જાહેરમાં ફાયરિંગ કરવું મોંઘુ પડ્યું / દેવભૂમિ દ્વારકામાં લગ્નમાં સીન સપાટા પાડવા બંદૂકથી કર્યા ભડાકા, જુઓ પોલીસને ખબર પડતા થયું એવું કે બરોબરના હલવાયા યુવકો : જુઓ વિડિઓ

ગુજરાત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેહ ગામે યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં જાહેરમાં ફાયરિગ કરતો વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયોમાં તમે જોઈ શકશો કે સીન સપાટ પાડવા માટે બે યુવકોએ બંદુકમાંથી હવામાં ફાયરિંગ કર્યું હતું. અને આ વિડિઓ સોશિયલ મીડિયામાં પવનવેગે વાઇરલ થઇ રહ્યો છે. વિડિઓ સામે આવ્યા બાદ પોલીસે ફાયરિંગ કરનાર શખસ અને તેને હથિયાર આપનાર તેના કાકા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના બેહ ગામે સીમ વિસ્તારમાં આવેલી સાગર કુભાભાઇ મધુડાની વાડીએ યોજાયેલા લગ્ન પ્રસંગમાં સાગર કુભાભાઇ મધુડા અને અરજણભાઈ કાનાભાઈ મધુડા રે-સાલાયા નાકા ખંભાળિયા વાળાઓએ હથિયાર ધારાઓનો ભંગ કરતાં કાર્યવાહી કરવામાં આવી હતી.  પોલીસે બંને સામે આર્મ્સ એકટ કલમ.25(9),29(બી), 30 તથા જી.પી.એકટ કલમ.135 (1) મુજબ ફરિયાદ નોંધી હતી.

જેમાં આરોપી સાગર કુભાભાઇ મધુડાએ પોતાના કાકા અરજણભાઇના પાક રક્ષણ પરવાના વાળા ડબલ બેરલ હથિયાર(અગ્નિશસ્ત્ર) પરવાના વડે પોતે જાહેરમાં હવામાં ફાયરિંગ કર્યું હતું તથા આરોપી અરજણભાઇ કાનાભાઇ મધુડાએ આરોપી સાગરને હથિયાર પરવાનો ધરાવતા ન હોય તેમ છતાં તેમણે પોતાના પાકરક્ષણ પરવાનાવાળું ડબલ બેરલ હથિયાર(અગ્નિશસ્ત્ર) તેમને ચલાવવા આપ્યું હતું.

આરોપી સાગરે હરજુગભાઇ કરમણભાઇ મધુડાના પુત્રના લગ્ન પ્રસંગમાં જાહેરમાં હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ બનાવનો વીડિયો સોશિયલ વાઇરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી અને બંને સામે ફરિયાદ નોંધી છે. પીએસઆઈ કે.કેન.ઠાકરિયા સહિતના સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/04/23/02-final_1650714675/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.