અરે બાપરે…બિચારા માસુમનો શું વાંક / જુઓ સુરતમાં 7 દિવસના બાળકને ત્યજી દેવાયું, જુઓ હર્ષ સંઘવી પોલીસને આપ્યા આ મોટા આદેશ

ટોપ ન્યૂઝ સુરત

સુરતમાં સાત દિવસના બાળકને ત્યજી દેવાની ઘટના સામે આવી છે. આ બાળક ડિંડોલી-સણીયા રોડ પર એક ખેતરમાં મળી આવ્યું છે.

હજુ પણ બાળક ત્યજી દેવાની ઘટના માં અંકુશ આવ્યો નથી. શિવાંશ થી લઈને પછી ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હાલમાં જ સુરતમાં ફક્ત 7 દિવસના જન્મેલા બાળકને ત્યજી દેવાની ઘટના સામે આવી છે. હર્ષ સંઘવી બાળકો પ્રત્યે ખુબ લાગણી ધરાવે છે. ત્યારે એના પોલીસને કડક આદેશ આપ્યા છે.

સુરતમાં એક 7 દિવસના બાળકને ત્યજી દેવાની ઘટના સામે આવી છે. શહેરના ડિંડોલી-સાણીયા રોડ પર આવેલા એક ખેતરમાં સાત દિવસું બાળક મળી આવ્યું છે. એક ખેતરમાં બાળકને પડેલું જોઈએ મજૂર મહિલાઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. હાલ તો બાળકને 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. બાળકને અહીં પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે.

પોલીસે શરૂ કરી તપાસ : પ્રાપ્ત વિગત અનુસાર સુરતના ડિંડોલી-સણીયા રોડ પર આવેલા એક ખેતરમાં કોઈ જનેતા પોતાના 7 દિવસના બાળકને ત્યજીને જતી રહી હશે. ત્યારે ત્યાં કામ કરતી મજૂર મહિલાઓની નજર આ બાળક પર પડી હતી. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે અહીં પહોંચીને બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યુ છે. ડિંડોલી-સણીયા રોડ પરથી મળેલા બાળકની નાળમાં ક્લેપ છે. હાલ તો પોલીસે કોણ આ બાળકને મુકી ગયું છે અને બાળક કોનું છે તે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

સુરત પોલીસ આ કેસ પર જલ્દીથી જ ઉકેલ લાવશે, કારણ કે હજુ સુધી આ બાળકના માતા-પિતા કોણ છે એ સામે આવ્યું નથી. બાળક અત્યારે સુરક્ષિત અને સ્વસ્થ છે. આ ઘટનાનો ભેદ જલ્દી જ ઉકેલાશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.