લૂંટેરી દુલ્હન / બે સંતાનોના બાપ સાથે બીજા લગ્ન કરી ઘરમાંથી આટલા લાખના ઘરેણા અને ૨ લાખ રોકડા લઈને ફરાર લુંટેરી દુલ્હન, જાણીને તમે પણ હચમચી જશો

ટોપ ન્યૂઝ

મિત્રતા… પ્રેમ… લગ્ન… અને પછી જિંદગી બરબાદ. છેલ્લા ઘણા સમયથી પ્રેમને ધંધો બનાવી સેકંડો લુંટેરી દુલ્હન લોકોને લુંટી રહી છે. હાલ આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં યુવકની લાગણીતો ઠીક પણ મહિલા આખેઆખું ઘર લુંટીને ફરાર થઇ ગઈ હતી.

લગ્નના થોડા જ સમયમાં આ મહિલા તેના પતિને હાથમાં લોલીપોપ આપી ૨૫ લાખના ઘરેણા અને બે લાખ રૂપિયા રોકડા લઈને ફરાર થઇ ગઈ હતી. ફિલ્મ બંટી ઔર બબલી જેવી જ એક ઠગની ઘટના પ્રયાગરાજમાં સામે આવી છે. જેમાં એક મહિલા અને તેના કથિત પતિએ કાવતરા હેઠળ એક વ્યક્તિને ફસાવ્યો હતો.

મહિલાએ ઈમોશનલ બ્લેકમેલ કરીને પુરુષ સાથે લગ્ન કર્યા અને પત્નીનો દરજ્જો મેળવ્યો. લગ્નના 39 દિવસ બાદ લુંટેરી કન્યા 25 લાખના દાગીના અને 2 લાખની રોકડ સાથે ઘરેથી ગાયબ થઈ ગઈ હતી.

પીડિત પતિએ મહિલા અને તેના કથિત પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર મામલે પીડિત પતીએ પોતાની દાસ્તાન સંભળાવી હતી. આ દરમિયાન, નામ ન આપવાની શરતે, વ્યક્તિએ તેની સાથે છેતરપિંડી વિશે જણાવ્યું હતું. એમ પણ કહ્યું કે, ‘હું ઈચ્છું છું કે આ ઠગ દુલ્હન અને તેની ટોળકી સામે આવે, જેથી અન્ય લોકો તેનો શિકાર ન બને.’

તે જ સમયે, ધુમાનગંજ પોલીસે પીડિતાની ફરિયાદના આધારે એફઆઈઆર નોંધી છે. ધુમાનગંજ પોલીસ સ્ટેશનના પ્રભારી રાજેશ કુમાર મૌર્યએ જણાવ્યું કે તહરીના આધારે રિપોર્ટ નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે, આરોપી મહિલા અને તેના કથિત પતિને શોધવામાં આવશે અને તેમની વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.