ઉત્તરી અમેરિકામાં એક અનોખી ઘટના સામે આવી છે, જેનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. મેક્સિકોના કુઆઉટેમોક શહેરમાં પક્ષીઓનું એક ઝુંડ ઊડતાં ઊડતાં એમાંથી અચાનક જમીન પર પડ્યાં હતાં. ઝુંડમાં સેંકડો પીળા માથાવાળાં બ્લેક બર્ડ્સ સામેલ હતાં. એમાં અનેક પંખીઓનાં મોત નીપજ્યાં. ઘટના 7 ફેબ્રુઆરીની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ટ્વિટર પર 14 લાખથી વધુ વખત આ વીડિયો જોવાયો છે. અનેક લોકોએ આ ઘટનાને લઈને પોલ્યૂશન, 5G ટેક્નોલોજી અને વીજળીના તારને જવાબદાર ગણાવ્યાં છે.
અન્ય પક્ષીઓનાં ઝુંડ પણ જવાબદાર હોઈ શકે છે
બર્ડ એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ- ઘટનાનું કારણ એવું પણ હોય શકે છે કે પેરેગ્રીન કે બાજ જેવાં કોઈ મોટાં પક્ષીએ શિકાર કરવાનો પ્રયાસ કર્યો હોય, જેના કારણે આટલી મોટી સંખ્યામાં પક્ષીઓ જમીન પર પડીને મરી ગયા હોય.
શું છે 5G કરંટ કે નેટવર્ક
અમેરિકામાં 5G હોમ ઈન્ટરનેટ સર્વિસ ઓક્ટોબર 2018થી શરૂ થઈ ગઈ છે. આ હાઈ સ્પીડ ઈન્ટરનેટ ટેકનિક સૌથી પહેલાં એપ્રિલ 2019માં સાઉથ કોરિયામાં લોન્ચ કરાઈ હતી. જે બાદ આ ટેક્નિક સાથે વધુ 26 દેશ જોડાયાં. હાલ 5Gના 19 કરોડથી વધુ સબ્સ્ક્રાઈબર છે. જેમાંથી મોટા ભાગે ચીનના છે, જ્યાં 5G ઓક્ટોબર 2019માં જ લોન્ચ થયું હતું.
આ ટેક્નિકને સ્માર્ટફોન જ નહીં પણ અનેક પ્રકારનાં ઈક્વિપમેન્ટને જોડવા માટે તૈયાર કરવામાં આવી છે. 5G 3 બેન્ડમાં કામ કરે છે, જેમ કે લૉ, મિડ અને હાઈ ફ્રિકવન્સી સ્પેક્ટ્રમ. લૉ બેન્ડ સ્પેક્ટ્રમમાં સ્પીડ 100 Mbps(મેગાબિટ્સ પ્રતિ સેકન્ડ) સુધી સીમિત હોય છે. મિડ-બેન્ડ સ્પેક્ટ્રમ લૉ બેન્ડની તુલનાએ હાઈસ્પીડ આપે છે.
જો કે તેમાં કવરેજ એરિયા અને સિગ્નલની મર્યાદાઓ છે હાઈ-બેન્ડ સ્પેક્ટ્રમમાં સ્પીડ 20 Gbps(ગીગાબાઈટ પ્રતિ સેકન્ડ) થઈ જાય છે. આ પહેલી વખત નથી કે જ્યારે 5Gને પક્ષીઓની સાથે થયેલી દુર્ઘટના માટે જવાબદાર માનવામાં આવે છે.
View this post on Instagram
ડેઈલી સ્ટારના રિપોર્ટ મુજબ વેલ્સના પેમ્બ્રોકશાયરમાં વોટરસ્ટોનથી હેઝલબીચ વચ્ચેના રસ્તા પર બનેલી આ ઘટનાએ લોકોને ચોંકાવી દીધા. લોકોના જણાવ્યાં મુજબ તેમણે જોયું કે વેલ્સમાં રસ્તા પર અનેક પક્ષીઓ મૃત અવસ્થામાં પડ્યા છે. કેટલાક લોકોએ એવો દાવો કર્યો કે નજીકના ડ્રેગન LNG ગેસ કંપનીના પ્લાન્ટમાં લીક થવાને કારણે આવું થયું છે પરંતુ વેલ્સ ઓનલાઈનના અહેવાલ મુજબ દરેક જણ સહમત નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!