AAP ઇલેક્શન મોડમાં / જુઓ આ બધા મુદ્દાઓના આધારે 2022ની ચૂંટણી લડવા દિલ્હી AAPનાં નેતા ગુજરાતની મુલાકાતે, દિલ્હી મોડલના આધારે તૈયાર કરશે રોડ મેપ, જુઓ દિલ્હીના આ નેતાએ આ કરી મોટી જાહેરાત

ગુજરાત ટોપ ન્યૂઝ

દિલ્હીમાં શિક્ષણ ક્રાંતિ લાવનારાં આતિશી માર્લેના ગુજરાતના શિક્ષણપ્રેમીઓ સાથે કરશે સંવાદ

આજે દિલ્હીના AAPનાં ધારાસભ્ય અને શિક્ષણ-ક્રાંતિની નાયિકા આતિશી માર્લેના બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. તેઓ દિલ્હીમાં સતત બે ટર્મથી AAPના વિજય પાછળ શિક્ષણનીતિ મહત્ત્વના બની રહ્યાં છે, ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારીઓ કરી રહી છે. એ સમયે દિલ્હીમાં શિક્ષણ ક્રાંતિ લાવનારાં આતિશી ગુજરાત મુલાકાત દરમિયાન ગુજરાતની શિક્ષણ નીતિ-પદ્ધતિ અને કામગીરી અંગેનો અભ્યાસ કરશે, એ પછી આગામી ચૂંટણીમાં શિક્ષણના મુદ્દે આપનો રોડ મેપ તૈયાર કરશે. આતિશી અમદાવાદના શિક્ષણપ્રેમીઓ અને તજજ્ઞો સાથે બે કલાક સુધી સંવાદ પણ કરવાનાં છે.

શું છે આતિશી માર્લેનાના ગુજરાત પ્રવાસનું કારણ? : આજે બપોરે તેઓ અમદાવાદ એરપોર્ટ આવી પહોચ્યાં છે. એરપોર્ટથી તેઓ AAPના ગુજરાત પ્રદેશ કાર્યાલયની મુલાકાતે જશે તેમજ અમદાવાદની એક હોટલમાં શિક્ષણ સંવાદ કાર્યક્રમમાં હાજરી પણ આપશે. ત્યાર બાદ ગાંધીનગરની કર્ણાવતી યુનિવર્સિટીમાં યુથ પાર્લમેન્ટને સંબોધન કરશે. આતિશી ગુજરાત દિલ્હીના શિક્ષણ મોડલ અને ગુજરાતના શિક્ષણ મોડલ અંગે શિક્ષણના તજજ્ઞો સાથે સંવાદ કરીને આપની નવી ચૂંટણી રણનીતિ અંગેની તૈયારીઓ પણ કરશે. ત્યાર બાદ તેઓ આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતાઓ સાથે બેઠકો કરશે. તેઓ શિક્ષણ અને મહિલાઓના પ્રશ્નો અંગેની પણ ચર્ચા કરશે.

ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત મેળવી : છેલ્લા દોઢએક વર્ષથી આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પગપેસારો કર્યો છે, જેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં AAPએ ભાજપ-કોંગ્રેસનો મુકાબલો કરી સુરત મહાનગરપાલિકા સહિત જિલ્લા-તાલુકા પંચાયતોમાં પણ બેઠકો મેળવી હતી. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આપ માટે સત્તાધારી ભાજપ સહિત વિરોધપક્ષ કોંગ્રેસનો પણ મુકાબલો કરવાનો છે. આપ વિધાનસભાની ચૂંટણીમાં દિલ્હીના કેજરીવાલ મોડલને મુખ્ય મુદ્દે બનાવી પ્રજાનો વિશ્વાસ હાંસલ કરવા માટે આગળ વધી રહી છે ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ સહિતના નેતાઓની ગુજરાતની અવરજવર વધી ગઈ છે.

આપની જીત પાછળ શિક્ષણ-આરોગ્ય-વીજળીના મુદ્દાઓ મહત્ત્વના : દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકારે જનતાના પ્રશ્ચો ઉકેલવાનાં કરેલાં કામોની સામે ગુજરાતની જનતાના પ્રશ્ચોની સમીક્ષા કરવામાં આવી રહી છે. ખાસ કરીને શિક્ષણ-આરોગ્ય અને વીજળીના મુદ્દાઓ દિલ્હીમાં આપની જીતના મુખ્ય મુદ્દાઓ રહ્યા હોવાથી ગુજરાતમાં પણ વીજળી શિક્ષણ અને આરોગ્યના પ્રશ્ચોનો અભ્યાસ કરીને આપના નેતાઓ ગુજરાતમાં પણ દિલ્હી મોડલ અપનાવવાનાં વચનો આપી મતદારોને રીઝવવા માટેની કોશિશ કરી શકે છે.

AAPના ગુજરાત પ્રદેશ પ્રમુખપદેથી ઈટાલિયા હટશે? : સુરતમાં કોંગ્રેસને ટક્કર આપી વિજય થયા બાદ આમ આદમી પાર્ટી ગુજરાતમાં વધુ એક્ટિવ થઈ રહી છે. ત્યારે આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં વધુ તાકાત લગાવી જીત મેળવવા માટે બૂથ લેવલની કામગીરી કરવા માટે તૈયારી ચાલી રહી છે. ઈસુદાન ગઢવીએ પત્રકારત્વ છોડીને આપમાં જોડાયા છે, જ્યારે સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ મહેશ સવાણીએ પણ આપની ટોપી પહેરી છે. જોકે ગઈકાલે AAPએ જાહેર કરેલા નવા સંગઠનના માળખામાં લોકગાયક કલાકાર વિજય સુંવાળા સહિત ત્રણ પ્રદેશ ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. સાગર રબારીને પ્રદેશ મહામંત્રીનો હોદ્દો આપવામાં આવ્યો છે, જોકે AAPના નેતા ઈસુદાન ગઢવી અને મહેશ સવાણીને સંગઠનમાં કોઈ હોદ્દો આપવામાં આવ્યો નથી, સાથે એવી પણ ચર્ચા છે કે 2022ની ચૂંટણી પહેલાં ગોપાલ ઈટાલિયાને ગુજરાત AAPના પ્રદેશ પ્રમુખના પદેથી હટાવીને કોઈ સિનિયર નેતાને સ્થાન આપી શકે છે.

વિધાનસભાની ચૂંટણીમાં તાકાત લગાવી બૂથ લેવલની કામગીરીની તૈયારી : આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીના મેમ્બર છે અને ગુજરાતમાં હાલમાં તેમને જવાબદારી નથી સોંપાઇ. તેમને ભવિષ્યમાં ગુજરાતની વિશેષ જવાબદારી સોંપવામાં આવશે. એ રીતે મહેશ સવાણીને પણ પ્રદેશમાં પાર્ટીના નેતાની જવાબદારી સોંપાશે. આજે પ્રદેશથી લઈ નગર સુધીના નેતાઓની મળેલી બેઠકમાં પ્રદેશના નેતાઓ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલજીની મુલાકાત કરી આવ્યા બાદ ત્યાં થયેલી ચર્ચા વિશે વાતચીત થઈ હતી. 22 ટકા જનતાએ પરિવર્તનની રાજનીતિ, એટલે કે આમ આદમી પાર્ટીને વોટ આપ્યો છે, ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં વધુ તાકાત લગાવી જીત મેળવવા માટે બૂથ લેવલની કામગીરી કરવા માટે તૈયારી કરવા જણાવ્યું હતું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.