‘હા માજી તમારી મોજ હા’ / જુઓ 82 વર્ષે પણ આ માજી રસ્તા પર નીકળે છે બાઈક પર, આ અનોખી બાઈકની ખાસિયત જાણીને તમે પણ કહેશો ‘હા મોજ હા’ : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ રાજકોટ

રાજકોટના હાર્દસમા વિસ્તાર ગુલાબવાટિકા સોસાયટીમાં રહેતા મોજીલા દાદીનો બાઇક પરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. તેમનું નામ છે રેવાબેન વાછાણી.. તેમની ઉંમર 82 વર્ષ છે છતાં તેમની હિંમતને દાદ દેવી પડે તેવી સ્ફૂર્તિ તેનામાં જોવા મળી રહી છે. તેઓએ કહ્યું કે, આ બધી ઠાકોરજીની કૃપા છે. તેમની મંજૂરી વિના પાન પણ ન હલી શકે. ( મજેદાર વિડિઓ નીચે આપેલો છે )

આ મોજીલા દાદીએ જણાવ્યું હતું કે, ઠાકોરજીની કૃપા, મારા દીકરાનો દીકરો લંડન છે, ત્યાં એમડી મેડિસીનમાં અભ્યાસ કરે છે. તેણે લંડનથી મારા માટે ખાસ બાઇક મોકલી છે. બાઇક લઇને હું હવેલીએ જાવ છું. અઢી મહિનાથી બાઇક લઇને જાવ છું. બે-ત્રણ દિવસ શેરીમાં ફેરવી પછી મને અંદરથી થયું કે, શેરીમાં ફેરવવાથી કઈ નહીં વળે.

હવે ધીરે ધીરે બાઇક લઇને હવેલીએ જાવ, હવેલીએ એ મજાની બાઇક લઇને ગઈ તો વાંધો ન આવ્યો. દાદીએ વધુમાં જણાવ્યું હતું કે, બીજા દિવસે, ત્રીજે દિવસે એમ કરીને હવે રોજ બાઇક લઇને જાવ છું. રસ્તામાં ત્રણેક ચોક આવે ત્યાં ટ્રાફિક વધુ હોય છે. પરંતુ પ્રભુ ઇચ્છાથી પહોંચી જાવ છું. મારી ઉંમર 82 વર્ષ અને હાલ 83મું વર્ષ ચાલે છે. ( મજેદાર વિડિઓ નીચે આપેલો છે )

મારી ઉંમર થઈ જતા મારા પૌત્રને એમ થયું કે, ક્યારેક રીક્ષા મળે કે ન મળે, થાકી જાય એટલે હું બાઇક મોકલું. દાદીએ વધુમાં જણાવ્યું હતું કે, અઢી મહિનાથી હવેલીએ જાવ જ છું અને આજુબાજુમાં ક્યાંય જવું હોય તો બાઇક લઇને જ જાવ છું પ્રભુ મને પહોંચાડી દે છે. હું એવું મારી ઉંમરની મહિલાઓને દીકરાઓ અને દીકરાના દીકરાઓને પ્રભુ આટલી સદબુદ્ધિ આપે, વડીલો માટે આ વસ્તુ છે એ શાંતિવાળી છે અને આરામથી ક્યાંય જઇ શકે.

તમારામાં જો હિંમત હોય તો પાંગળો પણ પર્વત ચડી શકે છે. એટલે હિંમત હોવી જોઇએ. દાદીએ વધુમાં જણાવ્યું હતું કે, મારા પૌત્રએ કહ્યું કે દાદી પહેલા તમે આ કામચલાઉ બાઇક ચલાવો, પછી હું તમને સરસ મજાની બાઇક મોકલીશ. પણ મેં એને ના પાડી કે બેટા રહેવા દે, મારી પાસે ટાઇમ ટૂંકો છે, 83મું વર્ષ ચાલે છે એટલે બીજી મોકલતો નથી. ( વિડિઓ નીચે આપેલો છે )

આ બાઇક હું વાપરી લઉં, પણ મારો દીકરો એટલો હરખીલો છે કે તેનું કઈ નક્કી ન કહેવાય. ઠાકોરજીની કૃપા હોય તો જ આટલું માન-સન્માન મળે. સવારે 9 વાગ્યે બાઇક લઇને ઘરેથી નીકળી પંચવટી સોસાયટીની મેઇન રોડ પર ભક્તિધામ મંદિરે જાવ છું. પછી 10.30 વાગ્યે હવેલીએ કિર્તન કરવા જાઉં છું. પછી કિર્તન પૂરા થાય એટલે ધીમે ધીમે બાઇક ચલાવી ઘરે પાછી આવી જાવ છું.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/07/23/09-rajkot-mojila-dadi-shubham-shaileshwith-heem-vo_1658598904/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *