ગુજરાતી સિંગરે બાદશાહને પણ પાછળ છોડ્યો / જુઓ કેવી રીતે ખોબા જેવડા ગામનો સામાન્ય વ્યક્તિ અનેક મુશ્કેલીઓ વેઠીને બન્યો ગુજરાતનો ખ્યાતનામ સિંગર : VIDEO

ગુજરાત ટોપ ન્યૂઝ બોલિવૂડ

દર્શક મિત્રો આ ગુજરાતી ગીત(Gujarati song) તમે જરૂર સાંભળ્યું જ હશે. આજે આપણે એવા વિશ્વ વિખ્યાત કલાકારની વાત કરીશું જેના સપનાઓ પૂર્ણ ન થતાં તેઓએ પોતાનું ગામ-પરિવાર ને છોડી છોડી દીધું હતું અને મક્કમ નિર્ણય કર્યો કે જ્યા સુધી હું મારા પગ પર ઉભો નહિ થાઉં અને મારી કાબિલિયત મુજબ ઉત્તીર્ણ ન થાઉં ત્યાં સુધી પરિવાર કે ગામનું પાણી પણ નહીં પીવ. તેવા જ એક કલાકાર એટલે ગોલ્ડન વોઇસ અને ગુજરાતી સિંગર દેવપુરી ગૌસ્વામી(Devpuri Gauswami) ઉર્ફે “દેવ પગલી(Dev Pagli)” જે બનાસકાંઠા(Banaskantha)ના અંતરિયાળ ગામ એવું ડીસા(Deesa)ના આસેડા(Aseda) ગામના વતની છે. દેવ પગલીના પિતા એટલે પ્રવીણપૂરી તેમનું લાંબી બીમારી બાદ આકસ્મિક નિધન થતા પરિવાર પર દુખના વાદળો ઘેરાઈ ગયા હતા અને દેવ પગલી પોતે પાંચ બેહનોના એક ના એક ભાઈ છે.

https://youtu.be/PoerGJlHUms

‘ચાંદ વાલા મુખડા’ સોંગની રેકોર્ડ બ્રેક 4.6 M રીલ્સ બની
હિન્દી સોંગ ‘ચાંદ વાલા મુખડા’ હાલમાં આખા દેશમાં ધૂમ મચાવી રહ્યું છે. આ હિન્દી ગીત ગાયું છે આપણા બે ગુજરાતી સિંગર્સ દેવ પગલી અને જિગર ઠાકોરે. આ જોડીએ ઇન્સ્ટાગ્રામ રીલ્સ બાબતે બાદશાહ, અક્ષય કુમાર સહિતના સ્ટાર અને સિંગર્સને પાછળ રાખી દીધા છે. આ સોંગની અત્યારસુધીમાં રેકોર્ડ બ્રેક 4.6 મિલિયન્સ રીલ્સ બની ચૂકી છે.

રીલ્સની રેસમાં બાદશાહને પાછળ છોડ્યો
દેવ પગલીએ રીલ્સની રેસમાં સિંગર બાદશાહને પણ પાછળ રાખી દીધા છે. બાદશાહના સોંગ ‘બચપન કા પ્યાર’ની ઇન્સ્ટાગ્રામમાં માત્ર 5 લાખ 85 હજાર જ રીલ્સ બની છે, તો બીજા સોંગ ‘જુગનૂ’ની 5 લાખ 36 હજાર રીલ્સ બની છે. આમ, બાદશાહનાં બન્ને સોંગની રીલ્સનો આંકડો ભેગો કરીએ તોપણ ગુજરાતી સિંગર્સ સામેની રેસમાં ઘણા પાછળ રહી જાય છે.

ખેલાડી અક્ષય કુમારને પણ માત આપી
ગુજરાતી સિંગર્સની આ જોડીએ રીલ્સની રેસમાં બૉલિવૂડના ખેલાડી અક્ષય કુમારને પણ પાછળ રાખી દીધા છે. અક્ષય કુમારના Filhaal2 Mohabbatના સોન્ગ ‘ એક વાત બતાઓ તો યાદોં મેં મરતે હો’ની 2.1 મિલિયન્સ રીલ્સ બની છે, જે ‘ચાંદ વાલા મુખડા’ સોંગની એક જ મહિનામાં બનેલી 4.6 મિલિયન્સ રીલ્સની સંખ્યા કરતાં અડધી જ છે.

‘ચાંદ વાલા મુખડા’ સોંગ ક્યારે લખાયું?
દેવ પગલીને કોરોનાકાળ ફળ્યો છે એવું કહીશું તો કોઈ અતિશયોક્તિ નહિ ગણાય, કેમ કે લોકડાઉનમાં ઘરે બેસવાનું થયું ત્યારે જ દેવ પગલીએ આ સોંગ લખ્યું હતું.

YouTubeમાં પણ ધૂમ મચાવી છે
આખા દેશમાં આ સોંગે ધૂમ મચાવી છે ત્યારે દેવ પગલી રાતોરાત સ્ટાર બની ગયા છે, આથી હવે દેવ પગલીએ પોતાની ફી જે અત્યારસુધી રૂ.1 લાખ હતી એ વધારીને રૂ. 25 લાખથી રૂ. 30 લાખ સુધીની કરી દીધી છે. આ સોંગે તેની આગળ રિલીઝ થયેલાં અત્યારસુધીના અન્ય જાણીતા સિંગર્સનાં સોંગને પણ રીલ્સ બનવાની બાબતે પાછળ રાખી દીધા છે. YouTubeમાં પણ આ સોંગને અત્યારસુધીમાં 45 મિલિયન્સ લોકો નિહાળી ચૂક્યા છે.

https://youtu.be/FE12O2bYZJQ

“લાખ રૂપિયાનો ઘાઘરો” દેવ પગલીનું આ ગીત ૩૦૦ મિલિયનથી પણ વધુ જોવાયું અને આ ગીતે રેકોર્ડ પાર કર્યો ત્યાર બાદ “તારી મારી આબરૂનો સવાલ” અને “મારી મા” વાળું સોંગ 10 મિલિયન સુધી પહોચ્યું ત્યાર બાદ સમગ્ર ભારતમાં હાલ ચાલી રહેલ ટ્રેન્ડીંગ ગીત “માટલા ઉપર માટલું અને માટલામાં પાણી” તેમજ “મેકઅપ વાલા મુખડા લેકે ચલોના બજારમાં” આ બંને ગીત આખા ભારતમાં ધૂમ મચાવી રહ્યા છે. આજ દિન સુધી કોઈ પણ ગુજરાતી કલાકારનું સોંગ આટલું ટ્રેન્ડિંગમાં ચાલ્યું નથી.

દેવ પગલીના આ સોંગ ખુબ જ પ્રખ્યાત થયા છે. કરોડો ચાહક મિત્રોનો પ્રેમ થકી દેવ પગલી આજે આ લક્ષ્ય સાથે સમગ્ર ગુજરાત નહીં પણ ભારત ભરમાં ધૂમ મચાવી રહ્યા છે. હાલ સમગ્ર ભારતમાં ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યૂબ અને દરેક સોશિયલ મીડિયામાં આજ દિન સુધી મોટા મોટા કલાકરો એ ખ્યાતી મેળવી છે જેનું બીજું નામ એટલે દેવ પગલી પણ કહી જ શકીએ. દેવ પગલી એ ખુબજ ટુકા સમય ગાળામાં વિશ્વ સ્તરે લોક પ્રિયતા મેળવી અને ગૌસ્વામી સમાજ તેમજ બનાસકાંઠા ડીસા અને આસેડા ગામનું ગૌરવ વધાર્યું છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.