અમદાવાદના પરિવારને નડ્યો કાળ, જુઓ દર્દનાક અકસ્માતમાં 3 લોકોના એવા કરુણ મોત થયા કે જાણીને તમારા હોશ ઉડી જશે

અમદાવાદ ટોપ ન્યૂઝ

વડોદરાના નેશનલ હાઇવે 48 પરના વરણામાં નજીક દર્દનાક અકસ્માત સર્જાયો છે. ફોર વ્હીલ ગાડી અને કન્ટેનર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર, અમદાવાદના ગોંડલીયા પરિવારને વરણામાં નજીક ગમખ્વાર અકસ્માત સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગોંડલીયા પરિવાર અમદાવાદથી ફોર વ્હીલ ગાડીમાં મુંબઈ જઈ રહ્યો હતો અને ફોર વ્હીલ ગાડીમાં 5 વ્યક્તિઓ સવાર હતા.

આ અકસ્માતમાં ત્રણ લોકોના દર્દનાક મોત થયા છે જ્યારે બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. અકસ્માતના લીધે વરણામાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વરણામાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ગમખ્વાર અકસ્માતમાં એક પરિવારના ત્રણ લોકોના મોત થયા છે. જેમાં મહેશભાઈ નાનજીભાઈ ઉંમર વર્ષ 44, નિયતી ગોંડલીયા ઉંમર વર્ષ 12, સંગીતાબેન મિતેષભાઈનો સમાવેશ થાય છે.

સમગ્ર ઘટના અંગે સામે આવેલી વિગતો મુજબ નીતેષભાઇ સવજીભાઇ ગોંડલીયા જેઓ મુંબઇમાં રહે છે અને મૂળ તેઓ અમરેલીના રહેવાસી છે. તારીખ 15-01-2023 ના રોજ પત્ની સંગીતાબેન તથા છોકરી નીયતીબેન તથા દીકરા પુર્વ તથા સાળા મહેશભાઇએ રીતેનાં પાંચેય લોકો અમદાવાદથી મુંબઇ જઈ રહ્યા હતા.

તે વખતે સાંજનાં છ વાગ્યા આજુબાજુ નેશનલ હાઈવે નંબર 48 ઉપર વરણામા ગામની નજીકમાં ગુરૂ નાનક હોટલથી થોડે આગળ ફોર વ્હીલ ગાડી અને કન્ટેનર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો.

મહત્વનું છે કે, આ ટક્કર એટલી જોરદાર હતી કે કાર આગળ ચાલતા ટ્રેલરના પાછળનાં ભાગમાં ઘુસી ગઈ હતી. જેથી ડ્રાઇવર સીટની બાજુમાં બેસેલ મહેશભાઇ નાનજીભાઇ બાંભરોલીયા ઉ.વ. 44 તથા નીતેશભાઈની દીકરી નીયતી ગોંડલીયા ઉ.વ. 12 નાઓને શરીરે ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ બન્નેના ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત નિતેશભાઈના પત્ની સંગીતાબેનને માથાનાં ભાગે તેમજ ચહેરાનાં ભાગે ગંભીર ઇજાઓ પહોચી હતી જેને કારણે તેણે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટનાને લીધે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *