રોલા પાડતા લુખ્ખાનો આંતક / જુઓ ‘ડોન’ કે ‘ભાઈ’ બનવાની લતમાં અમદાવાદમાં 1000 હજારથી પણ વધુ ગુંડા કરે છે ગલીએ ગલીએ આવું કામ, જુઓ આવા હરામીઓનો શું હાલ થયો એ…

ગુજરાત ટોપ ન્યૂઝ

અમદાવાદના નિર્ણયનગરની નંદનવન આવાસ યોજનામાં રવિવારની રાતે ટપોરી ગેંગે રીતસર આતંક મચાવી સંખ્યાબંધ વાહનોની તોડફોડ કરી હતી. શહેરમા ગલી,મહોલ્લે લુખ્ખાઓ સશસ્ત્ર મચાવે છે આતંક

સમાજના કેટલાક માન‌િસક રીતે ભટકેલા યુવકોમાં તેમના વિસ્તારના ડોન, ભાઇ, બાપ બનવાનો ક્રેઝ એટલો બધો જાગ્યો છે કે જેના કારણે શહેરમાં લો એન્ડ ઓર્ડરનાં ધજ્જિયા સરેઆમ ઊડી રહ્યાં છે. સામાન્ય બાબતમાં હત્યા, છૂરાબાજી, ગુંડાગીરી જેવી અનેક ઘટનાઓ ઘટી રહી છે, જેની પાછળનું કારણ એ‌િરયાના ભાઇ બનવા માટે નીકળેલા ટપોરીઓ પોતાની પાસે રાખતા ઘાતક હ‌િથયાર છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર શહેરમાં રોજ એક હજારથી વધુ યુવકો પોતાની પાસે છરી, ચપ્પુ, ગુપ્તી, ‌રિવોલ્વર રાખીને સરેઆમ ફરતા હોય છે.

અમદાવાદના નિર્ણયનગરની નંદનવન આવાસ યોજનામાં રવિવારની રાતે પોતાની જાતને રાણીપનો બાપ કહેતા રો‌હિત ઠાકોર અને તેની ગેંગે રીતસર આતંક મચાવી સંખ્યાબંધ વાહનોની તોડફોડ કરી હતી અને નિર્દોષ લોકોને માર માર્યો હતો. પોલીસ જો રેગ્યુલર પેટ્રો‌લિંગ કરતી હોત તો રોહિત ઠાકોર અને તેની ગેંગ લાકડી, તલવાર તેમજ અન્ય ઘાતકી હ‌િથયારો લઇ બાઇક પર નીકળ્યા ત્યારે તેમને પકડી શકાયા હોત. આ સિવાય અમરાઇવાડીમાં થોડા દિવસ પહેલાં બે ગેંગ વચ્ચે હ‌િથયાર વડે ઘાતકી હુમલો થયો હતો, જ્યારે એક યુવકની જાહેરમાં છરીના ઘા ઝીંકીને હત્યા પણ થઇ હતી.

ગઇ કાલે મોડી રાતે નરોડામાં પણ અસામા‌જિક તત્ત્વોએ બે બાઇક સળગાવી દેતાં પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.બાપુનગર પોલીસને બાતમી મળી હતી કે હરદાસનગરની ચાલીમાં રહેતા વિજય ઉર્ફે વિજ્યો ઠાકોર એક ધારદાર છરી લઇ ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસની ટીમે હરદાસનગરની ચાલી પાસે પહોંચી જઈ વિજયને પકડી પાડ્યો હતો અને તેની જડતી લેતાં તેની પાસેથી છરી મળી આવી હતી.

પોલીસે તેની વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. આ સિવાય વટવા પોલીસે પણ બાતમીના આધારે મકદુમ કુરેશીની એક છરી સાથે ધરપકડ કરી છે. છરી સાથે પકડાયેલા બંને આરોપીઓ ગુનાઇત માન‌િસકતા ધરાવે. વટવા વિસ્તારમાં રહેતા ‌રિયાજુદ્દીન શેખે વટવા પોલીસ સ્ટેશનમાં ફરજાનાબાનુ, આજમ ઉર્ફે ટાઇગર અને યુસુફ ઉર્ફે બટાકા વિરુદ્ધ હત્યાની કોશિશની ફરિયાદ કરી છે. ‌િરયાજુદ્દીનની ‌રિક્ષા શાકીરઅલી ચલાવતો હોવાથી આરોપી યુસુફ અને ટાઇગરને તે પસંદ હતું નહીં, જેના કારણે બંને આરોપીઓ શાકીરઅલી સાથે બબાલ કરતા હતા.

ગઇ કાલે શાકીરઅલી ‌રિયાજુદ્દીનના ઘરે આવ્યો ત્યારે યુસુફ, આજમ અને ફરજાનાબાનુ આવ્યાં હતાં અને ‌રિયાજુદ્દીનની ‌રિક્ષા ચલાવવાની નહીં તેમ કહીને બબાલ કરી હતી. શાકીરઅલીને માર મારતાં હતાં ત્યારે ‌િરયાજુદ્દીન વચ્ચે પડતાં બંને આરોપીઓએ તેમની પાસે રહેલી છરી કાઢી હતી અને ‌રિયાજુદ્દીન પર હુલાવી દીધી હતી. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

પીએસઆઈ પર હુમલો થયો ત્યારે પોલીસ સફાળી જાગી હતી: શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં નવા પીઆઇ તરીકે કે.ડી. સાંખલાને મૂકવામાં આવ્યા બાદ અનેક મારામારી, બે હત્યા અને પીએસઆઇ સહિત બે પોલીસ કર્મચારીઓ પર હુમલાની ઘટના બની હતી તેમજ અઠવાડિયામાં ચાર વખત પથ્થરમારા જેવી ગંભીર ઘટનાઓ પણ બની હતી, જેના કારણે શહેરકોટડા પોલીસ સ્ટેશનના પીઆઇ કાયદો-વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયા હોવાના આક્ષેપો પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સામે સ્થાનિક રહીશોએ કર્યા હતા.

આ આક્ષેપો બાદ પોલીસે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કર્યું હતું અને એક જ રાતમાં 40 કરતાં વધુ ટપોરીઓને ઘાતક હ‌િથયાર સાથે ઝડપી પાડ્યા હતા. એક જ વિસ્તારમાં જો 40 કરતાં વધુ લુખ્ખા તત્ત્વો ઘાતક હથિયાર સાથે પકડાયાં હોય તો અમદાવાદમાં કેટલા યુવકો હથિયાર લઇને ફરતા હશે.

આજે લોકો સોશિયલ મી‌ડિયાનો ઉપયોગ વધુને વધુ કરતા હોય છે, જેમાં કેટલાક લોકો એવા ફોટોગ્રાફ્સ મૂકતા હોય છે કે તેમની માન‌િસકતા છતી થાય છે. રોહિત ઠાકોરે મચાવેલા આતંક બાદ તેનું ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ સામે આવ્યું હતું, જેમાં તેના મિત્રો સાથે હ‌િથયારો લઇને ઊભો હોય તેવા ફોટોગ્રાફ્સ અપલોડ કર્યા હતા. રોહિત સિવાય પણ બીજાં અનેક લુખ્ખાં તત્ત્વો છે, જે સોશિયલ મી‌ડિયામાં હ‌થિયાર સાથે રાખીને ફોટોગ્રાફ્સ પડાવે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.