ગૃહમંત્રીનું ‘હોમ ટાઉન’ જ સલામત નથી / છેલ્લા 24 કલાકમાં ‘ક્રાઇમ સીટી’ સુરતમાં બીજી હત્યા, જુઓ વરાછામાં પતિએ પત્નીના ચરિત્ર પર શંકા કરીને આપ્યું એવું દર્દનાક મોત કે જાણીને તમારા રુવાડા ઉભા થઇ જશે

ટોપ ન્યૂઝ સુરત

સુરતમાં દિવસે ને દિવસે પતિ દ્વારા પત્નીની હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. આજે ફરી એકવાર શંકાશીલ પતિએ તેની પત્ની પર ચારિત્ર્યની શંકા રાખીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. કાપોદ્રા વિસ્તારમાં આવેલી શમા સોસાયટીમાં પતિએ જ પત્નીનું ગળું દબાવી દઈને હત્યા કરી હતી. નિર્દયતાની હદ વટાવી ચૂકેલા પતિએ હત્યા કર્યા બાદ મૃતદેહ પાસે જ સૂઈ જઈને રાત વિતાવી હતી. હિચકારી હત્યા કરનારા પતિને કાપોદ્રા પોલીસે ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વતન જવા બાબતે ઝઘડો થયેલો-પરિવાર
પરિવારે જણાવ્યું હતું કે, દયાબેન વિઠ્ઠલભાઇ ખીમણિયાના 20 વર્ષ પહેલા લગ્નન થયા હતા. બે બાળકો પૈકી એક હીરાના કારખાનામાં કામ કરે છે. પતિ હીરાના ખાતામાં મેનેજર તરીકે કામ કરે છે. વતન જૂનાગઢના વિસાવદરમાં વિઠ્ઠલભાઈના ભત્રીજાના લગ્ન પ્રસંગ બાબતે બન્ને પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. દયાબેન વતન ન જવા માગતા હોય એને લઈ ઉગ્ર બોલાચાલી મારા મારી બાદ હત્યા સુધી પહોંચી હતી. વિઠ્ઠલભાઇએ દયાબેનને પેટમાં કોણી માર્યા બાદ ગળે ટુપો આપી ગુસ્સામાં પતાવી દીધી હતી.

પ્રેમી સાથે નાસી ગયા હતા
3-4 મહિના પહેલા દયાબેન પરિવારને છોડી પ્રેમી સાથે ભાગી ગયા હતા. જોકે સમાજના આબરૂ ન જાય એ માટે વિઠ્ઠલભાઇ સમજાવીને પતાવટ કરી પત્નીને તેડી લાવ્યા હતા.ત્યારબાદ વતન જવાની ના પાડતા ઝગડો ઉગ્ર બન્યો હતો. હાલ પોલીસે વિઠલભાઈની અટક કરી આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસે જણાવ્યું હતું કે, શમા સોસાયટીના 212 નંબરના મકાનમાં હત્યાનો બનાવ બન્યો છે. મૃતક બહેનનું નામ દયાબેન અને હત્યારા પતિનું નામ વિઠ્ઠલભાઇ કોરી હોવાનું હાલ સામે આવ્યું છે. તપાસ ચાલી રહી છે. સમગ્ર હત્યાની ઘટનામાં પ્રાથમિક તબક્કે શંકા હોવાનું સામે આવી રહ્યું છે.

આ અગાઉ ગત રોજ કિમ વિસ્તારમાં પણ પતિએ પોતાની પત્નીની હત્યા કરીને તેના મૃતદેહ પાસે બેસીને વીડિયો ઉતાર્યો હોવાની શાહી સૂકાઈ નથી ત્યાં જ કાપોદ્રા વિસ્તારમાં દયાબેનની તેના પતિ વિઠ્ઠલએ હત્યા કરી છે. હાલ સમગ્ર કેસમાં આરોપીની પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *