મોટું નિવેદન / સુરતના ડાયમંડ કિંગ સવજીભાઈ ધોળકિયા પદ્મશ્રી એવોર્ડ માટે સન્માનિત થતા નિવેદન આપતા કહ્યું….- જુઓ વિડિઓ

ગુજરાત ટોપ ન્યૂઝ

સુરત એરપોર્ટ પર સવજી ધોળકિયાનું પરિવારજનોએ ઉષ્માભેર સ્વાગત કર્યું

સુરતના જાણીતા ઉદ્યોગપતી અને લાઠીના જળક્રાંતિના પ્રણેતા સવજી ધોળકીયાને પદ્મશ્રી એવોર્ડ મળતા સવજી ધોળકીયા (savji dholakia) એ ખુશી વ્યક્ત કરી છે. પદ્મશ્રીનો એવોર્ડ મળતા અમરેલી જિલ્લાના દુધાળા ગામના વતની સવજી ધોળકીયાએ અમરેલી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

ગુજરાતમાંથી પદ્મશ્રી અને પદ્મભૂષણ માટે પસંદ કરાયેલી વ્યક્તિઓની યાદીમાં સુરતના ડાયમંડ કિંગ સવજી ધોળકિયાનું પણ નામ સામેલ થતાં સુરતમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. સવજી ધોળકિયાને સામાજિક સેવા માટે પદ્મશ્રી અવૉર્ડ આપવા માટે પસંદ કરાયા છે. ધોળકિયા પરિવારમાં તેમજ હીરા ઉદ્યોગમાં પણ તેને લઈને ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવજી ધોળકિયા આજે તેમના વતન અમરેલીથી સુરત આવી પહોંચ્યા હતા. સુરત એરપોર્ટ ઉપર સવજી ધોળકિયા અને તેમના પરિવારો અને શુભેચ્છકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામના વતની સવજી ધોળકીયાએ દુધાળા ગામ અને આસપાસના વિસ્તારોમાં પાણીની સમસ્યાને લઈને અનેક તળાવો બનાવ્યા છે. ત્યારે તેમના આ શ્રેષ્ઠ કાર્ય માટે સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ માટે નામ જાહેર કરીને એવોર્ડ આપવામાં આવ્યો છે.

સવજી ધોળકીયાએ આ મામલે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યુ કે, સરકાર મારા કાર્યની નોંધ લઈને પદ્મશ્રી મળતા ખુબજ ખુશી છે. અત્યારે 100 માંથી 75 તળાવ બનાવ્યા છે. હજુ તળાવો બનાવવાનું બાકી છે. સરકાર પણ ઈચ્છે છે કે હજુ સારા કાર્યો હજુ આગળ હું કરું. પદ્મશ્રીનો એવોર્ડ મળતા મારી જવાબદારી વધી ગઈ છે. હજુ પણ વધારે સારા કર્યો કરીને લોકોને વધુમાં વધુ ઉપયોગી થઈ શકું તેવા આવનારા દિવસોમાં કામ કરવા છે.

ઝડપથી ફળ મળ્યું
સવજી ધોળકિયા કહ્યું, રાષ્ટ્રીય કક્ષાએ મારી જે નોંધ લીધી છે એનો હું ઋણી છું. હું પોતે કર્મમાં આસ્થા ધરાવું છું. હું સ્પષ્ટ રીતે માનું છું કે કરેલાં કર્મ ક્યારેય પણ એળે જતાં નથી. એનું ફળ અચૂક મળતું જ હોય છે. કર્મના સિદ્ધાંત પર મેં કરેલાં કાર્યની આખરે સમગ્ર રાષ્ટ્રમાં નોંધ લેવાય એવા સમાચાર મળતાંની સાથે હું પોતે અવાક બની ગયો હતો. એકાએક મારા પર શુભેચ્છાઓના ફોન આવવાના શરૂ થયા અને થોડી ક્ષણ માટે તો હું પોતે પણ સમજી નહોતો શક્યો કે મને પદ્મશ્રી માટે પસંદ કરાયો છે. મેં નિઃસ્વાર્થ ભાવે કરેલાં કર્મનું મને ફળ ખૂબ જ ઝડપથી મળી ગયું છે.

કામ પર નજર રહેતી હોય છે
જ્યારે તમે નિઃસ્વાર્થ ભાવે લોકસેવાનું કામ કરતા હોવ ત્યારે સમગ્ર સૃષ્ટિ તમારા પર આશીર્વાદ વરસાવતા હોય છે. સૌરાષ્ટ્રમાં હું જે કામ કરી રહ્યો હતો એ તળાવ બનાવવાના કામ પર લોકોએ દૂરથી નજર રાખી હતી. મારી લાગણીઓને સમજી એ માટે હું આભાર વ્યક્ત કરું છું. મારી તમામ કામગીરી પર કોઈકની ખૂબ જ ચોકસાઇપૂર્વકની નજર હોય એવું મને લાગે છે. મારા કામનું મહત્ત્વ સમજ્યો છે અને પરિણામે મને આ અવર્ડ માટે પસંદ કરાયો છે.

ખેડૂતોને 500 કરોડનો ફાયદો થશે
સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જ્યાં પાણીની ખૂબ જ સમસ્યા છે, વિશેષ કરીને મારા જન્મસ્થળ તેમજ અન્ય તાલુકાઓમાં પણ પાણીની ખૂબ જ જટિલ સમસ્યા છે. એનો ઉકેલ લાવવા માટે મારો પ્રયાસ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે અમે જે વિસ્તારની અંદર તળાવ બનાવ્યાં છે અને એને કારણે સ્થાનિક ખેડૂતો અને જે લાભ થઈ રહ્યો છે. એનાથી અમે પણ આશ્ચર્યચકિત થયા છે. અત્યારસુધીના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અમે ઊભી કરેલી સુવિધાના કારણે તાલુકામાં દર વર્ષે 500 કરોડ જેટલી આવક ઊભી થઈ રહી છે, જેનાથી સમગ્ર વિસ્તારનું ખૂબ ભલું થવાનું છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/01/26/10-surat-savaji-pankaj_1643190426/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *