ભારત(India)ના પહાડી વિસ્તારોમાં ખતરનાક રસ્તાઓ છે, જેના પરથી સ્થાનિક લોકો ઘણીવાર પસાર થતા હોય છે. જયારે તે લોકો માટે આવા રસ્તાઓ પરથી પસાર થવું હવે સામાન્ય બાબત બની ગઈ છે. પરંતુ જે લોકો આ માર્ગો પરથી પહેલીવાર પસાર થાય છે, તેમના હોશ ઉડી જાય છે. ઉંચી ટેકરીઓની સાથે સાથે, ઊંડી ખીણો પણ પ્રવાસીઓના શ્વાસ રોકી શકે છે.
આ માર્ગો પર ટુ વ્હીલર અથવા ફોર વ્હીલર ચલાવવાનો અનુભવ ધરાવતા લોકો જ વાહન ચલાવી શકે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પહાડો પર દોડતા વાહનો અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેના વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો છે.
વાયરલ થયેલા વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે, આ ટ્રક ઉત્તરાખંડ સ્થિત એક ગામ જોહર ખીણમાં મિલમ તરફ જઈ રહ્યો છે. તે વિશ્વના સૌથી ખતરનાક અને અનોખા હિમાલયના રસ્તાઓમાંથી એક છે. મુન્સિયારીથી મિલામ ગ્લેશિયર તરફ 4 દિવસની ટ્રેકિંગ પછી, ત્યાં 20 કિમીનો રસ્તો છે જે રિલકોટથી મિલામને જોડે છે.
વીડિયોના કેપ્શનમાં આગળ લખ્યું છે કે, ‘આ રોડ પર પહોંચવા માટે 3-4 દિવસ સુધી ટ્રેકિંગ કરવું પડે છે અને લગભગ 40-50 કિમીનું અંતર કાપવું પડે છે, કારણ કે આ એકમાત્ર રસ્તો છે અને આ ટ્રક તે રસ્તા પરનું એકમાત્ર પરિવહન છે. આ રોડ પર હેલિકોપ્ટર દ્વારા ટ્રક મોકલવામાં આવ્યો હતો. તમે તમારી કાર કે બાઇક અહીં લઇ જઇ શકતા નથી. ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પણ આ વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે.
Sometimes, a Monday morning can feel as precarious as this…But you always make it through the week without falling off the cliff…Hang in there. #MondayMotivation pic.twitter.com/gnwzJ621Wk
— anand mahindra (@anandmahindra) April 11, 2022
આ વીડિયોને શેર કરતા આનંદ મહિન્દ્રાએ તેના કેપ્શનમાં લખ્યું હતું કે, ‘ક્યારેક સોમવારની સવાર તમને અનિશ્ચિતતામાં મૂકી શકે છે, પરંતુ તમારે નિરાશ થયા વિના આખું અઠવાડિયું આ રીતે પસાર કરવું પડશે.’ આ ટ્વીટ સાથે આનંદ મહિન્દ્રાએ #MondayMotivation ના હેશટેગનો પણ ઉપયોગ કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!