સુરતમાં ડુમ્મસ બીચ પર દેખાયું ભયાનક LIVE ભૂત, જુઓ ભૂત ડરામણો આકાર ચાલતો જોવા મળ્યો : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ સુરત

સુરતના ડુમ્મસ બીચ પર ભૂત હોવાની વાતો ફરીથી વહેતી થઈ છે. આમ તો અનેક લોકોને અહી ભૂત હોવાનો અહેસાસ થયો છે. પરંતુ હવે બીચ પર 10 ફૂટ ઊંચી જીન જેવી ભયાનક આકૃતિ દેખાઈ છે. આ વીડિયો જોતજાતામાં જ વાયરલ થઈ ગયો છે. કારમાં જઈ રહેલા બે લોકોને જીન જેવી મહાકાય આકૃતિ ચાલતી જતી નજરે ચઢી હતી. ( ભૂતનો LIVE વિડિઓ નીચે આપેલો છે )

હાલ જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, તેનાથી ભૂતિયો બીચ તરીકે ઓળખાતો ડુમ્મસ બીચ ફરીથી ચર્ચામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, બે વ્યક્તિ કારમાં જઈ રહી છે, આ દરમિયાન ડુમ્મસ જતા પહેલા ચેક પોસ્ટ ઉપર 8થી 10 ફૂટના પડછાયા જેવું દેખાઈ રહ્યો છે.

કારમાં જઈ રહેલી બે વ્યક્તિ તેનો પીછો કરી રહી છે. જો કે, અમે આ વીડિયોની પુષ્ટિ કરતા નથી. સુરતના સ્થાનિક લોકોનું માનીએ તો, આ સ્થળ પર પ્રેતઆત્માઓ હોવાનો દાવો છે. આ રહસ્યમયી બીચ સુરત શહેરમાં આવેલો છે. જ્યાં અનેકવાર પેરાનોર્મલ ઘટનાઓ બનતી રહે છે. જેને કારણે આ બીચ સતત ચર્ચામાં રહેતો હોય છે.

હંમેશા સોશિયલ મીડિયા પર આ બીચની ચર્ચાઓ થતી રહે છે. આ ભૂતિયા બીચને લઈને લોકોમાં અનેક પ્રકારની માન્યતા છે, કેટલાય કિસ્સાઓ પ્રચલિત છે. પણ, ખાસ વાત એ છે કે, આ બીચનો નજારો આકર્ષિત અને સુંદર છે, જેથી અહી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા રહે છે.

રોજ આ બીચ પર કોઈને કોઈ રહસ્યમયી ઘટના આકાર લેતી હોય છે, છતાં અહી પ્રવાસીઓ ઉમટી પડે છે. અનેક લોકો અહી ભૂતપ્રેત હોવાનો ઉલ્લેખ કરે છે. આ જગ્યા પર અનેક લોકોએ અજીબોગરીબ રહસ્યમયી અવાજ સાંભળવા મળે છે. કેટલાક રિપોર્ટ તો એવા છે કે, આ બીચ પર રાત્રે ફરવા ગયેલા ટુરિસ્ટ આજદિન સુધી પરત ફર્યા નથી.

સ્થાનિક લોકોના અનુસાર, કહેવાય છે કે વર્ષો પહેલા આ બીચનો ઉપયોગ સ્મશાન તરીકે કરાતો હતો. જેથી આજે પણ અહી પ્રેત આત્માઓ ભટકતી રહે છે. આ કારણે રાત્રે અહી બીચનો રંગ કાળા રંગનો થઈ જાય છે. રાતના સમયે અહી કૂતરાઓનો સ્વભાવ બદલાઈ જાય છે. તેઓ પણ અજીબોગરીબ અવાજ કાઢવા લાગે છે.

આ જ કારણે સુરતના ડુમસ બીચનું નામ ભારતના મોસ્ટ વોન્ટેડ જગ્યાઓમાં સામેલ છે. દેશ દુનિયાના અનેક લોકો આ ડરાવના બીચને જોવા માટે આવે છે. તો રાતના સમયે બીચની આસપાસ કોઈ ભટકતુ નથી. ક્યારેક પેટ્રોલિંગ કરતા પોલીસ કર્મચારીઓને પણ અનેકવાર ભૂતના અનુભવો થયા હોવાનું કહેવાય છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://twitter.com/i/status/1573161709182730240 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.