ઉત્તરાખંડના કેટલાય વિસ્તારોમાં હાલના દિવસોમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે. વરસાદના કારણે નદીઓ અને નાળાઓ છલકાઈ રહ્યા છે. કેટલીય જગ્યાએથી ભૂસ્ખલનના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે એક ડરામણો વિડીયો(Scary video) સામે આવ્યો છે, જે સૌ કોઈના રુવાડા બેઠા કરી દેશે. ( વિડિઓ નીચે આપેલો છે )
ઉત્તરાખંડના ચંપાવતમાં મોટી દુર્ઘટના ટળી હતી. મંગળવારના રોજ સવારે સ્કૂલના બાળકોને લેવા જતી બસ પૂર્ણાગિરી રોડ પર સ્થિત કિરોડા નાળામાં જોરદાર પાણીના પ્રવાહમાં ધોવાઈ ગઈ હતી. બસના ડ્રાઈવર કમલેશ કાર્કી અને અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સદનસીબે બસમાં કોઈ શાળાના બાળકો ન હતા. જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ગ્રામજનોના જણાવ્યા મુજબ બસના ડ્રાઈવરને થોડો સમય રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ તે ન માન્યો અને બસને વહેતા પાણીના પ્રવાહ વચ્ચે લઈ ગયો હતો. ( વિડિઓ નીચે આપેલો છે )
આ અકસ્માતમાં સ્કૂલ બસના એક ભાગને નુકસાન થયું હતું. જેસીબીની મદદથી સ્કૂલ બસને નાળામાંથી બહાર કાઢવામાં આવી હતી. આ જગ્યા પર નાળું ઓવરફ્લો થવાના કારણે હાલ પુરણગીરી રોડ પરનો વાહન વ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો છે. કોટવાલ ચંદ્ર મોહન સિંહે કહ્યું કે, સુરક્ષાને ધ્યાનમાં રાખીને વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
જિલ્લામાં વરસાદ બાદ નદી-નાળાઓ છલકાઈ રહ્યા છે. ભારે વરસાદ બાદ ભૂસ્ખલનને કારણે રોડ-રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે.
उत्तराखंड के चंपावत में बह गई स्कूल बस pic.twitter.com/hS8pHtBgNq
— अजीत तिवारी (@ajittiwari24) July 19, 2022
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!