આખરે પોલીસની ઝપેટમાં આવ્યો / જુઓ ઘરમાં ચોકલેટ વેચાય તેમ સુરતનો કુખ્યાત ડ્રગ્સ વેચતો હતો, જુઓ છેવટે પોલીસે કર્યું એવું કે જાળમાં ફસાયો

ટોપ ન્યૂઝ સુરત

‘NO Drugs in Surat city’ કેમ્પેઇન અંતર્ગત સુરત શહેર કોસાડ આવાસ અમરોલી ખાતેથી એક શખ્સને ઝડપી પાડ્યો છે. તેના રહેણાંક ફલેટમાંથી રૂ13.39 લાખની કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ તથા રોકડા રૂપિયા 3.38 લાખ મળી કુલ રૂપિયા 17.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી અન્ય વ્યક્તિ પાસેથી આ ડ્રગ્સ ખરીદતો હતો અને બાદમાં અલગ અલગ સ્થળે આ ડ્રગ્સ વેચતો હતો.

સુરત શહેર નશાના રવાડે ન ચઢે તે માટે ‘No Drugs in Surat City’ કેમ્પેઇન સુરત પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહ્યુ છે. કેમ્પેઈન અંતર્ગત સુરત પોલીસ દ્વારા ડ્રગ્સ મામલે ચુસ્ત કામગીરી કરાઈ રહી છે. સુરત શહેરના યુવાધનને નાર્કોટીક્સના નશાથી બચાવવા અને આવી પ્રવૃતિને સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા સારૂ સુરત શહેર વિસ્તારમાં ગેરકાયદેસર નાર્કોટીક્સ ડ્રગ્સનુ વેચાણ કરતા શખ્સોને પકડી પાડી જેલ ભેગા કરવાનું અભિયાન ચાલી રહ્યું છે.

જે અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, કોસાડ આવાસમાં રહેતો મુસ્તાક પટેલ પોતાના ઘરેથી જ ડ્રગ્સ વેચી રહ્યો છે. જે બાતમીના આધારે ક્રાઇમબ્રાન્ચે અલગ અલગ ટીમ બનાવી મુસ્તાકના ઘરે દરોડા પાડ્યા હતા. જ્યાંથી પોલીસને રૂપિયા 13.39 લાખની કિંમતનું 133.95 ગ્રામ મેફેડ્રેન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. તેમજ ડ્રગ્સ વેચાણથી મેળવેલ રોકડા રૂપિયા 3.38 લાખ મોબાઇલ ફોન તથા અન્ય સામગ્રી સહિત કુલ કિંમત રૂ. 17.15 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસ તપાસ દરમિયાન અમરોલી કોસાડ આવાસમાં રહેતો મુસ્તાક, કે જે મુસ્તાક S.T.D.ના નામથી સુરત શહેર વિસ્તારમાં પ્રખ્યાત હતો. તે પોતાના રહેણાક મકાનમાં M.D. ડ્રગ્સનો જથ્થો રાખી છુટક રીતે M.D. ડ્રગ્સનું વેચાણ કરતો હતો. સુરત શહેરના યુવાધનમાં નારકોર્ટીકસ જેવા નશીલા ઝેરી પદાર્થના રવાડે ચઢાવી યુવાધનને બરબાદ કરવાનો વેપલો ચલાવતો હતો.

મુસ્તાક અન્ય વ્યક્તિ પાસેથી આ ડ્રગ્સ ખરીડતો અને બાદમાં બારોબાર કમિશન પર જરૂરિયાતમંદ લોકોને છૂટક વેચી મારતો હોવાનું બહાર આવ્યું હતું. હાલ પોલીસે આરોપી મુસ્તાક વિરુદ્ધ ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે મુસ્તાક અગાઉ બે વાર અમરોલી અને એક વાર જહાંગીરપુરા પોલીસના હાથે ઝડપાઇ ચુક્યો છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.