ભારે કરી / ઉછીના લીધેલા પૈસા પાછા ન આપતા યુવકને સ્કૂટર સાથે બાંધીને ઉભા રોડે દોડાવ્યો : જુઓ વિડીયો

ઇન્ડિયા

ઓડિશાના કટક શહેરમાં એક વિચિત્ર ઘટનામાં એક યુવકને બે સ્કૂટર સાથે દોરડા વડે બાંધીને બે કિલોમીટર સુધી દોડાવાયો હતો. આ ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિડીયોમાં યુવક શહેરના શેલ્ટર ચોકથી મિશન રોડ તરફ સ્કૂટી પાછળ દોડતો જોવા મળે છે. આ પછી કટક પોલીસ એક્શનમાં આવી અને આ મામલામાં બે આરોપીઓને કસ્ટડીમાં લીધા છે. (વિડિઓ નીચે આપેલો છે )

જોકે આ ઘટનાનો ચોક્કસ સમય જાણી શકાયો નથી, પરંતુ પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના રવિવારે સાંજે બની હતી. કટકના ડીસીપી પિનાક મિશ્રાએ જણાવ્યું કે, પોલીસને રવિવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ ઘટનાની માહિતી મળી. મિશ્રાએ કહ્યું, “આ ખૂબ જ સંવેદનશીલ મામલો હોવાથી, મેં તરત જ તમામ પોલીસ સ્ટેશન અને એસીપીને તેની તપાસ કરવા કહ્યું છે.

આજે અમે 2 આરોપી અને પીડિતની ઓળખ કરી છે. બંને આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.” પ્રાથમિક તપાસ મુજબ પીડિત વ્યક્તિ આરોપીઓને ઓળખતો હતો અને તેની પાસેથી કેટલાક પૈસા ઉછીના લીધા હતા. વારંવાર કહેવા છતાં પણ તે પૈસા પરત કરી શક્યો ન હતો.

જેથી આરોપીઓએ તેને પોતાની સ્કૂટી પર બાંધીને થોડે દૂર સુધી ખેંચી ગયા હતા. જો કે, ડીસીપીએ આરોપીઓનું નામ આપ્યું નથી કારણ કે તેમની ગુનાહિત પૃષ્ઠભૂમિની તપાસ કરવા માટે વધુ તપાસ ચાલી રહી છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Trishul News (@trishulnews)

ઓડિશામાં આ પ્રકારની આ પહેલી ઘટના નથી. અગાઉ જગતસિંહપુર જિલ્લામાં, મોબાઇલ ફોનની ચોરી કરવા બદલ સજા તરીકે જૂતાની માળા પહેરીને ચાલતી ટ્રકની આગળ એક વ્યક્તિને બાંધી દેવામાં આવ્યો હતો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *