બિચારો વિક્કી / જુઓ વિકી સાથે લગ્ન કર્યા બાદ કેટરીના 15 દિવસ માટે સલમાન ખાન સાથે આ જગ્યાએ એકલી જશે અને કરશે….

ટોપ ન્યૂઝ બિઝનેસ

બોલિવૂડ અભિનેત્રી કેટરીના કૈફ(Katrina Kaif) અને વિકી કૌશલ(Vicky Kaushal) 9 ડિસેમ્બરે રાજસ્થાનના સવાઈ માધોપુરમાં લગ્નના બંધનમાં બંધાયા હતા. લગ્ન પછી બંને ટૂંકા હનીમૂન પર ગયા અને હવે ફરી એકવાર વિકી અને કેટરીના કામ પર પાછા ફર્યા છે. કેટરિના કૈફ ટૂંક સમયમાં તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ સલમાન ખાન(Salman Khan) સાથે ટાઇગર 3(Tiger 3)નું શૂટિંગ શરૂ કરશે. ફિલ્મના શૂટિંગનું આગામી શિડ્યુલ દિલ્હીમાં પૂર્ણ થવાનું છે અને આ માટે કેટરિના ટૂંક સમયમાં દિલ્હી જવા રવાના થશે.

ટાઇગર 3નું શૂટિંગ દિલ્હીમાં થશે: 2022ના જાન્યુઆરીના મધ્યમાં ફિલ્મના કેટલાક ખૂબ જ ખાસ દ્રશ્યો દિલ્હીમાં શૂટ થવાના છે, જેના માટે કેટરિના ટૂંક સમયમાં દિલ્હી જવા રવાના થશે. બીજી તરફ વિકી કૌશલ પણ વર્ક ફ્રન્ટ પર પાછો ફર્યો છે. તાજેતરમાં, તેણે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કર્યું જેમાં તે કારમાં બેઠેલો જોવા મળ્યો હતો.

રિયલ લોકેશન પર કરશે કામ : જણાવવામાં આવી રહ્યું છે કે, સલમાન ખાન અને કેટરીના આ ફિલ્મમાં ઓરિજનલ ફીલ લાવવા માટે આર્ટિફિશિયલ સેટ પર નહીં પરંતુ રિયલ લોકેશન્સ પર શૂટ કરશે. તેના માટે ટીમ તૈયારીઓમાં લાગી ચૂકી છે. સેલિબ્રિટીની પોપ્યુલેરિટીને ધ્યાનમાં રાખી મેકર્સે આ મામલે સુરક્ષાની સંપૂર્ણ વ્યવસ્થા પણ કરી છે.

યશરાજ ફિલ્મ બેનર હેઠળ બની રહી છે ફિલ્મ : તમને જણાવી દઈએ કે આ ફિલ્મને આદિત્ય ચોપડાના યશરાજ ફિલ્મ્સના બેનર હેઠલ બનાવવામાં આવી રહી છે. સમાચાર અનુસાર ફિલ્મમાં સલમાન ખાન અને કેટરીના કેફ સાથે ઇમરાન હાશમી પણ મહત્વના રોલમાં જોવા મળશે.

વિકી કૌશલ કામ પર પાછો ફર્યો છે: આ ફોટો શેર કરતા વિકી કૌશલે લખ્યું- પહેલા ચા અને પછી કેમેરા. વિકી કામ પર પાછો ફર્યો છે અને કેટરિના પણ ટૂંક સમયમાં દિલ્હી પહોંચશે. એક અહેવાલ મુજબ, ‘એવી પ્રબળ સંભાવના છે કે આ 15 દિવસનું ખૂબ જ વ્યસ્ત શેડ્યૂલ હશે. સલમાન ખાન અને કેટરીના કૈફ દિલ્હી એનસીઆરમાં શૂટિંગ કરશે.

સલમાન-કેટરિનાની સુરક્ષા: રિપોર્ટ અનુસાર, શૂટિંગની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેથી કરીને શેડ્યૂલને કોઈપણ સમસ્યા વિના સરળતાથી પૂર્ણ કરી શકાય. કારણ કે સલમાન ખાન અને કેટરિના કૈફની જોડી ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે, તેથી બંનેની સુરક્ષા સંભાળવી પણ માથાનો દુખાવો બની રહેશે. ફિલ્મમાંથી બંનેની તસવીરો લીક થવાથી બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published.