સપનાના ઠુમકા સાથે ફાયરિંગ / પૂર્વ ધારાસભ્યની પાર્ટીમાં સપના ચૌધરીએ ઠુમકા લગાવ્યા, સાથે સાથે હવામાં થયું ધડાધડ ફાયરિંગ : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ ઇન્ડિયા

બિહારના રોહતાસમાં બુધવારે વરસાદ વચ્ચે હરિયાણવી ડાન્સર સપના ચૌધરી ઠૂમકા મારી રહી હતી અને સ્ટેજની નીચે દર્શકોએ મસ્તી-મજાકમાં ગોળીબાર કરવાનું શરૂ કર્યું હતું. સપના તેના સૌથી હિટ ગીત પલ-પલ યાદ તેરી તડપાવે રે… પર ડાન્સ કરી રહી હતી. ( નીચે વિડિઓ આપેલો છે )

બાહુબલી પૂર્વ ધારાસભ્ય સુનીલ પાંડેના ગામ રોહતાસમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાન્સ જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન વરસાદ શરૂ થયો, પરંતુ સ્ટેજ પર ડાન્સ અટક્યો નહીં. ડાન્સની વચ્ચે સતત ગોળીબાર થતો હતો.

જોકે વાઇરલ થયેલા વીડિયોમાં ગોળી ચલાવનારો શખસ દેખાતો નથી. માત્ર ગોળીબારીનો અવાજ આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે બિહારમાં આ પ્રમાણેના ફાયરિંગ પર પ્રતિબંધ છે છતાં બાહુબલીના પૂર્વ ધારાસભ્ય દ્વારા આયોજિત કાર્યક્રમમાં નિયમોનો ભંગ કરવામાં આવ્યો હતો.

આ કેસ રોહતાસ જિલ્લાના નવાડીહ ગામનો છે, પૂર્વ ધારાસભ્ય સુનીલ પાંડેના લગ્નની વર્ષગાંઠ હતી. આ પ્રસંગે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સપના ચૌધરીએ ‘પલ-પલ યાદ તારી તડપડે’ ગીત પર ડાન્સ કરવાનું શરૂ કર્યું કે તરત જ વરસાદ શરૂ થઈ ગયો. સપના ચૌધરીએ ઠૂમકા રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે લોકોની માગ પર ડાન્સ કરતી રહી હતી.

એટલામાં ફાયરિંગનો અવાજ સંભળાયો. ફાયરિંગ થતાં જ લોકો વધુ ઉત્સાહિત થઈ ગયા હતા. ગામના લોકોનું કહેવું છે કે બાહુબલીના ઘરે કાર્યક્રમ હોય અને ફાયરિંગ ન થાય એ શક્ય નથી. પૂર્વ ધારાસભ્યના સમર્થકોએ જ ગોળીબાર કર્યો હતો. લગભગ ત્રણ કલાક સુધી ડાન્સ દરમિયાન આકરા ગોળીબાર પણ વચ્ચે-વચ્ચે ચાલુ રહ્યા હતા. રોહતાસ પોલીસ હર્ષ ફાયરિંગને લઈને ઘણા લોકો સામે કાર્યવાહી કરી ચૂકી છે, પરંતુ હવે સવાલ એ ઊભો થાય છે કે બાહુબલી પૂર્વ ધારાસભ્યના કાર્યક્રમમાં ફાયરિંગની તપાસ પોલીસ કરશે કે નહીં.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/05/13/61-sapna-dance-prithvy_1652414496/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.