આલે લે…બોલિવુડમાં અંદરોઅંદર ડખ્ખામારી / જુઓ આલિયા ભટ્ટ એ સેફ અલી ખાન ના પુત્રને કર્યો રિજેક્ટ, કારણ જાણીને કરીના કપૂર અને તમે પણ ચોંકી જશો

ટોપ ન્યૂઝ બોલિવૂડ

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ ખૂબ જ પ્રતિભાશાળી અભિનેત્રી છે. તેમની ઘણી ફિલ્મો એક પછી એક રિલીઝના આરે છે. તાજેતરમાં જ અભિનેત્રીની ફિલ્મ ‘RRR’નું ટ્રેલર રિલીઝ થયું છે. આલિયા ભટ્ટની આ પહેલી સાઉથ ઈન્ડિયન ફિલ્મ હશે. આ દરમિયાન અભિનેત્રીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે સારા અલી ખાનના ભાઈને રિજેક્ટ કરતી જોવા મળી રહી છે.

આલિયા વિડિયો : આલિયા ભટ્ટે તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે કરીના કપૂરની નકલ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં આલિયા ભટ્ટ કરીનાની ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ના એક ડાયલોગ પર એક્ટિંગ કરતી જોવા મળી રહી છે. આ વિડિયોમાં આલિયા કરીનાની જેમ ક્રોધાવેશ કરતી દેખાઈ રહી છે. વીડિયોમાં આલિયા ભટ્ટ ‘પૂ’ તરીકે જોવા મળી રહી છે અને તેની સામે છોકરાઓની લાઈન જોવા મળી રહી છે. સૈફ અલી ખાનનો પુત્ર ઈબ્રાહિમ અલી ખાન પણ આ લાઈનમાં જોવા મળે છે અને છેલ્લે રણવીર સિંહ પણ આ લાઈનમાં ઉભો છે.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt)

કરીનાના પરિવારનો એક ભાગ : આ વીડિયો પર કરીના કપૂરે આલિયા ભટ્ટના જોરદાર વખાણ કર્યા છે. કરીનાએ આ વીડિયોને ફરીથી શેર કર્યો છે અને લખ્યું છે કે, ‘પૂ, અમારા સમયના અદ્ભુત એક્ટર, માય ડિયર આલિયાથી શ્રેષ્ઠ કોઈ નથી.’ આલિયા, રણવીર સિંહ અને ઈબ્રાહિમ અલી ખાન સિવાય કરીનાએ આ પોસ્ટમાં કરણ જોહરને પણ ટેગ કર્યા છે. રણબીર કપૂર સાથે લગ્નને લઈને ચર્ચામાં રહેલી આલિયા ભટ્ટ ટૂંક સમયમાં કરીનાના પરિવારનો ભાગ બનવા જઈ રહી છે.

આલિયાની ફિલ્મો : આલિયા ભટ્ટના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે ટૂંક સમયમાં એસએસ રાજામૌલીની ફિલ્મ સાથે તેલુગુ સિનેમામાં ડેબ્યૂ કરવા જઈ રહી છે જેમાં તે અભિનેતા રામ ચરણ સાથે સ્ક્રીન શેર કરશે. આ સિવાય તે સંજય લીલા ભણસાલીની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં પણ જોવા મળશે. આલિયાએ તાજેતરમાં જ તેની નવી ફિલ્મ ‘જી લે ઝરા’ની જાહેરાત કરી હતી, જેમાં પ્રિયંકા ચોપરા અને કેટરિના કૈફ પણ હશે. આલિયા ભટ્ટ રણવીર સિંહ સાથે ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં પણ જોવા મળશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.