સૌથી મોટા સમાચાર / અમદાવાદમાં સવારથી જ IT વિભાગનું ગુપ્ત સર્ચ ઓપરેશન, જુઓ આ મોટા ગ્રુપ પર IT ટીમના દરોડા પડતા અનેક મોટા માથાઓ દોડતા થયા

ટોપ ન્યૂઝ અમદાવાદ

અમદાવાદમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. અમદાવાદના લગભગ 31 સ્થળો પર આઇટી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. બાગબાન ગ્રુપ પર આઇટીની ટીમ ત્રાટકી છે. વિવિધ વિસ્તારો અને ઓફિસોમાં તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે.

31 સ્થળો પર ITનું સર્ચ ઓપરેશન
બાગબાન ગ્રુપ સામે આઇટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. આ ગ્રુપ જર્દા, પેકેજિંગ,કન્સ્ટ્રકશન અને FMCG સાથે સંકળાયેલું છે. કૌશિક, રાજેન્દ્ર અને તેજસ મજેઠિયાને ત્યાં તપાસ કરવામાં આવી રહી છે. સિંધુભવન પર આવેલી ઑફિસ અને બંગલામાં પણ આઇટીની ટીમ તપાસ કરી રહી છે.

બાગબાન ગ્રુપએ તમાકુ વ્યવસાય સાથે સંકળાયેલુ છે. આ ગ્રુપ જર્દા, પેકેજિંગ,કન્સ્ટ્રકશન અને FMCG સાથે સંકળાયેલુ છે એટલે કે આ ગ્રુપની જેટલી પણ ઑફિસો છે ત્યાં આઇટી દ્વાર સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.

મજેઠિયા બંધુઓનું બેંક એકાઉન્ટ, બેનામી વ્યવહારો, અપ્રમાણસર મિલકત તથા દસ્તાવેજોને લઇને હાલમાં ચકાસણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ મજેઠિયા બંધુઓને ત્યાં પોલીસ પ્રોટેક્શન સાથે આઇટીના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.