પિતા જ ‘પાપી’ નીકળ્યો / સુરતમાં 10 વર્ષની દીકરી પર સગા પિતાએ દુષ્કર્મ આચર્યું, જુઓ એકલતાનો લાભ લઇ માસુમ સાથે નરાધમે કરી એવી હરકત કે જાણીને તમારું લોહી ઉકળશે

ટોપ ન્યૂઝ સુરત

સુરતના સરથાણામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચનાર પિતા જ હોવાનું પોલીસ તપાસમાં બાળકીએ ભાંડો ફોડતાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે પોલીસે રાત્રે જ નરાધમ પિતાની ધરપકડ કરી લીધી હતી. પિતાના નિવેદનને લઈ દુષ્કર્મ આચનાર અજાણ્યા ઇસમની કહાની બનાવનાર પિતા રાત્રે જ પોલીસની શંકાના દાયરામાં આવી ગયો હતો. એક અઠવાડિયા પહેલાં પણ પિતાએ પોતાની જ બાળકીને નિશાન બનાવવાનો પ્રયાસ પણ કર્યો હોવાનું સામે આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે બાળકીના ગુપ્તાંગમાંથી ઈજાને કારણે અતિશય લોહી નીકળતું હોવાથી ઓપરેશન કરી ચાર ટાંકા લેવાની પણ ફરજ પડી હતી.

માસુમ બાળકીના પ્રાઈવેટ પાર્ટનું ઓપરેશન કરવું પડ્યું
માસૂમ બાળકીને સ્મિમેર હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી ત્યારે ગુપ્તાંગમાંથી અતિશય લોહી નીકળતું હોવાને કારણે સીએમઓ દ્વારા તાત્કાલિક ગાયનેક વિભાગ તથા પીડિયાટ્રિક વિભાગ તથા સર્જરી વિભાગના તબીબોને જાણ કરવામાં આવી હતી. બાળકીને ગુપ્તાંગના ભાગમાં ઇજા થઇ હોવાને કારણે ઓપરેશન કરી તેને ચાર ટાંકા લેવાની પણ ફરજ પડી હતી. હાલમાં 10 વર્ષની માસૂમ બાળકીને સ્મિમેરમાં આઇસીયુમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે.

નરાધમ બાપે જ માત્ર દસ વર્ષની સગી દીકરી પર બળાત્કાર ગુજાર્યા બાદ પણ જાણે આ હવસખોરને કોઈ અફસોસ ના હોય એમ પોતાનું પાપ છુપાવવા માટે માસૂમને ડરાવીધમકાવીને પોતે બનાવેલી કહાની જ પોલીસ સમક્ષ રજૂ કરવા માટે પણ દબાણ કર્યું હતું. નરાધમ બાપે બપોરના સમયે એક અજાણ્યો ઈસમ, જેના લાંબા વાળ અને કાનમાં બૂટી પહેરેલી તથા બ્લેક કલરનું ટી-શર્ટ પહેર્યું તેમજ નેપાળી જેવો દેખાતો હોવાનો કહાની બનાવી હતી. તેને આ જ કહાની પોલીસ અને ડોક્ટર સમક્ષ જણાવવા માટે પણ મજબૂર કરી હતી, પરંતુ મોડી રાત્રે બાળકીએ પોલીસને સમગ્ર હકીકત જણાવી દીધી હતી.

હેવાન પિતા જ શંકાના દાયરામાં આવ્યા
પી.કે.મલ (જોઈન્ટ પોલીસ કમિશનર સુરત)એ જણાવ્યું હતું કે મોડી રાત્રે સમગ્ર બનાવમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડતા થઇ ગયા હતા. પોલીસે સમગ્ર બનાવમાં આજુબાજુના તમામ સીસીટીવી કેમેરાઓ તપાસવાની કામગીરી શરૂ કરી હતી. સીસીટીવી કેમેરાની તપાસ દરમિયાન તેના પિતા જ શંકાના દાયરામાં આવ્યા હતા. સવારે નવ વાગે બાળકીના મામા તેના ઘરે આવ્યા હતા, પરંતુ સાડાદસ વાગ્યાના અરસામાં તેઓ જતા રહ્યા બાદ 12.09 વાગે તેના પિતા ઘરમાં આવ્યા એવું સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું.

પિતા ઘરની બહાર નીકળ્યા હોવાનું પણ સીસીટીવી કેમેરામાં દેખાતાં આખરે પોલીસે મોડી રાતથી તેના પિતા પર શંકા હોવાને કારણે તેની ઊલટ પૂછપરછ કરવાની સાથે સાથે તેને પોલીસ અટકાયતમાં જ રાખ્યા હતા. આ દરમિયાન મોડી રાત્રે બાળકીએ સમગ્ર હકીકત પોલીસને જણાવતાં પોલીસે તેના પિતાની ધરપકડ કરી આગળની હાથ ધરી છે.

માતાને દૂર કરી પોલીસે બાળકીની પૂછપરછ કરી
જોઈન્ટ પોલીસ કમિશનરે ઉમેર્યું હતું કે બાળકીને સારવાર માટે લાવવામાં આવી ત્યારે તેની સાથે તેની માતા અને પિતા બંને હતાં. શરૂઆતમાં પિતાએ ઇમર્જન્સી વિભાગમાં તબીબને ઘ૨માં બનાવેલી પોતાની કહાની તબીબો સમક્ષ રજૂ કરી હતી. તબીબોએ બાળકીને ગુપ્તાંગના ભાગમાંથી લોહી નીકળતું હોવાને કારણે તાત્કાલિક તેમની સારવાર શરૂ કરી હતી અને આઈસીયુમાં દાખલ કરી હતી, પરંતુ મોડી રાત્રે પોલીસે બાળકીની માતાને બહાર મોકલી તેની પૂછપરછ હાથ ધરી હતી.

પિતાએ બાળકીને ડરાવીધમકાવી હતી
બાળકીએ આ કરતૂત પાછળ અન્ય કોઈ અજાણી વ્યક્તિ નહીં, પરંતુ તેના પિતાની જ પાપલીલા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત આ સમગ્ર કહાની બનાવવા પાછળ પણ તેના પિતાનો જ હાથ હોવાનું જણાવ્યું હતું. તેના પિતાએ તેને ડરાવીધમકાવીને પોતાનું નામ લેવાની જગ્યાએ તેના દ્વારા કહેવામાં આવેલી કહાની જ પોલીસ અને ડોક્ટર સમક્ષ બોલવા માટે દબાણ કર્યું હોવાની પણ તેણે કબૂલાત કરી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.