વડોદરા હરિધામના પૂર્વ સંતનો વીડિયો વાયરલ; ‘મારી સાથે ખરાબ હરકતો થઈ છે, ઘણા સંતોને પ્રબોધ સ્વામી લિપ કિસ કરે છે’, વિડિઓ જોઈને તમારા હોશ ઉડી જશે

ગુજરાત ટોપ ન્યૂઝ

સોખડા હરિધામ મંદિર વધુ એક વખત વિવાદમાં આવ્યું છે. ગંભીર આક્ષેપ સાથેનો પત્ર અને વીડિયો પૂર્વ સંતે સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ખળભળાટ મચ્યો છે. હરિધામ મંદિરના પૂર્વ સંત કિરણ ટંડેલના પ્રબોધ સ્વામી પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. જેમાં પ્રબોધ સ્વામી ઘણા સંતો સાથે અભદ્ર વર્તન કરતા હોવાનું જાણવા મળ્યું છે.

પૂર્વ સંત કિરણ ટંડેલે જણાવ્યું હતું કે ગુણાતીતની લીલાના નામે મારી સાથે 2001માં પ્રબોધ સ્વામીએ ગંદી હરકરત કરતા હું આઘાતમાં જતો રહ્યો હતો. મને ખુબ હેરાન કરવામાં આવતા 2004માં હરિધામ છોડી દીધું હતું. મહત્વનું છે કે સોખડા હરિધામ મંદિરમાં ગાદી માટે શરૂ થયેલા પ્રબોધ સ્વામી અને પ્રેમ સ્વરૂપ સ્વામી વચ્ચેનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે.

જેમાં હતે હરિભક્તો સોશિયલ મીડિયાનો સહારો લઈ ગંભીર આક્ષેપ કરી રહ્યા છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે સોખડા હરિધામ મંદિરનો વિવાદ સમવાનું નામ લઈ રહ્યો નથી. એક પછી એક નવા પોપડા ઉખડી રહ્યા છે. ગાદી માટે શરૂ થયેલા પ્રબોધ સ્વામી અને પ્રેમ સ્વરૂપ સ્વામી વચ્ચેની જંગમાં બન્ને જૂથના હરિભકતો દ્ધારા સોશિયલ મીડિયામાં ઓડિયો, વિડિયો વાયરલ કરવામાં આવી રહ્યા છે.

ત્યારે સોખડાના પૂર્વ સંતનો કેટલાક સંતો પર ગંભીર આક્ષેપ કરાયો છે. પૂર્વ સંતનો ગંભીર આક્ષેપ કરતો વિડિયો અને પત્ર વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. પૂર્વ સંત કિરણ ટંડેલે ગંભીર આક્ષેપો સાથેનું લિખિત સોગંદનામું અને વિડિયો વાયરલ કર્યો છે. જેમાં ઘણા સંતોને પ્રબોધ સ્વામી લિપ કિસ કરતા હોવાના પૂર્વ સંતના આક્ષેપથી અરેરાટી વ્યાપી ગઈ છે.

1997 માં દીક્ષા લઇ સાધુ બની યોગી આશ્રમમાં રહેતા હોવાનો પૂર્વ સંતે દાવો કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગુણાતીતની લીલાના નામે મારી સાથે 2001 માં પ્રબોધ સ્વામીએ ગંદી હરકરત કરતા હું આઘાતમાં જતો રહ્યો હતો. મને ખુબ હેરાન કરવામાં આવતા 2004 માં હરિધામ છોડી દીધું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ સ્વામિનારાયણ મંદિરના નવા ગાદીપતિના વિવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે. સોખડા સ્વામિનારાયણ મંદિરમાં સત્તા માટે હવે સંતોનું વીડિયો યુદ્ધ શરૂ થઈ ગયું છે. સોખડા મંદિરમાં ગાદીપતિના વિવાદ વચ્ચે એક પછી એક વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યા છે. આ વિવાદ વચ્ચે વધુ એક વીડિયો સામે આવ્યો છે.

હરિધામ સોખડા વિવાદમાં વધુ એક વીડિયો બોમ્બ ફૂટ્યો છે. સોખડા મંદિરના સંતોનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. પ્રેમસ્વરૂપ સ્વામીને ગાદીપતિ બનાવવાની આ વીડિયોમાં ચર્ચા થઈ રહી હતી. ટ્રસ્ટી અશોક પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકનો આ વીડિયો સામે આવ્યો હતો. જેમાં પ્રબોધજીવન સ્વામી પર દબાણ કરવામાં આવી રહ્યું હતો. પ્રેમસ્વરૂપ સ્વામીને મંદિરની બાગડોર સોંપવા માટે દબાણ થઈ રહ્યું છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *