અરે રે…આ યુદ્ધ ક્યાં જઈને થમશે / રાજનીતિ કરતા પણ જબ્બર છે સંતોનું આ વિડિઓ યુદ્ધ, જુઓ સોખડા મંદિરમાં ગાદીપતિ માટે જે બબાલ જામી એ જાણીને તમે ચોંકી જશો : જુઓ વિડિઓ

ગુજરાત ટોપ ન્યૂઝ

ડોદરામાં સોખડા સ્વામિનારાયણ મંદિરના નવા ગાદીપતિના વિવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે. સોખડા સ્વામિનારાયણ મંદિરમાં સત્તા માટે હવે સંતોનું વીડિયો યુદ્ધ શરૂ થઈ ગયું છે. સોખડા મંદિરમાં ગાદીપતિના વિવાદ વચ્ચે એક પછી એક વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યા છે. આ વિવાદ વચ્ચે વધુ એક વીડિયો સામે આવ્યો છે. ( બબાલનો વિડિઓ નીચે આપેલો છે )

હરિધામ સોખડા વિવાદમાં વધુ એક વીડિયો બોમ્બ ફૂટ્યો છે. સોખડા મંદિરના સંતોનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. પ્રેમસ્વરૂપ સ્વામીને ગાદીપતિ બનાવવાની આ વીડિયોમાં ચર્ચા થઈ રહી છે. ટ્રસ્ટી અશોક પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકનો આ વીડિયો સામે આવ્યો છે. જેમાં પ્રબોધજીવન સ્વામી પર દબાણ કરવામાં આવી રહ્યું છે.

પ્રેમસ્વરૂપ સ્વામમીને મંદિરની બાગડોર સોંપવા માટે દબાણ થઈ રહ્યું છે. હરિધામ સોખડા મંદિર વિવાદમાં સોખડા મંદિરના સંતો અને અનુયાયીઓનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં પ્રેમસ્વરૂપ સ્વામીને ગાદીપતિ બનાવવાની વાત થઈ રહી છે. પ્રબોધજીવન સ્વામી પ્રેમ સ્વરૂપ સ્વામીને પગે પડી રહ્યા છે. ( વિડિઓ નીચે આપેલો છે )

આ બેઠકમાં પ્રેમ સ્વરૂપ સ્વામીને સંસ્થાની બાગડોર સોંપવાની વાત થઈ રહી છે. વાયરલ વીડિયોમાં મીડિયાના નામે પ્રબોધજીવન સ્વામી ઉપર દબાણ આપવામાં આવી રહ્યુ છે. પ્રબોધ જીવન સ્વામીને મીડિયાનો ડર બતાવી પ્રેમ સ્વરૂપ સ્વામીને મંદિરની બાગડોર સોંપવા દબાણ કરાઈ રહ્યું છે.

સોખડા સ્વામિનારાયણ મંદિરના નવા ગાદીપતિના વિવાદનો મામલો અટકતો નથી. વિવાદ વચ્ચે રોજ રોજ નવા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. અક્ષરધામ નિવાસી હરિપ્રસાદ સ્વામીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ બોલ્યા કે, તમને અધ્ધરતાલ મૂકીને નહિ જવું, બે સંતોને જવાબદારી સોંપીને જવાનો છું. ( બબાલનો વિડિઓ નીચે આપેલો છે )

હરિપ્રસાદ સ્વામીએ તેમના પછી કોણ તેની જાહેરાત કરી હતી. સૌરાષ્ટ્રની જવાબદારી ત્યાગવલ્લભ સ્વામીને અને અમદાવાદથી મુંબઈ સુધીની જવાબદારી પ્રેમસ્વરૂપ સ્વામીને સોંપી હતી. પ્રબોધ સ્વામી માટે પણ વીડિયોમાં હરિપ્રસાદ સ્વામી એવુ બોલ્યા છે. ગઈકાલે એક વીડિયો વાયરલ થયો હતો.

જે અક્ષરધામ નિવાસી હરિપ્રસાદ સ્વામીનો છે. આ જૂનો વીડિયો હાલ વાયરલ કરવામાં આવી રહ્યો છે. જેમાં તેમણે આગળ જવાબદારી કોણે સોંપવી તે વિશે જણાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, હું બે સંતોને આગળની જવાબદારી સોંપીને જવાનો છું. સૌરાષ્ટ્રની જવાબદારી ત્યાગવલ્લભ સ્વામીને અને અમદાવાદથી મુંબઈ સુધીની જવાબદારી પ્રેમસ્વરૂપ સ્વામીને સોંપવાની તેઓ વાત કરી રહ્યા છે. ( વિડિઓ નીચે આપેલો છે )

હરિપ્રસાદ સ્વામીએ પ્રબોધ સ્વામીને કહ્યું કે, તારે ધીમું પડવાની જરૂર છે. આડેધડ બોલે છે અને મારા કરતાં વધુ ફાસ્ટ બોલિંગ કરે છે. આ સાથે હરિપ્રસાદ સ્વામીએ પ્રેમ સ્વરૂપ સ્વામીને કહ્યું કે, તારે બોલતા શીખવાનું છે. સોખડા સ્વામિનારાયણ મંદિરના નવા ગાદીપતિનો વિવાદ ચાલી રહ્યો છે આ વચ્ચે એક પછી એક વીડિયો સામે આવી રહ્યા છે.

( બબાલનો વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://www.facebook.com/watch/?v=260361346220660 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.