જનતાના પૈસા પાણીમાં / સી પ્લેનનું થયું સૂરસૂરિયુ, જુઓ સ્પાઈસ જેટે કર્યું એવું કે 8 મહિનાથી સેવા બંધ – જાણો ક્યારે થશે શરુ

ગુજરાત ટોપ ન્યૂઝ

ગુજરાતમાં સી પ્લેન ઉડે તે પીએમ મોદી (PM Modi) નુ સપનુ હતું. જે આખરે સાકાર થયું હતું. 31 ઓક્ટોબરે એક્તા દિવસ પર તેઓએ સાબરમતી રિવરફ્રન્ટથી સી પ્લેન (sea plane) નુ ઉદઘાટન કર્યું હતું. પરંતુ મેઈન્ટેન્સ માટે એપ્રિલ મહિનામાં માલદીવ્સ ગયેલું સી પ્લેન હજી સુધી પરત ફર્યુ નથી. જોકે, સ્પાઈસ જેટ એરલાઈન્સે પોતાનો હાથ પાછોં ખેંચી લેતા હાલ આ સેવા 8 મહિનાથી બંધ પડી છે.

ગત 31 ઓક્ટોબરે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા સી પ્લેનનુ ઉદઘાટન કરાયું હતું. ગુજરાતમાં સી પ્લેન ઉડે તે પીએમ મોદીનુ સપનુ હતું. જે આખરે સાકાર થયું હતું. 31 ઓક્ટોબરે એક્તા દિવસ પર તેઓએ સાબરમતી રિવરફ્રન્ટથી સી પ્લેનનુ ઉદઘાટન કર્યું હતું. પરંતુ એક મહિનાના ગાળામાં જ સી પ્લેન બંધ થયું છે. સી પ્લેનને મેઈનટેનન્સ માટે માલદીવ્સ (Maldives) લઈ જવાયું હતું. તેના બાદ લગભગ દર મહિને મેઈન્ટેનન્સ માટે માલદીવ્સ મોકલવામાં આવતુ હતું. છેલ્લે 9 એપ્રિલના રોજ સી પ્લેન માલદીવ્સ મોકલાયુ હતું. ત્યારથી સી પ્લેન ગુજરાત પરત આવ્યુ નથી. જોકે, આ પ્લેન ક્યારે આવશે તેની પણ હજી સુધી જાહેરાત કરાઈ નથી.

સાત મહિના બાદ પણ માલદીવ્સ ગયેલુ સી પ્લેન હજી સુધી ગુજરાત લાવવામાં આવ્યુ નથી. તેને લગભગ 8 મહિના જેટલા દિવસો વીતી ગયા છે. કોરોનાની બીજી લહેરમાં સી પ્લેન સેવા સ્થગિત કરાઈ હતી. પરંતુ કોરોનાના કેસ ઓછા થતા ગુજરાતના તમામ પ્રવાસન સ્થળો ખુલ્લા કરી દેવાયા છે. કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of unity) પણ ખુલ્લુ છે, જ્યાં આ સી પ્લેન સેવા શરૂ કરાઈ છે. છતા હજી સુધી સી પ્લેન ગાયબ છે.

ઉલ્લેખનીય છે કે, સ્પાઈસ જેટ દ્વારા આ સી પ્લેન સર્વિસ સંચાલિત છે. સ્પાઈસ જેટે સંચાલનમાં ખર્ચ વધુ પડતો હોવાના બહાના હેઠળ સર્વિસ બંધ કરી છે. ત્યારે અમદાવાદમાં આ સેવા પુનઃ ક્યારે શરૂ થશે એ નક્કી નથી. જોકે, પ્લેન ક્યારે પાછુ આવશે તે વિશે કોઈપણ બોલવા તૈયાર નથી. આખો પ્રોજેક્ટ હવે કેન્દ્ર સરકારને સોંપાઈ દેવાયો છે, રાજ્ય સરકાર પાસેથી આ પ્રોજેક્ટ લઈ લેવાયો છે. ત્યારે હવે કેન્દ્ર તરફથી સી પ્લેન ફરી શરૂ થાય તેવા પ્રયાસો થાય તેવુ દેખાઈ રહ્યુ છે. સી-પ્લેનના સંચાલન માટે નેશનલ અને ઈન્ટરનેશન કંપનીઓ પાસેથી ટેન્ડર મગાવ્યા છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી મહિનાઓમાં ફરી એકવાર રિવરફ્રન્ટથી કેવડિયાની સી-પ્લેન સેવા શરૂ થવાની શક્યતા દેખાઈ રહી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરે રિવરફ્રન્ટથી કેવડિયા સુધી સી-પ્લેનના સંચાલન માટે ટેન્ડર મંગાવ્યા છે. જેમાં કેટલીક કંપનીઓએ રસ દાખવ્યો છે. આ ટેન્ડર પ્રોસેસ પૂરી થઈ જાય તે બાદ સી પ્લેન ફરીથી ઉડશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.