તમે જાણતા જ હશો કે ગઈ કાલે PM મોદી પંજાબના ફિરોઝપુરમાં એક રેલીને સંબોધિત કરવા જવાના હતા, જેમાં તેના રૂટ માં પહેલા વાતાવરણ ના લીધે અડચણ ઉભી થઇ હતી જેના લીધે તેઓ બીજા રસ્તા પર થી જવાનું નક્કી કર્યું હતું. ત્યારે અચાનક જ એ રસ્તા પર પ્રદર્શનકારી ખેડૂતો એકાએક વિરોધ કરવા આવી જતા PMનો કાફલો એક ફ્લાયઓવર પર લગભગ 20 મિનિટ સુધી અટકી ગયો હતો. જેને PM ની સુરક્ષા ની મોટી ભૂલ ગણવામાં આવી રહી છે.
ત્યારે મોટા સવાલો એ ઉભા થાય છે કે આ રૂટ ની જાણકારી માત્ર તેની સિકયુરિટી ને જ ખબર હોય છે તો આ રૂટ શું લીક થયો હતો?, કોણ છે એ વ્યક્તિ જેને આ રૂટ ને લીક કર્યો હતો ? આવા સવાલો અત્યારે પંજાબ સરકાર તરફ પડી રહ્યા છે. તમને જણાવી દઈએ કે જો PM મુખ્ય રૂટ માર્ગ માં કોઈ અડચણ આવે તો PMના કાફલાને લઈને વૈકલ્પિક માર્ગ નક્કી જ હોય છે.
એડીજીપીના પત્રથી મોટો ખુલાસો
એડીજીપીના પત્ર મુજબ પંજાબ સરકાર ખેડૂતોના પ્રદર્શનની પહેલાથી જ વાકેફ હતી. એડીજીપીએ પંજાબ પોલીસને લખેલા પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, 5મીએ વરસાદની આગાહી સાથે ખેડૂતોની ધરણા છે, તેથી વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે.
પંજાબ સરકારના દાવાની ખુલી પોલ
એટલે કે પંજાબના એડીજીપી ‘લો એન્ડ ઓર્ડર’ના પત્રથી પંજાબ સરકારના દાવાઓનો પર્દાફાશ થયો હોવાનું સ્પષ્ટ થયું છે. જણાવી દઈએ કે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ દાવો કર્યો હતો કે, પીએમ મોદી રોડ માર્ગે ફિરોઝપુર જઈ રહ્યા છે તેની તેમને કોઈ માહિતી નથી. સીએમ ચન્નીએ કહ્યું હતું કે, પીએમ મોદીની સુરક્ષામાં કોઈ ખામી રહી નથી.
રાષ્ટ્રપતિ કોવિંદે સુરક્ષામાં ભંગ પર ચિંતા વ્યક્ત કરી હતી
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પંજાબ મુલાકાત દરમિયાન સુરક્ષામાં ખામી હોવાના મામલે ચિંતા વ્યક્ત કરી છે. આ પછી પીએમ નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિને મળવા તેમના સત્તાવાર નિવાસસ્થાને પહોંચ્યા હતા.
વળી, PM ને જે જગ્યા પર 20 મિનિટ રોકાવું પડ્યું હતું તે ખુબજ અસુરક્ષિત માનવામાં આવી રહ્યો છે. પંજાબમાં ફિરોઝપુર જિલ્લાની અંદર મુદકીની પાસે નેશનલ હાઈવે હાઈલી સેન્સેટિવ ઝોન છે. અહીંથી ભારત – પાકિસ્તાનની ઈન્ટરનેશન બોર્ડર માત્ર 30 કિલોમીટર જ દૂર છે અને આ એરિયામાં સતત ટિફિન-બોમ્બ અને અન્ય વિસ્ફોટક પદાર્થ મળતા રહે છે. એવામાં PM ને ત્યાં રોકાવું પડ્યું હતું ત્યારે પંજાબ માં PM ને જે સિક્યુરિટી મેળવી જોઈએ તે મળી ન હતી અને પોલીસ બંધોબસ્ત પણ કઈ ખાસ ન હોવાનું જાણવા મળી રહ્યું છે.
લુધિયાણા અને પઠાનકોટમાં હાલમાં થયેલા બોમ્બવિસ્ફોટ પછી આખું પંજાબ હાઈ એલર્ટ પર છે. જે જલાલાબાદ વિસ્તારમાં 15 સપ્ટેમ્બર 2021માં બ્લાસ્ટ થયો એ પણ ફિરોઝપુરની નજીક છે અને NIAની તપાસમાં સ્પષ્ટ થઈ ગયું છે કે આ આતંકી હુમલો હતો.
મળતી માહિતીઓ અનુસાર સિનિયર એડવોકેટ મનિંદર સિંહે આ મામલામાં જાહેરહિત સાથે સંકળાયેલી અરજી દાખલ કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રકારની સુરક્ષામાં ચૂક સ્વીકાર્ય નથી. અરજીમાં સિનિયર એડવોકેટ મનિંદર સિંહે પંજાબ સરકારને ઉચિત નિર્દેશ આપવા, આ માટે જવાબદાર લોકો સામે કડક પગલાં લેવાની માગ કરી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતીઓ અનુસાર PM મોદી નો રૂટ લીક થયા હોવા ની પુષ્ટિ થઇ ગઈ છે. પ્રદર્શનકરી એ જાતેજ કેમેરા સામે આ વાત કહી હતી, રૂટ અંગે પ્રદર્શનકારીઓને અગાઉથી જ જાણકારી મળી ગઈ હતી. ત્યાર બાદ તેમને નજીકના ગામ પ્યારેઆણામાં સ્પીકરથી જાહેરાત કરી ભીડ એકત્રિત કરીઅને સમગ્ર માર્ગ ચક્કાજામ કરી દીધો. ત્યાં સુધીમાં અનેક ખેડૂત સંગઠન પણ ત્યાં આવી ચૂક્યાં હતાં. અગાઉ તેઓ ફક્ત રેલીમાં જઈ રહેલા ભાજપના કાર્યકરોની બસોને અટકાવતા હતા.
અન્ય એક પ્રદર્શનકારી એ કીધું કે ” અમે પુલને જામ કરીને જ રાખ્યો હતો. અમે ભાજપના કાર્યકર્તાઓના કાફલાને પણ અટકાવી દીધો હતો. ત્યાર બાદ અમને જાણ થઈ કે વડાપ્રધાન બઠિંડા રોડથી મેગા હાઈવે પર આ રૂટથી આવી રહ્યા છે તો અમે તાત્કાલિક નજીકના પ્યારેઆણાના સ્પીકરોથી જાહેરાત કરી કે PM અહીંથી આવી રહ્યા છે. આ ઉપરાંત સૌને મેસેજ કરીને બોલાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ અમે ટ્રોલી લગાવી ફ્લાય ઓવરને સંપૂર્ણપણે જામ કરી દીધો. ત્યાર બાદ PM મોદીને ત્યાંથી પરત ફરવું પડ્યું.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!