સજ્જુ કોઠારી તેના ઘરે જ છુપાયો હોવાની બાતમીને આધારે ક્રાઈમ બ્રાંચે શુક્રવારે બપોરે 1 વાગ્યે જ ટીમ તૈયારી કરી દીધી હતી. ACP આર. આર. સરવૈયા સહિત 3 PI, 7 PSI અને 40 પોલીસ જવાનો કુખ્યાત સજ્જુના નાનપુરાના જમરુખગલીના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. બહારથી જોયું તો ગ્રાઉન્ડ પ્લસ પાંચ માળની બિલ્ડીંગનો મુખ્ય દરવાજો બંધ હતો.
આ દરવાજા પર કાંટા રૂપી લોખંડના ખિલ્લા જોવા મળ્યા હતા. આ જોઈ પોલીસ પાછી પણ ફરી શકે તેમ હતી. પરંતુ પોલીસે સીડી મંગાવી હતી અને સૌથી પહેલા એસીપી સરવૈયા સીડી પર ચઢી લોખંડનો મુખ્ય દરવાજો ઓળંગી પહેલા માળે પહોંચ્યા હતા. ત્યાર બાદ એક પછી એક 10થી વધુ જવાનો તે જ રીતે પહેલા માળે પહોંચ્યા. અહીં પણ દરવાજાને તાળું મારેલું હતું છતાં પોલીસે દરવાજો ખખડાવ્યો અને કહ્યું કે, સજ્જુનું વોરન્ટ છે. દરવાજો ખોલો નહીં તો તોડી નાખીશું.
દરવાજો ન ખુલ્યો એટલે બારીનો કાચ પોલીસે તોડી નાખ્યો. કાચ તૂટતા જ અંદરથી દરવાજો ખુલ્યો. ત્યાર બાદ એસીપી સહિત 20થી વધુ પોલીસ જવાનોએ 5 માળની બિલ્ડિંગ 10થી વધુ વખત ફેંદી વળ્યા. કોઈ પણ ખુણે સજ્જુ કોઠારી મળ્યો નહીં. આ કવાયતમાં પોલીસે ફ્લોરિંગ પણ ચેક કર્યું હતું. પણ સજ્જુ મળ્યો નહીં છતાં બાતમી હોવાને કારણે પોલીસે ઘરની અંદર શોધખોળ ચાલુ રાખી. મુખ્ય રૂમના ફર્નિચરની તપાસ કરી તેની પાસે ટીવી હતું.
તેની બાજુમાં શોકેસ હતું, જેની સાઈડે એક લાકડાના દરવાજા જેવું હતું. તેને ધક્કો મારી જોતા તે ખુલ્યો નહીં એટલે પોલીસે તેને થપથપાવ્યો. આ દરવાજો ખખડાવતા અંદરથી બોદો અવાજ આવ્યો. જ્યારે ફર્નિચરની અંદર ખખડાવતા દિવાલ જણાઈ. આથી પોલીસને શંકા ગઈ કે, જે લાકડાનો દરવાજો હતો તેની અંદર જ સજ્જુ કોઠારી હોવો જોઈએ. બહારથી પોલીસે બુમો પાડી દરવાજો ખોલવા કહ્યું, પણ દરવાજો ખોલ્યો નહીં. અંતે પોલીસે દરવાજો તોડી નાખ્યો. અંદર જોતા જ સજ્જુ કોઠારી બેઠો હતો. અને ત્યાંથી પોલીસે ઝડપી લીધો હતો.
આમ આખુ ઓપરેશન સાંજે સાડા પાંચ વાગ્યે પૂર્ણ થયું હતું. સજ્જુ જે બિલ્ડિંગમાં હતો તેની તેની બાજુની બે બંધ બિલ્ડીંગમાં પણ પોલીસે સર્ચ હાથ ધર્યું. આ બંને બિલ્ડીંગ પણ સજ્જુની જ હતી. ત્યાં સર્ચ કરતાં તેનો સાગરિત સમીર સલીમ શેખ પણ રંગેહાથ ઝડપાઈ ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!