આ જગ્યાએ ગણપતિ દાદા હાજરાહજૂર બિરાજમાન છે, જુઓ અહીં દર્શને આવતા તમામ ભક્તોના દુઃખ દૂર થઈ જાય છે

ધર્મ

ગુજરાતના ખૂણે ખૂણે નાના મોટા હજારો લાખો મંદિરો આવેલા છે અને આ બધા જ મંદિરોમાં દેવી-દેવતાઓ હાજરાહજૂર બિરાજમાન છે. ગુજરાતના મંદિરોમાં દેવી-દેવતાઓ હાજરાહજૂર હોવાને કારણે લોકો બધા જ તહેવારો ધૂમધામથી ઉજવે છે. હાલમાં ગણેશ ચતુર્થી આવી રહી છે અને તેથી જ લોકો ગણપતિદાદાને તેમના ઘરે બિરાજમાન કરાવતા હોય છે.

એવી જ રીતે આજે આપણે ગણપતિ દાદા ના મંદિર વિશે જાણીએ જે હાલોલના ડેસર ગામે આવેલું છે. આ મંદિરમાં ગણપતિદાદા હાજરાહજૂર બિરાજમાન છે, આ મંદિરમાં ગણપતિદાદા હાથમાં લાડુની ટોકરી લઈને બિરાજમાન છે.

કહેવાય છે કે આ મંદિરમાં ગણપતિદાદા હાજરાહજૂર હોવાને કારણે મંદિરમાં ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં દર્શને આવે છે અને દર્શન કરીને તેમના જીવનમાં આવતા બધા જ દુઃખો દૂર થઈ જાય છે. આ મંદિરના ઇતિહાસની જો વાત કરવામાં આવે તો અહીંથી કાર્તિકેયની જાન નીકળી હતી.

એવામાં અહીંયા જંગલમાં જાન ઉભી રહી હતી અને ત્યારે ગણેશજીને ભૂખ લાગી હતી, તો તેઓ લાડુની ટોકરી લઈને બેસી જાય છે, ત્યારે તેઓની ટીખળ દેવોએ કરી તો ગણપતિદાદા નારાજ થઈને તેઓ અહીંયા બેસી જાય છે.

ગણપતિ દાદા કાર્તિકેય ના લગ્નમાં જવાની ના પાડે છે અને પછી તેઓ અહીંયા જ બેસી જાય છે. આમ ત્યારથી અહીંયા આજ દિન સુધી તેમની પૂજા થાય છે અને ગણપતિ દાદા ના દર્શન કરીને શ્રદ્ધાથી માનતા માંગવામાં આવે તો ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આજે મોટી સંખ્યામાં ભક્તો અહીંયા દર્શને આવે છે અને દર્શન કરીને તેમના દુઃખો દાદા દૂર કરે છે.

ભક્તો અહીંયા ચોથા દિવસે પણ ઘણી મોટી સંખ્યામાં દર્શને આવે છે. ગણપતિ દાદા હાજરાહજૂર હોવાને કારણે લોકો ત્યાં દર્શન કરવા આવે છે અને શ્રદ્ધાથી માનતા માને છે અને શ્રદ્ધાથી માનતા માનવાથી તેમના દુઃખો દાદા દૂર કરે છે અને માનતા પણ પૂરી કરે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *