5 રૂપિયાના માવા? / જુઓ ‘માવાના 15થી 5 રૂપિયા કરાવીશ’ કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાના નામે વાયરલ થયું લખાણ વાળું એફિડેવિટ, ક્લિક કરીને જાણો સત્ય શું છે?

ગુજરાત ટોપ ન્યૂઝ

વિધાનસભા ચૂંટણી પહેરા જ આક્ષેપોપ-પ્રતિઆક્ષેપોનો દોર શરૂ થઈ ગયો હતો. ત્યારે ગુજરાતીઓના ફેવરિટ માવા-મસાલા પર રાજનીતિની રમત રમાઈ રહી છે. ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા (Lalit Vasoya) ના નામે એક સોગંધનામુ વાયરલ થઈ રહ્યું છે, જેમાં લખાયુ છે કે, જે તેઓ જીતશે તો 12 રૂપિયાના માવાની કિંમત 5 રૂપિયા કરી દેશે. ત્યારે લલિત વસોયાના નામે વાયરલ થયેલા ફેક એફિડેવિટ (fake news) વિશે સૌરાષ્ટ્રના રાજકારણમાં ચર્ચા જાગી છે.

ધોરાજીના ધારાસભ્યની એફિડેવિટ વાયરલ
ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાનુ એક સોગંધનામુ સોશિયલ મીડિયા પર વાયરલ (viral news) થયુ છે. જેમાં લખ્યુ છે કે, હુ લલિત વસોયા સોગંધ લઉ છુ કે ધોરાજી-ઉપલેટા વિધાનસભા વિસ્તારમાંથી ચૂંટણી જીતી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવીશ તો હું 135 વાળા માવાના 12 રૂપિયામાંથી 5 રૂપિયા આ સરકાર પાસેથી કરાવીને પછી જ બીજુ કામ કરીશ.

લલિત વસોયાએ સોગંધનામાને ફેક ગણાવ્યું
2017 ની ચુટંણી જીત્યા બાદ પ્રથમ કામ કરાવાનો દાવો કર્યાના સોગંધનામાને ધારાસભ્ય લલિત વસોયાએ ફેક ગણાવ્યો છે. લલિત વસોયાએ જણાવ્યું કે, વર્ષ 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં સોગંધનામુ કરી પગાર પર ધોરાજીની જનતાનો હક હોવાનું મેં કહ્યું હતું. પગાર ગરીબ માણસોના આરોગ્ય માટે ઉપયોગ કરવાનું સોગંધનામુ કર્યુ હતું. આજ સુધી આ સોગંધનામાનો અમલ કરું છું. ધોરાજી ભાજપ આખુ દાઝી ગયેલું છે. મારા સોગંધનામામાં ફેરફાર કરી તેને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી મને બદનામ કરવાનો પ્રયાસ કરે છે. ધોરાજીની જનતા બધુ જાણે છે. ભાજપની ટીખળખોર ટોળકી આવી પ્રવૃત્તિ કરી પોતાની માનસિકતા છતી કરે છે. મારા ક્વાટરનો ઉપયોગ મારા વિસ્તારના રહેવા માટે થાય છે. જ્યાં તેમની જમવાની વ્યવસ્થા પણ કરાય છે.

ઉલ્લેનીય છે કે, ગુજરાતમાં દર બીજા ઘરમાં પાન માવાના શોખીનો છે. ત્યારે માવા પડીકાના ભાવમાં એક રૂપિયો પણ વધઘટ થાય તો તે મોટી ચર્ચા બની રહે છે. આવામાં સૌરાષ્ટ્રના મતદારોને આકર્ષવા માટે માવાની રાજનીતિનો ઉપયોગ થઈ રહ્યો છે.

લલિત વસોયાના નામે વાયરલ થઇ રહેલા ફેક એફિડેવિટમાં શું છે ?
હાલમાં લલિત વસોયાના ફેક એફિડેવિટ સોસ્વ્હિયાળ મીડિયામાં વાયરલ થઇ રહી છે. ત્યારે આ વાયરલ એફિડેવિટમાં માવા(મસાલા)ની વાત કરવામાં અવી છે. આ એફિડેવિટમાં લખવામાં આવ્યું છે કે, “હું ધોરાજી-ઉપલેટા વિધાનસભા વિસ્તારમાંથી ચૂંટણી જીતી ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવીશ તો હું 135 વાળા માવાના રૂ. 12માંથી 5 રૂપિયા આ સરકાર પાસે કરાવીને પછી જ અન્ય બીજુ કામ કરીશ.”

ફેક એફિડેવિટ પર લલિત વસોયાના ભાજપ પર આકરા પ્રહાર:
લલિત વસોયાએ જણાવતા કહ્યું છે કે, વાયરલ પોસ્ટ ખોટી છે અને કોઇએ તેની સાથે ચેડાં કરેલા છે. ભારતીય જનતા પાર્ટીના ટીખળખોર લોકોએ આ કામ કર્યું હોવાનું સામે આવ્યું છે. મેં મારા મતવિસ્તારના લોકો માટે સોગંદનામુ કરેલું છે જેમાં મારો પગાર લોકોના કાર્યો કરવા માટે વાપરવાનું સોગંદનામુ કરેલું છે. મારા શુભ આશયને અમુક લોકોએ ચેડાં કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરી છે.

વધુમાં લલિત વસોયાએ કહ્યું છે કે, મારા હિત વિરોધી લોકોએ આ પ્રકારની ખોટી એફિડેવિટ ફેલાવી છે. 2017માં ઉમેદવારી વખતે પગાર-ભથ્થા લોકોની સેવામાં વાપરવાની એફિડેવિટ કરવામાં આવી હતી અને જેમાં ધારાસભ્યને મળતો પ્લોટનો ઉપયોગ લોકો માટે કરવા એફિડેવિટ કરવામાં આવી હતી. અત્રે મહત્વનું છે કે, પોસ્ટમાં ધારાસભ્ય બનતા માવાના ભાવ 5 રૂપિયા કરી દેશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.