કહાની પ્રેમની છે. બે અલગ-અલગ દેશોમાં રહેતા લોકો ઈન્સ્ટાગ્રામ પર ચેટ કરે છે. 6 મહિના સુધી લાંબી વાતચીત ચાલે છે. યુવક 140 કિલોનો છે અને યુવતી દેખાવે સુંદર છે. બંનેની આ જોડીને ટ્રોલર્સે ખૂબ ટ્રોલ કરી. પરંતુ હજી પણ તેઓ બંને સાથે છે. બંનેનુ એક સુંદર બાળક ઓલિવર પણ છે.
બે અલગ-અલગ દેશોમાં રહેતા લોકોની પ્રેમ કહાની : મીડિયા રિપોર્ટસ મુજબ, 26 વર્ષની સિએના કીરા ઓસ્ટ્રેલિયાની રહેવાસી છે. તો 27 વર્ષનો જ્યોર્જ કીવુડ યુકેમાં રહે છે. જ્યોર્જ વ્યવસાયે અભિનેતા છે. પરંતુ ટીકાકારોને આ સુંદર કપલ પસંદ ના આવ્યું. બંને હવે ટિકટોક પર ખૂબ પ્રખ્યાત છે. બંનેની મુલાકાત ઈન્સ્ટાગ્રામ પર થઇ હતી. ઈન્સ્ટાગ્રામ પર બંનેની વાત 6 મહિના સુધી ચાલી હતી જ્યોર્જ કીવુડે બીબીસી પર કોમેડી સીરીઝ પીપલ જસ્ટ ડૂ નથિંગમાં પણ કામ કર્યુ છે.
ઘણાં યુઝર્સ આ પ્રેમ કહાનીના કરે છે વખાણ : આ દરમ્યાન સિએનાએ પોતાની સેક્સ લાઈફ અંગે કહ્યું, આ બેસ્ટ છે. તેમણે આ અંગે ટીકાકારો માટે એક વીડિયો પણ જાહેર કર્યો છે. તેમણે એવુ પણ જણાવ્યું કે તેઓ એકબીજા સાથે ખૂબ પ્રેમ કરે છે.
પોતાના પુત્રને પણ બંને ખૂબ પ્રેમ કરે છે. કેટલાંક ટીકાકારો તેમની નિંદા કરે છે તો કેટલાંક લોકો તેમને સોશિયલ મીડિયામાં ટિકટૉક કપલ પણ કહે છે. અમુક લોકો જ્યોર્જના વજનને લઇને મજાક ઉડાવે છે, પરંતુ ઘણાં યુઝર્સ એવા પણ છે, જે તેમના વખાણ કરે છે.
જાણો યુવતીએ શું કહ્યું : સિએના કહે છે, હું પોતાના પ્રેમ માટે ઓસ્ટ્રેલિયાથી યુકે આવી ગઇ. અમે લોકોએ પહેલાં 6 મહિના સુધી વાતચીત કરી હતી. તેમણે એવુ પણ કહ્યું કે અમે એવુ ઈચ્છીએ છીએ કે અમે જેવા છે, લોકો અમને એવો જ પ્રેમ કરે.
View this post on Instagram
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!