અરે બાપરે / સુરતમાં સર્જાયા મિર્ઝાપુર વેબ સિરીઝ જેવા દ્રશ્યો, જુઓ અંગત અદાવતમાં કર્યું એવું કે જાણીને તમારા હોશ ઉડી જશે

ટોપ ન્યૂઝ સુરત

ક્રાઇમ કેપિટલ સુરત હવે ગુનેગારોની નગરી હોઈ તેવી એક પછી એક ઘટના સામે આવી રહી છે. 24 કલાકમાં બે હત્યાના બનાવના કારણે સુરત પોલીસ દોડતી થઈ છે. સુરતના લિંબાયત વિસ્તારમાં મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. અંગત અદાવતમાં અજાણ્યા ઇસમોએ કેતન રમેશ હેડાઉ પર ચપ્પુના સાતથી આઠ ઘા માર્યા હતા.

જેથી કેતનને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. હત્યાના બનાવને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા કેતન નામનો યુવાન એરલાઇન્સમાં નોકરી કરી પોતાના પરિવારજનોનું ગુજરાત ચલાવતો હતો.

રાત્રી દરમિયાન કેતન મમતા ટોકીઝ પાસે થી જઇ રહ્યો હતો. દરમિયાન અજાણ્યા શખ્સો દ્વારા કેતન ઉપર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં કેતન ગંભીર રીતે ઘાયલ થયો હતો. હુમલા બાદ તમામ આરોપીઓ ત્યાંથી ભાગી છુટ્યા હતા. બીજી તરફ આ ઘટનાને પગલે સ્થાનિકોમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.

સ્થાનિક લોકોએ 108 ને કોલ કરી કેતનને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જોકે હાજર તબીબે કેતનને મૃત ઘોષિત કરતા પરિવારજનોમાં શોકનું વાતાવરણ જોવા મળ્યું હતું.

આ ઘટનાની જાણ થતા જ લિંબાયત પોલીસ તેમજ ઉપરી અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસ દરમિયાન મૃતકના પિતાએ જણાવ્યું હતું કે, અમારી પોલીસ અને સરકાર પાસે એક જ માંગ છે કે, આવું કોઈની સાથે થવું ન જોઈએ.

મારનાર કોણ હતા એ ખબર નથી. પરંતુ, પાંચેક મદ્રાસી હોવાનું જાણવા મળ્યું છે. કાન, ગરદન અને હાથ ચપ્પુના સાતથી આઠ ઘા પર મારવામાં આવ્યા હતા. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને અમારી માત્ર ન્યાયની એક જ માંગ છે. જેથી આવી ઘટના ફરી ન બને.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.