ગુજરાત રાજ્યના દાહોદ(Dahod) જિલ્લાના ફતેપુરા(Fatehpura) તાલુકામાં વિવિધ ક્ષેત્રે ભ્રષ્ટાચાર(Corruption)ની ફરિયાદો ઉઠવાના બનાવો સામે આવી રહ્યા હોય છે. ત્યારે આ ફતેપુરા તાલુકાના ઘુઘસ(Ghughas) ગામમાં વાજબી ભાવની દુકાનમાં સસ્તા અનાજની દુકાનેથી અનાજ આપવા માટે ફીંગર પ્રિન્ટ લઇને કુપન આપવા માટે 10-10 રુપિયા ઉઘરાવતા હોવાનો વિડીયો વાયરલ થતા પ્રશાસનમાં દોડધામ મચી જવા પામી હતી. મામલતદાર દ્વારા સ્થળ પર જઇને તપાસ હાથ ધરવામાં આવી છે. આ પ્રકારનો દાવો હાલમાં પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યો છે.
ફતેપુરા તાલુકાના ઘુઘાસ ગામે આવેલી વ્યાજબી ભાવની દુકાનમાંથી ગરીબોને અનાજ આપવાની કામગીરી ચાલી રહી છે. રાજ્ય સરકારે વિતરણમાં ભ્રષ્ટાચાર અટકાવવા માટે ઓનલાઈન સિસ્ટમ લાગુ કરી છે. લાભાર્થીએ ફિંગર પ્રિન્ટ લેવાની રહેશે અને અનાજનો જથ્થો કૂપન મુજબ આપવામાં આવે છે. જેથી તેને તેના હકનું સંપૂર્ણ અનાજ મળી રહે અને તે સરકારી અનાજને સગે વગે કરવામાં ન આવે. જો કે, ઘુઘાસના ગરીબ લાભાર્થીઓ પાસેથી ફિંગરપ્રિન્ટ લેવા અને કૂપન આપવા માટે પ્રત્યેક રૂ. 10 વસૂલતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં સ્પષ્ટ છે કે ગરીબો પાસેથી પ્રતિ કૂપન 10 રૂપિયા લેવામાં આવી રહ્યા છે.
આ વીડિયો સરકારી અધિકારીઓના ગ્રુપમાં પણ આવ્યો હોવાની માહિતી મળી છે. મામલતદારે ઘટનાસ્થળે જઈને મામલાની તપાસ ધરી હોવાનું જાણવા મળ્યું છે. જો આ મામલાની તપાસ થશે તો શું પગલાં લેવામાં આવશે અને તેમાં કોઈ સત્યતા છે કે કેમ તે હાલ કહી શકાય તેમ નથી.
હાલમાં કોરોનાનો સમયગાળો ચાલી રહ્યો છે અને ગરીબોની સાથે મધ્યમ વર્ગ પણ આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. તે જ સમયે, કેન્દ્ર અને રાજ્ય સરકારો છેલ્લા ઘણા મહિનાઓથી ગરીબોને મફત અનાજ આપી રહી છે. તેમ છતાં, કેટલાય ભ્રષ્ટાચારીઓ ભ્રષ્ટાચાર કરવાનું ચુકતા નથી . આવો જ એક કિસ્સો દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાંથી સામે આવ્યો છે.
( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://youtu.be/cbOXDeeCa1k )
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
? અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. ?
? વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.?
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!