયદો મળશે. ઘરનાં કોઈ સદસ્ય સાથે વાતચીત દરમિયાન તકરાર થઈ શકે છે, જેને લઇને તમારું મન ખુબ જ પરેશાન રહેશે. કામકાજની યોજનાઓ પર પૂરું ફોકસ કરો. પતિ-પત્નીની વચ્ચે કોઇ વાતને લઇને ગેરસમજણ ઉભી થઇ શકે છે. કોઇ પણ બાબતમાં તમારે શાંત મગજથી તેનો ઉકેલ લાવવાની કોશિશ કરવી જોઈએ. વિદ્યાર્થીઓએ અભ્યાસ પર વધારે ફોકસ કરવાની જરૂરિયાત છે.

કર્ક – કર્ક રાશિવાળા લોકોને ઉન્નતિનાં માર્ગ પ્રાપ્ત થશે. ભગવાન સાંઈબાબાની કૃપાથી ભૌતિક સુખ સંસાધનોમાં વૃદ્ધિ થશે. ખુશમિજાજ વ્યક્તિત્વ હોવાને લીધે અન્ય લોકો તમારી સાથે સંબંધ જાળવી રાખવાની ઇચ્છા રાખશે. તમે પોતાની મધુર વાણીથી લોકોનું દિલ જીતી શકશો. તમે પોતાની સખત મહેનતથી યોગ્ય પરિણામ પ્રાપ્ત કરશો. વેપારમાં ખુબ જ સારો નફો મળી શકે છે. લાભદાયક સોદા પ્રાપ્ત થઇ શકે છે. વિદ્યાર્થીઓને કોઈ પ્રતિયોગી પરીક્ષામાં સારા પરિણામ પ્રાપ્ત થશે.

સિંહ – સિંહ રાશિવાળા લોકોનો સમય સામાન્ય નજર આવી રહ્યો છે. તમારી અંદર પરોપકાર તથા દાન-પુણ્ય ની ભાવના જાગૃત થઈ શકે છે. માતા-પિતાની સાથે કોઈ મંદિર જવાની યોજના બનાવી શકો છો. નોકરી કરતા લોકો થોડું સંભાળીને રહેવું. કારણ કે કાર્યાલયમાં અમુક લોકો તમારા કામકાજ ઉપર નજર રાખી રહ્યા છે. તમે પોતાના ભવિષ્યને લઈને ખુબ જ વિચાર કરશો. તમે પોતાની ઉપર નકારાત્મક વિચારોને હાવી થવા દેવા નહીં. ભાઈ-બહેનોની સાથે સંબંધ સારા રહેશે તથા જેની સહાયતાથી તમે પોતાનો કોઈ જરૂરી કાર્ય પૂર્ણ કરી શકો છો.

કન્યા – કન્યા રાશિના લોકોનો સમય સામાન્ય રૂપથી પસાર થશે. સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. તમારે પોતાની આવક અનુસાર ખર્ચ પર કંટ્રોલ રાખવાનો રહેશે. અચાનક દૂર સંચારનાં માધ્યમથી કોઈ દુઃખદ સમાચાર મળી શકે છે, જેનાથી તમારું મન પરેશાન રહેશે. સાસરીયા પક્ષ તરફથી જો તમે પૈસા ઉધાર લીધેલા છે તો તમે તેને ચુકવણું કરી શકો છો. સાસરીયા પક્ષનાં કોઈ વ્યક્તિ સાથે વાદ વિવાદ થવાની સંભાવના નજર આવી રહી છે. તમારે પોતાની વાણી પર નિયંત્રણ રાખવાની જરૂરિયાત છે.

તુલા – તુલા રાશિ વાળા લોકોનો સમય સામાન્ય નજર આવી રહ્યો છે. વિદ્યાર્થીઓને પ્રતિયોગી પરીક્ષામાં માટે સખત મહેનત કરવાની જરૂરત છે. શિક્ષાના માર્ગમાં ઘણી બધી અડચણ ઊભી થઈ શકે છે. ઘરેલુ વાતાવરણ સામાન્ય રહેશે. પરિવારના બધા લોકોની સાથે યોગ્ય તાલમેળ જાળવીને ચાલો. આ રાશિના લોકોએ કોઈ પણ મોટું રોકાણ કરવાથી બચવું જોઇએ, નહીંતર નુકસાન થવાની સંભાવના નજર આવી રહી છે. વેપારમાં તમારે કોઈ પણ બદલાવ કરવો જોઈએ નહીં, નહીંતર નફામાં ઘટાડો થઈ શકે છે.

વૃષિક – વૃશ્ચિક રાશિવાળા લોકો માનસિક રૂપથી ખુબ જ પરેશાન નજર આવી રહ્યા છે. વેપારમાં મહેનત કરવા છતાં પણ તમે પ્રગતિ કરી શકશો નહિ. પૈસાની લેવડદેવડ કરવી જોઈએ નહીં. સંતાનને નકારાત્મક ગતિવિધિ પર નજર રાખો, નહીતર આગળ જઈને પરેશાની ઉભી થઈ શકે છે. સમાજમાં માન-સન્માન વધશે અચાનક ખાસ લોકો સાથે મુલાકાત થઈ શકે છે. જેના માર્ગદર્શનથી તમે પોતાની કારકિર્દીના ક્ષેત્રમાં આગળ વધી શકશો. પ્રેમ સંબંધોમાં સુખદ અહેસાસ થશે. પાડોશીઓની સાથે કોઇ વાતને લઇને તકરાર થવાની સંભાવના રહેલી છે.

ધન – ધન રાશિ વાળા લોકો ઉપર સાંઈબાબા ની વિશેષ કૃપા દ્રષ્ટિ જ રહેશે. તમે પોતાની સખત મહેનતથી પોતાની ઈચ્છા પૂરી કરી શકો છો. શાસન સત્તાનો ભરપુર સહયોગ મળશે. ઘણા લાંબા સમયથી અટવાયેલા સરકારી કાર્ય પુર્ણ થઇ શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. આવકનાં નવા સ્ત્રોત પ્રાપ્ત થશે. માતા-પિતાની સાથે કોઈ દેવ દર્શનની યાત્રા પર જવાની યોજના બની શકે છે. સાસરીયા પક્ષ તરફથી ધન લાભ મળવાની અપેક્ષા રહેલી છે. નસીબ નો પુરો સહયોગ મળશે. તમે પોતાના ભવિષ્યને સુરક્ષિત બનાવવામાં સફળ રહેશો.

મકર – મકર રાશિવાળા લોકોનો સમય ખુબ જ મુશ્કેલ નજર આવી રહ્યો છે. ભાઈ બહેનોને સાથે કોઇ વાતને લઇને મતભેદ થવાની સંભાવના છે, જેને લઇને તમે ખુબ જ પરેશાન રહેશો. આવક અને ખર્ચ બરાબર રહેશે. જ્યાં જરૂર હોય ત્યાં પૈસા ખર્ચ કરવા, નહીંતર ભવિષ્યમાં આર્થિક તંગીનો સામનો કરવો પડશે. જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાનો અવસર મળશે. તમે કોઈ મિત્રની આર્થિક સહાયતા કરી શકો છો. વાહનનાં સમારકામમાં વધારે ધન ખર્ચ થશે.

કુંભ – કુંભ રાશિ વાળા લોકોની આવક વધશે. તમારા દ્વારા કરવામાં આવેલ પ્રયાસમાં તમને સફળતા મળવાના યોગ નજર આવી રહ્યા છે. સાંઈબાબાની કૃપાથી કોઈ સંપત્તિ ખરીદવાનો નું આયોજન બનાવી શકો છો. આવક સારી રહેશે. ભાગ્યનો પુરો સાથ મળશે. દરેક ક્ષેત્રમાં લાભ પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. કારકિર્દીમાં સતત આગળ વધશો. મિત્રોની પુરી સહાયતા મળશે. સાસરીયા પક્ષ તરફથી ધનલાભ થવાની સંભાવના રહેલી છે. કોર્ટ-કચેરીની બાબતમાં નિર્ણય તમારા પક્ષમાં આવશે.

મીન – મીન રાશિવાળા લોકોનો સમય સામાન્ય રહેશે. સમાજમાં માન પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. નોકરીના ક્ષેત્રમાં વધારે મહેનત કરવી પડશે, પરંતુ તમને તેનો યોગ્ય પરિણામ પ્રાપ્ત થઇ શકે છે. જો તમે ભાગીદારીમાં કોઈ નવો વેપાર શરૂ કરવા માંગો છો તો વિચાર જરૂરથી કરવો. વિવાહ યોગ્ય લોકોને વિવાહ માટે સારો સંબંધ મળી શકે છે. તમે પોતાના ભવિષ્યને લઈને નવી યોજના બનાવી શકો છો. જીવનસાથી અને બાળકોની સાથે હસી-ખુશી થી સમય પસાર થશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *