સાબિત કરી બતાવ્યું કે વર્દીને કોઈ ધર્મ નથી હોતો : જુઓ મુસ્લિમ પોલીસ અધિકારીએ આ રીતે કિશન ભરવાડની હત્યાના આરોપીઓને ઝડપ્યા

ગુજરાત ટોપ ન્યૂઝ

આપણને તમામ ઘટનાઓ ધર્મ અને જ્ઞાતિના ચશ્માથી જોવાની આદત થઈ છે, એક કમનસીબ ઘટના છે કે ધંધૂકાના કિશન ભરવાડે ધર્મને લગતી કરેલી ટિપ્પણી આટલું મોટું સ્વરૂપ ધારણ કરશે અને તેમાં તેનો જીવ જશે તેની કોઈને પણ કલ્પના નહીં હોય. પણ આ હત્યાકાંડ પછી સમગ્ર ગુજરાતમાં ભારેલા અગ્ની જેવી સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતના નાના મોટા શહેરોમાં ધરણા અને પ્રદર્શન થઈ રહ્યાં છે. આ હત્યાકાંડમાં તમામ આરોપીઓ મુસ્લિમ છે પણ આ તમામ આરોપીઓને ઝડપી લેવા માટે જે ટીમો કામ કરી રહી છે તેમાં મુસ્લિમ અધિકારીઓ પણ સામેલ છે.

કિશન ભરવાડની હત્યા બાદ હરકતમાં આવેલી પોલીસે એક પછી એક આરોપીઓને પકડવાની શરૂઆત કરી હતી. જેમાં કિશન ઉપર ગોળી ચલાવનાર આરોપીઓને કબૂલાતમાં બહાર આવ્યું કે તેમને હથિયાર અમદાવાદના મૌલવી દ્વારા પુરા પાડવામા આવ્યા હતાં. જેના આધારે અમદાવાદ જિલ્લા પોલીસે ગણતરીના કલાકમાં જ મૌલવીની પણ ધરપકડ કરી હતી. આ દરમિયાન ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને કેસની ગંભીરતાને ધ્યાનમાં લેતા મામલો ગુજરાત એટીએસને સોંપ્યો હતો. એટીએસ દ્વારા તપાસ શરૂ કરતાં મૌલવીની પૂછપરછમાં જાણકારી મળી કે મૌલવી આ હથિયાર રાજકોટના અઝીમ શમા પાસેથી લાવ્યા હતાં.

આ જાણકારીને પગલે ગુજરાત એટીએસની ટીમ રાજકોટ પહોંચી હતી અને રાજકોટ એસઓજીની મદદ લેવામાં આવી હતી. રાજકોટમાં અઝીમ શમા ક્યાં હશે તે શોધવા એસઓજીના સબઈસ્પેક્ટર અંસારી અને હેડ કોન્સ્ટેબલ અઝરૂદ્દીન બુખારીએ પોતાના સંપર્કોને એક્ટિવ કર્યાં હતાં. કારણ અઝીમ મુસ્લિમ વિસ્તારમાં રહેતો હોવાને કારણે આ ઓપરેશન પાર પાડવા મુસ્લિમ અધિકારીની જરૂર હતી.

આખરે પીએસઆઈ અંસારીએ અઝીમને શોધી કાઢ્યો હતો. મૂળ સ્ક્રેપનો ધંધો કરતાં અઝીમના પરિવારમાં એક વ્યક્તિની હત્યા થઈ હોવાને કારણે તેને સત ડર લાગતો હતો કે તેની ઉપર પણ હુમલો થસે જેના કારણે તેની પાસે આ હથિયાર હતું. આ દરમિયાન છેલ્લા લાંબા સમયથી સોશિયલ મીડિયા પર ધર્મની લાગતી ટિપ્પણીઓ થતાં અમદાવાદ સ્થિતિ મૌલવી દ્વારા આ અંગે વિવિધ સ્થળે ફરિયાદ કરવામાં આવી હતી. જોકે, મૌલવીને પણ હવે ડર લાગી રહ્યો હતો કે કોઆ કટ્ટરપંથી હિન્દુ તેમને નિશાન બનાવશે આથી તેમણે અઝીમ પાસે હથિયારની માગણી કરતાં અઝીમે પોતાની પાસે રહેલું હથિયાર મૌલવીને આપ્યું હતું.

આ માહિતીને આધારે ફરી એસઓજી હેજ કોન્સ્ટેબલ અઝરૂદ્દીન બુખારીએ તપાસ શરૂ કરીને અને જાણકારી મળી કે રમીઝ ભાવનગરના ઢસામાં સંતાઈ બેઠો છે. આ માહિતીને આધારે બુખારીએ પોતાની સાથે રહેલા કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ ઝાલા, શિરાજ ચાનીયા અને યુવરાજસિંહ રાણાએ ઢસામાં ઓપરેશન પાર પાડી રમીઝને ઝડપી લીધો હતો. હાલમાં મળતી જાણકારી પ્રમાણે રાજકોટ પોલીસ રમીઝને લઈ એટીએસને સોંપવા રવાના થઈ ચૂકી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *