જો કે હાલમાં યુપીમાં રોડ સેફ્ટી અભિયાન ચાલી રહ્યું છે, પરંતુ રાજધાની લખનઉમાંથી એક વિડીયો સામે આવ્યો છે જે ટ્રાફિક પોલીસની મજાક ઉડાવી રહ્યો છે. લખનઉના પોશ માર્કેટ હઝરતગંજમાં એક યુવક અને યુવતી રસ્તાની વચ્ચે અશ્લીલતાની હદ વટાવતા જોવા મળ્યા હતા. (વિડિઓ નીચે આપેલો છે)
હઝરતગંજના ભીડભાડ વાળા રોડ પર ચાલતી સ્કૂટી પર એક યુવક અને યુવતી રોમાન્સ કરી રહ્યા હતા. આ ખતરનાક સ્ટંટનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, એક યુવક રોડ પર સ્કૂટી ચલાવી રહ્યો છે અને યુવતી તેની સામે બેઠી છે. આટલું જ નહીં, છોકરી પણ છોકરાને વારંવાર કિસ કરતી જોવા મળે છે. ઘણા લોકોએ આ વિડીયોને અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર પણ કર્યો છે. (વિડિઓ નીચે આપેલો છે)
મળતી માહિતી મુજબ, જ્યારે ચાલતી સ્કૂટી પર યુવક અને યુવતી વચ્ચે રોમાન્સ ચાલી રહ્યો હતો ત્યારે તેમના એક બાઇક સવારે તેના મોબાઇલથી આ વિડીયો બનાવ્યો હતો. જે બાદ આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ સમગ્ર મામલે હજુ સુધી પોલીસનું કોઈ નિવેદન સામે આવ્યું નથી.
વાયરલ વિડીયોની નોંધ લેતા હઝરતગંજ પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ વિકી શર્મા તરીકે થઈ છે. આ સાથે એવું પણ જાણવા મળ્યું છે કે જે છોકરી સ્કૂટી પર હતી તે સગીર છે. અશ્લીલતા ફેલાવવા અને શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરવા બદલ વિકી શર્માની ધરપકડ કરવામાં આવી છે.
लखनऊ: जान जोखिम में डालकर कपल ने बीच सड़क पर चलती स्कूटी में फिल्मी अंदाज में किया रोमांस। सोशल मीडिया पर वीडियो हो रहा वायरल pic.twitter.com/1LULEb6fw1
— Gaurav Shukla (@shuklaagaurav) January 18, 2023
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો