અરે બાપરે / સુરતમાં એક યુવાને સાંજે PG-NEET માં મેરીટ જોયું, માર્ક્સ સારા મેળવ્યા પણ 10 જ મિનિટમાં કર્યો આપઘાત, કારણ જાણીને તમે પણ ચોંકી ઉઠશો

ટોપ ન્યૂઝ સુરત

ડો. શ્રેયસ મોદીએ સ્મિમેરમાંથી MBBS કર્યા બાદ MD-એનેસ્થેસિયા માટે NEET આપી હતી

આજના યંગસ્ટર્સ એટલી જલ્દી હતાશ થઈ જાય છે કે તેઓ આત્મહત્યા (depression) કરતા પહેલા એક સેકન્ડ પણ વિચારતા નથી. સુરતમાં આપઘાતની બે અલગ અલગ ઘટનાઓ સામે આવી છે. જેમા એક યુવક અને યુવતીએ આત્મહત્યા કરી છે. સુરત (Surat) માં PG-નીટમાં 435 માર્ક મેળવનારા અડાજણના તબીબ યુવકે આપઘાત (suicide) કર્યો છે. તો બીજી તરફ, પોલીસ ભરતી માટે વહેલી સવારે પિતાએ દોડવાની ના પાડતાં યુવતીએ ફાંસો ખાધો હતો.

પીજી-નીટમાં 435 માર્ક આવ્યા બાદ પણ મેરિટ લિસ્ટમાં નામ નહીં આવતાં અને ઘણાને માત્ર 265 માર્કે પણ ક્વોલિફાય થતાં જોઈ અડાજણના તબીબ યુવકે ફાંસો ખાઈ લીધો હતો.

અડાજણ સુરભિ રો-હાઉસ ખાતે રહેતા ડો. શ્રેયસ દીપકકુમાર મોદી (26)ના પિતા હીરાના વેપારી છે. ડો શ્રેયસે સ્મિમેરમાંથી MBBSનો અભ્યાસ પૂરો કર્યો હતો. તેમણે MD (એનેસ્થેસિયા)માં પ્રવેશ મેળવવા નીટની તૈયારી કરી હતી. જોકે સોમવારે નીટનું મેરિટ લિસ્ટ જાહેર થતાં તેમનું નામ ન હોવાથી તેઓ હતાશ થઈ ગયા હતા અને સોમવારે સાંજે રૂમનો દરવાજો બંધ કરી ફાંસો ખાઇ લીધો હતો. અડાજણ પોલીસે તપાસ શરૂ કરી હતી.

શ્રેયસના 435 માર્ક્સ આવવા છતાં મેરિટમાં નામ નહીં આવ્યું
ડો. શ્રેયસની માતાએ જણાવ્યું હતું કે પીજી, નીટની પરીક્ષામાં મારા દીકરાના 435 માર્ક હોવા છતાં તેનું નામ મેરિટમાં આવ્યું ન હતું અને આવું પગલું ભરી લીધું.

મેરિટ લિસ્ટ જોઈને શ્રેયસ ભારે હતાશ થઈ ગયો હતો
પરિવારે જણાવ્યું હતું કે સાંજે 5:50એ મેરિટ જોયું અને 10 જ મિનિટમાં આપઘાત કર્યો હતો. લિસ્ટ જોઈને શ્રેયસ ભારે હતાશ થઈ ગયો હતો.

યુવતીએ આત્મહત્યા કરી
બીજી તરફ, પોલીસ ભરતી માટે વહેલી સવારે પિતાએ દોડવાની ના પાડતાં યુવતીએ ફાંસો ખાધો હતો. કતારગામની ક્રિષ્નાની એક મહિના પહેલાં સગાઇ થઇ હતી. ક્રિષ્ના રોજ વહેલી સવારે ઉઠીને પ્રેક્ટિસ માટે જતી હતી. પરંતુ પિતાએ આ માટે ના પાડતા તેને લાગી આવ્યુ હતું અને બેડરૂમમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.