અરે બાપરે…આ શું? / મહાઠગ સાથે આ સૌથી બોલ્ડ હિરોઈન બેડ પર શું કરી રહી છે? ગાળામાં તસતસતું બટકું ભરી લીધું, જુઓ તસવીરો વાઇરલ થતા એક્ટ્રેસ અકળાઈ

ટોપ ન્યૂઝ બોલિવૂડ

અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ છેલ્લા એક મહિનાથી ભળતા જ કારણોસર ચર્ચામાં છે. મહાઠગ સુકેશ ચંદ્રશેખર સાથેના કથિત રોમાન્સ અને 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં તેનું નામ ફસાયું છે. આ માટે તેને તપાસ એજન્સીઓની ઓફિસનું તેડું પણ આવ્યું હતું. હવે તેની ઠગ સુકેશ ચંદ્રશેખર સાથેની ગરમાગરમ કિસની તસવીર લીક થઈ છે. અલબત્ત, અગાઉ પણ આવી તસવીર લીક થયેલી, પરંતુ આ વખતે ખાસ વાત એ છે કે લીક થયેલી તસવીરમાં જેકલીનના ગળા પર રાતીચોળ ‘લવ બાઇટ’ પણ જોઈ શકાય છે.

લીક થયેલી તસવીરમાં સુકેશ ચંદ્રશેખર જેકલીનને નાક પર કિસ કરી રહ્યો છે. જ્યારે જેકલીન પણ રોમેન્ટિક સ્મિત ફરકાવતી આ કિસ એન્જોય કરી રહેલી દેખાય છે. તે વખતે ‘હિકી’ તરીકે ઓળખાતું ગરમાગરમ રોમાન્સને કારણે નિપજતું લાલ ચાંઠું પણ જેકલીનના ગળા પર સ્પષ્ટ જોઈ શકાય છે.

કરોડોની ભેટસોગાદો અને ક્રાઇમનું કાતિલ કોકટેલ
ઉલ્લેખનીય છે કે આ તસવીર સુકેશ ચંદ્રશેખરે ન્યૂઝ એજન્સી ANIને આપેલા ઇન્ટરવ્યૂના થોડા દિવસ પછી જ લીક થઈ છે. તે ઇન્ટરવ્યૂમાં સુકેશે સ્વીકાર્યું હતું કે તે અને જેકલીન બંને એકબીજાંને ડેટ કરી રહ્યાં હતાં અને તેમના સંબંધોને અને ક્રિમિનલ કેસને કશી જ લેવાદેવા નથી.

થોડા સમય પહેલાં જ મીડિયા રિપોર્ટ્સ આવ્યા હતા કે સુકેશ ચંદ્રશેખરે જેકલીનને 52 લાખ રૂપિયાનો અલમસ્ત ઘોડો અને 9 લાખ રૂપિયાની પર્શિયન બિલાડી ગિફ્ટમાં આપી હતી. તે સિવાયની ભેટસોગાદો મળીને સુકેશે જેકલીનને 10 કરોડ રૂપિયાની ગિફ્ટ્સ આપી હતી. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનું કહેવું હતું કે સુકેશ કોલર આઇડી સ્પૂફ કરીને તિહાર જેલમાંથી જેકલીન ફર્નાન્ડીઝને ફોન કરતો હતો. આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટે જેકલીન ફર્નાન્ડીઝની પૂછપરછ કરી હતી.

સામે આવેલી તસવીરમાં સુકેશ જેકલીનને કિસ કરતો જોવા મળી રહ્યો છે . આ દરમિયાન સુકેશન હોઠ જેક્લીનના હોઠની એકદમ નજીક જોવા મળી રહ્યા છે , તો જેક્લીનના ગળા ઉપર પણ લાલ રંગનુંનિશાન જોવા મળી રહ્યું છે , આ તસવીર વાયરલ થતા જ જેકલીનના ગળામાં જોવા મળેલા નિશાનને લોકો લવ બાઈટ કહી રહ્યા છે . આ તસ્વીરમાં બંને રોમેન્ટિક ક્ષણ પસાર કરતા જોવા મળી રહ્યા છે .

તમને જણાવી દઈએ કે સુકેશે પોતાને ચેન્નાઈનો એક મોટો બિઝનેસમેન જણાવીને જેકલીન સાથેમિત્રતા કરી હતી અને ત્યારબાદ સુકેશે જેકલીનને કરોડોની મોંઘી ભેટ પણ આપી હતી . આ જ કારણ હતું કે જેકલીનને ED દ્વારા સમન્સ મોકલવામાં આવ્યું હતું અને તેને ED પૂછપરછમાં હાજરી આપતી વખતે તમામ ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન વિગતો સાથે તેની બેંક વિગતો લાવવાનું કહેવામાં આવ્યું હતું .

નવા વર્ષે જ જેકલીનની મમ્મીને હાર્ટઅટેક આવ્યો
મૂળ શ્રીલંકાની જેકલીન ફર્નાન્ડીઝનાં માતાપિતા વર્ષોથી બાહરિનમાં રહે છે. નવા વર્ષની શરૂઆતે જ સમાચાર આવ્યા કે ત્યાં જેકલીનની માતા કિમ ફર્નાન્ડીઝને હાર્ટઅટેક આવ્યો અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. તેના થોડા દિવસ અગાઉ જેકલીને એક ઇન્ટરવ્યૂમાં કહેલું કે તેનાં માતાપિતાને કોવિડના રોગચાળા વિશે દીકરીની ખૂબ ચિંતા રહે છે.

વિવાદો વચ્ચે ફિલ્મોની વણઝાર
જેકલીન અત્યારે અક્ષય કુમાર અને નુસરત ભરુચા સ્ટારર ‘રામ સેતુ’નું શૂટિંગ કરી રહી છે. તે ઉપરાંત તે અક્ષય અને ક્રિતિ સેનનની સાથે ‘બચ્ચન પાંડે’, રણવીર સિંહની ‘સર્કસ’માં પણ જોવા મળશે, જેને રોહિત શેટ્ટી ડાયરેક્ટ કરશે. એટલું જ નહીં જેકલીન ‘અટેક’માં જ્હોન અબ્રાહમની સાથે પણ જોવા મળશે.

પ્રાઈવેટ ફોટોઝ સર્ક્યુલેટ ન કરોઃ જેકલીન
જેકલીને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને કહ્યું કે. આ દેશ અને અહીંના લોકો તરફથી મને ઘણો પ્રેમ અને સન્માન મળ્યું છે. તેમાં મારા મીડિયાના મિત્રો પણ સામેલ છે. હું તમારા બધા પાસેથી કંઈક શીખી છું. અત્યારે હું કપરા અને મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છું. હું મીડિયાના મારા મિત્રોને રિક્વેસ્ટ કરી રહી છું કે આ પ્રકારના ફોટો સર્ક્યુલેટ ન કરો, જે પ્રાઈવેટ છે અને મારી પ્રાઈવસીમાં દખલ કરી રહ્યા છે. તમે તમારા લોકોની સાથે આવું નથી કરતા, તેથી હું માનું છું કે તમે મારી સાથે આવું નહીં કરો. મને આશા છે કે જલ્દી ન્યાય મળશે.

મની લોન્ડ્રિંગ કેસમાં EDના રડાર પર જેકલીન
જેકલીન ફર્નાન્ડીઝ અને સુકેશ ચંદ્રશેખરનાં કનેક્શન પહેલેથી જ તપાસ હેઠળ છે.કેમ કે એક્ટ્રેસને ઠગ સુકેશ તરફથી ઘણી મોંઘી ગિફ્ટ મળી હતી. જેકલીને ED અધિકારીઓને જણાવ્યું હતું કે સુકેશ ચંદ્રશેખરે તેને કહ્યું હતું કે તે જયલલિતાના પરિવાર સાથે જોડાયેલો છે અને સન ટીવીનો માલિક છે અને તેને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફિલ્મ કરવા માટે પણ કહ્યું હતું.જેકલીને એવો પણ ખુલાસો કર્યો હતો કે સુકેશ તેના મેકઅપ આર્ટિસ્ટ દ્વારા તેના સંપર્કમાં આવ્યો હતો. જ્યારે સુકેશ ચંદ્રશેખર આ વર્ષની શરૂઆતમાં થોડા સમય માટે જામીન પર બહાર હતો ત્યારે તેની મુલાકાત જેકલીન સાથે થઈ અને બંનેના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા. જેકલીન સિવાય નોરા ફતેહીને પણ સુકેશે મોંઘી ગિફ્ટ આપી હતી.

છેતરપિંડીનો સમગ્ર કેસ
સુકેશ પર રેનબેક્સી ફાર્માના પૂર્વ ફાઉન્ડરને જેલમાંથી બહાર કાઢવાનો ઝાંસો આપીને તેમના પરિવાર પાસેથી 200 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આક્ષેપ છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ પૈસા તે ફિલ્મી કલાકારો પર ખર્ચી રહ્યો હતો. સુકેશે જેલમાં જ ફોન પર ઘણી એક્ટ્રેસ સાથે કોન્ટેક્ટ કર્યો અને પોતે બહુ મોટો માણસ કહીને પોતાની જાળમાં ફસાવી હતી. તેને મોંઘી ગિફ્ટ આપી હતી. તેમાં મોંઘી ગાડી, જ્વેલરી, અને હવાઈ મુસાફરી ખર્ચનો સમાવેશ થાય છે. દાવો છે કે આ લાલચમાં ચાહત ખન્ના, નેહા કપૂર અને નોરા ફતેહીએ સુકેશ સાથે તિહાડ જેલમાં ઘણી વખત મુલાકાત કરી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.