ખુલ્લેઆમ ગુંડાગર્દી / સુરતમાં દરેક ગલીમાં છે કાલીન ભૈયા, જુઓ મોબાઈલ ચોરીની શંકાએ યુવકને ઢોર માર મારી ઉપરથી રેમ્બો છરીથી છૂંદી નાખ્યું યુવકનું શરીર : જુઓ ખૌફનાખ CCTV ફૂટેજ

ટોપ ન્યૂઝ સુરત

સુરત શહેરમાં હત્યાઓનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ગુરૂવારે સવારે 4 વાગે ત્રણ જણાએ એક યુવક પર મોબાઈલ ચોરીની શંકા રાખીને તેને ઢોર માર માર્યા બાદ તેની રેમ્બો છરો મારીને તેની હત્યા કરી નાખી હતી. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે એક કિશોરની અટકાયત કરવામાં આવી છે.

મૃતક પરિવારનો મોટો દીકરો હતો
પુણા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર, મૂળ દાહોદના ભાઠીવાડા ગામના વતની રમેશભાઈ જીતાભાઈ મેડા હાલ સુરતમાં પરવત ગામ ખાતે ગીતાનગર સોસાયટી પાસે સુમન આવાસમાં પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની દલકીબેન ઉપરાંત 4 સંતાન છે. તેમાં સૌથી મોટો દીકરો નિરજ(20 વર્ષ) હતો. દલકીબેન શાકભાજી વેચવાનું કામ કરે છે. રમેશભાઈ મજુરી કામ કરે છે.

આવાસના ગેટ પાસે લોહીલુહાણ પડેલો હતો
ગુરૂવારના રોજ સવારે નિરજ સરદાર માર્કેટ જાવું છું કહીને ઘરેથી નીકળ્યો હતો. બાદમાં દલકીબેન પણ સરદાર માટે નીકળ્યા હતા. બાદમાં ઓળખીતાએ કહ્યું કે નિરજને 3 છોકરાઓ સાથે ઝઘડો થયો છે. ત્યારબાદ તેમના સંબંધીએ ફોન કરીને જણાવ્યું કે નિરજ ઘર પાસે પડેલો છે. તેને ચપ્પુ વાગ્યું છે. તેથી બધા ઘર પાસે ગયા ત્યાં આવાસના ગેટ પાસે નિરજ લોહીલુહાણ પડેલો હતો. સારવાર માટે સ્મીમેર લઈ જવાયો હતો.

ગળા તથા છાતીના ભાગે 4 અને પીઠના ભાગે 1 ઘા ઝીંક્યા
સારવાર દરમિયાન નિરજનું મોત નિપજ્યું હતું. નિરજના આખા શરીરે માર મારવાના નિશાન હતા.તેમજ તેના ગળા તથા છાતીના ભાગે રેમ્બો છરાના ચાર ઘા, પીઠના ભાગે એક ઘા હતો.દલકીબેને પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઇન્સ્પેક્ટર વી.યુ.ગડરિયાએ તપાસ કરતા માહિતી મળી કે સરદાર માર્કેટમાં ગાળા નંબર બી-0607 પાસે કેટલાક અજાણ્યાઓએ એક યુવકને માર મારતા હતા.

આઈફોન-11 ચોરી થયો હતો જે અંગેની શંકા હતી
તપાસ કરતા ત્યાંથી સીસીટીવી ફુટેજમાં કેટલાક લોકો મારતા દેખાયા હતા. તે દરમિયાન બાતમી મળી કે માર્કેટ વિસ્તારમાં રહેતા સંતોષ ઉર્ફ કાળું પટેલ અને અર્જુન રાઠોડે નિરજને માર માર્યો છે. તેથી પોલીસે સંતોષ અને અર્જુન તથા તેની સાથેના એક કિશોરની અટકાયત કરી હતી. તપાસમાં જણાયું કે આરોપી સંતોષના આઈફોન-11 ચોરી થયો હતો જે અંગેની શંકા હતી.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/02/25/whatsapp-video-2022-02-25-at-104339-am_1645766173/mp4/v360.mp4 )

નિરજ સરદાર માર્કેટ જવાનું કહીં ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ તેની માતા પણ સરદાર માર્કેટ જવા નીકળ્યા હતા. ત્યારબાદ સંબંધીએ તેમને ફોન કરી કહ્યું કે, નિરજને ચપ્પુ વાગ્યું છે. અને તે ઘર પાસે પડેલો છે. આ વાત સાંભળી માટે માતા ઘર આવી ત્યારે નિરજ લોહીલુહાણ હાલતમાં પડેલો હતો. સ્મીમેર હોસ્પિટલ લઈ જતાં સારવાર દરમિયાન મોત થયું હતું.

પીએસઆઈ રાજપૂત એ જણાવ્યું હતું કે ઘટનાની શરૂઆત સરદાર માર્કેટથી થઈ હતી. ચાની લારી પરથી મોબાઈલ ચોરીના વહેમમાં પહેલા માર મરાયો અને ત્યારબાદ માર્કેટના વેપારીઓએ બહાર કાઢી મુકતા મરનાર ડરી ગયો હતો. પછી મોબાઈલ ઘરે છે કહી હુમલાખોર બન્નેને લીંબાયત તરફ રીક્ષામાં લઈ ગયો, જ્યાં નાટક કરતા ઉશ્કેરાયેલા બન્નેએ યુવકને પતાવી દીધો હતો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.