આમાં લઠ્ઠાકાંડ ન થાય તો બીજું શું થાય? ગુજરાતમાં અહીંથી ઝડપાઈ નકલી દારૂ બનાવવાની ફેક્ટરી, જુઓ સમગ્ર ઘટના જાણીને તમારી આંખો પણ પોહળી થઇ જશે

ગુજરાત ટોપ ન્યૂઝ

બોટાદ કેમિકલકાંડ હજી થમ્યો નથી પણ રાજયભરમાં બાદ દેશી દારૂનું વેચાણ કરતા લોકો પર પોલીસ સખત કાર્યવાહી કરી રહી છે. ત્યારે તાજેતરમાં જ આણંદમા નકલી દારૂ ફેકટરી બાદ અમદાવાદમા પણ ગેરકાયદે ઈંગ્લીશ દારૂ બનાવતી ફેકટરી પકડાઈ છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમા આવેલ ભગારના ગોડાઉનમાં બનતો ભેળસેળ દારૂ PCB ટીમે પકડી પાડ્યો છે. આ ગોડાઉનમા શકર મારવાડી નામના વ્યક્તિ અને મોહમ્મદ છીપા નામના બને આરોપી એસેન્સ (કલર), આલ્કોહોલ અને પાણી મિક્ષ કરીને દરરોજ અલગ અલગ મોંઘી કિંમતનો ઈંગ્લીશ દારૂ બનાવીને બોટલોમા સિલ કરીને વેચાણ કરતા હતા.

પ્રાથમિક વિગતો અનુસાર શંકર મારવાડી નામના આરોપીએ આ જગ્યા 10 હજાર રૂપિયાના માસિક કિંમતે ભાડે રાખી હતી અને છેલ્લા 6 મહિનાથી શંકર અને મોહમ્મદ છીપા નામના આરોપી દારૂની ખાલી બોટલો લાવીને નકલી ઈંગ્લીશ દારૂ બનાવતા હતા. PCBની ટીમે ચોક્કસ હકીકત આધારે રેડ કરતા સામે આવ્યું કે અહીંયા તો આખું ગોડાઉન જ કાચની બોટલોથી ભરેલું હતું.

નામ માત્ર ભંગારનું ગોડાઉનનું હતું પણ દરરોજ અહીંયાંથી 1 લાખથી વધારે કિંમતનો દારૂ વેચાતો હોવાની તેવી પ્રાથમિક માહિતી મળી છે. મહત્વનું છે કે પોલીસથી બચવા અને આ ગોડાઉનમાં અજાણ્યો વ્યક્તિ અંદર પ્રવેશી ના શકે તે માટે 3 કુતરાઓ રાખ્યા હતા.

જેથી કોઈ બહારની વ્યક્તિ આવે તો ડાયરેકટ અટેક કરે. હાલ PCBએ બાતમીના આધારે રેડ કરીને મોહમ્મદ છીપા નામના આરોપીની ધરપકડ કરી છે. જ્યારે શકર મારવાડી નામના ફરાર આરોપીને પકડવા પોલીસે તજવીજ હાથ શરૂ કરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.