અરે બાપરે / લીંબુ અત્યારે સોનુ કહેવાય, જુઓ લીંબુની ચોરી થતા ખેડૂતોએ ખેતરમાં કર્યું એવું કે જાણીને તમે પણ ચોંકી ઉઠશો

ઇન્ડિયા

હાલ લીંબુની કિંમત સામાન્ય માણસનાં ખિસ્સાઓને નિચોવી રહી છે. હાલ લીંબુના ભાવ આસમાનને પહોંચ્યા છે, વધતી મોંઘવારી વચ્ચે ચોરીના બનાવ પણ બની રહ્યા છે. મળતી માહિતી અનુસાર ઉત્તરપ્રદેશ ના કોઈ બગીચામાંથી લીંબુની ચોરીનો પહેલો કેસ કાનપુરમાં નોંધવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, બગીચામાંથી 15 હજાર લીંબુની ચોરી કરવામાં આવી છે.

મુખ્યાલયથી અંદાજીત 15 કિમી દુર આવેલ બિઠૂરમાં ગંગા કિનારે મોટા પ્રમાણમાં લીંબુની ખેતી કરાય છે. હાલ લીંબુના ભાવ વધવાની સાથે હવે લીંબુની દેખરેખ માટે ખેડૂતો દ્વારા લાકડીધારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. જયારે લીંબુના બગીચાની દેખરેખ માટે 50 જેટલા ચોકીદાર રાખવામાં આવ્યા છે, જેની પાછળ 450 રૂપિયાના દરે દરરોજ 22 હજાર 500 રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.

શિવદિન પુરવાના અભિષેકે લીંબુ ચોરીની FIR લખાવી છે. અભિષેકે જણાવ્યું હતું કે તેમના 3 વીઘા બગીચામાંથી 3 દિવસની અંદર ચોર લગભગ 15 હજાર લીંબુ તોડી ગયા છે. ચોરીની ઘટનાને કારણે અભિષેકે લીંબુ સંપૂર્ણપણે તૈયાર નહીં થાય ત્યાં સુધી બાગમાં જ પોતાનો વસવાટ કરી લીધો છે. ફરિયાદ મળ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે.

કાનપુરના ચૌબેપુર, બિઠૂર કટરી, મંધના, પરિયરમાં અંદાજીત 2 હજાર વીઘા જમીન પર લીંબુના બગીચા કરવામાં આવ્યા હતા. હાલ લીંબુને બચાવવા માટે પણ બગીચામાં રખેવાળી કરવી પડી રહી છે. કાનપુરમાં લીંબુના ભાવની વાત કરીએ તો ત્યાં 15 રૂપિયામાં 2 લીંબુ વેચવામાં આવી રહ્યા છે. તેમજ જથ્થાબંધના ભાવની વાત કરવી તો 300 રૂપિયા કિલોના ભાવે લીંબુ વેચાય રહ્યા છે.

આ પહેલાં પણ શાહજહાંપુર અને બરેલીમાં લીંબુની ચોરીનો કર્યાનો કેસ નોંધાયો હતો. આ ઉપરાંત બરેલીની ડેલાપીર મંડીમાંથી ગત રવિવારના રોજ 50 કિલો લીંબુની ચોરી થઈ હતી. જયારે શાહજહાંપુરમાં બજરિયા શાકભાજી મંડીમાંથી 60 કિલો લીંબુની ચોરી થઇ હતી, તેની સાથે સાથે 40 કિલો ડુંગળી અને 38 કિલો લસણ પણ ચોરો લઈ ગયા હતા.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.