આલે લે…PM મોદી સામે મમતાની ‘દાદાગીરી’, જુઓ ઉદ્ઘાટનમાં મોદીના ભાષણ દરમ્યાન દીદી ફોન મંતરતા રહ્યા, અને પછી કહ્યું એવું કે બધા વચ્ચે PM મોદીને પણ શરમાવ્યાં : જુઓ વિડિઓ

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કોલકાતામાં ચિતરંજન કેન્સર હોસ્પિટલના એક કેમ્પસનું વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યું. આ પ્રોગ્રામમાં બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ ઉપસ્થિત હતાં, એટલે કે વર્ચ્યુઅલ મંચ પર મોદી અને મમતા બંને જ ઉપસ્થિત હતાં.

સ્વભાવગત મમતા અહીં પણ પોતાના તેવર દેખાડવાની એક તક ચૂક્યાં નહોતાં. જે કેમ્પસનું ઉદઘાટન વડાપ્રધાને કર્યું, એને લઈને મમતાએ વર્ચ્યુઅલ મંચ પર જ PMને કહ્યું- જે હોસ્પિટલમાં તમે રસ દાખવી રહ્યા છે એનું અમે ઘણા સમય પહેલાં જ ઉદઘાટન કરી ચૂક્યા છીએ. એટલું જ નહીં, જ્યારે વડાપ્રધાન મોદી પ્રોગ્રામ દરમિયાન ભાષણ આપી રહ્યા હતા ત્યારે પણ મમતાએ તેમને અવગણ્યા હતા અને પોતાનો મોબાઈલ જોવામાં વ્યસ્ત રહ્યાં હતાં.

મૌન રહીને સાંભળતાં રહ્યાં દીદીને
મમતાએ કહ્યું, ‘સ્વાસ્થ્યમંત્રીએ મને બે વખત કોલ કર્યો, તેથી મેં વિચાર્યું કે કોલકાતાના જે પ્રોગ્રામમાં વડાપ્રધાન રસ દાખવી રહ્યા છે એ અંગે તેમને જાણકારી આપવી જ જોઈએ. આ કેમ્પસનું ઉદઘાટન અમે પહેલાં જ કરી ચૂક્યા છીએ. હું તમને એ પણ જણાવી દઉં કે આ કેમ્પસનું ઉદઘાટન અમે કઈ રીતે કર્યું.’

તેમણે વધુમાં કહ્યું, જ્યારે કોરોના શરૂ થયો તો અમને કોવિડ કેર સેન્ટરની જરૂરિયાત હતી. એક દિવસ હું આ કેમ્પસમાં આવી અને જોયું કે આ રાજ્ય સરકાર સાથે જોડાયેલો મુદ્દો છે. તેથી અમે એનું ઉદઘાટન કરી દીધું. જે સમયે મમતા વડાપ્રધાનને કેમ્પસ અંગે જાણકારી આપી રહ્યાં હતાં એ સમયે મોદી તેમની વાત મૌન રહીને સાંભળી રહ્યા હતા અને માત્ર માથું જ હલાવી રહ્યા હતા.

PMને કહ્યું- અમે પણ કર્યું છે કેમ્પસ નિર્માણમાં ફંડિંગ
મમતાએ PMને એમ પણ કહ્યું હતું કે વડાપ્રધાન એ જાણીને ખુશ થશે કે આ કેમ્પસના નિર્માણમાં રાજ્ય સરકારે પણ 25% ફંડિંગ કર્યું છે, સાથે જ એના નિર્માણ માટે 11 એકર જમીન પણ આપી છે. આ બધું એટલા માટે કરવામાં આવ્યું, કેમ કે કેન્દ્ર અને રાજ્ય સરકારે જનતાની ભલાઈ માટે સાથે મળીને કામ કરવું જોઈએ.

મોદીની સ્પીચ દરમિયાન ફોન જોવામાં જ વ્યસ્ત રહ્યાં મમતા
આ વર્ચ્યુઅલ પ્રોગ્રામના વીડિયોઝ સોશિયલ મીડિયામાં પણ વાઇરલ થયા છે, જેમાં કેન્સર ઈન્સ્ટિટ્યૂટની ઈમારતનું ઉદઘાટન કર્યા બાદ વડાપ્રધાન ભાષણ આપી રહ્યા હતા ત્યારે મમતા બેનર્જી તેમને સાંભળવાને બદલે પોતાના મોબાઈલમાં સર્ફિંગ કરતાં જોવા મળ્યાં.

શુભેન્દુ અધિકારીને બોલાવતાં નારાજ થયાં મમતા
PM ઓફિસે આ પ્રોગ્રામમાં પશ્ચિમ બંગાળમાં ભાજપના સંસદીય દળના નેતા શુભેન્દુ અધિકારીને પણ બોલાવ્યા, જેમણે વિધાનસભા ચૂંટણીમાં નંદીગ્રામ સીટ પર મમતા બેનર્જીને હરાવ્યા હતા. મમતાએ શુભેન્દુને બોલાવવામાં આવતાં નારાજ હતાં અને તેને ‘બ્રીચ ઓફ પ્રોટોકોલ’ ગણાવતાં આ અંગે વાંધો ઉઠાવ્યો હતો.

ગત વખતે મમતા PMનો પ્રોગ્રામ અધવચ્ચે જ છોડીને જતાં રહ્યાં હતાં
આ પહેલાં છેલ્લે જ્યારે વડાપ્રધાન મોદીની સાથે મંચ શેર કરવા સમયે મમતા બેનર્જીએ અધવચ્ચે જ પ્રોગ્રામ છોડી દીધો હતો. એ સમયે તેઓ પોતાનું ભાષણ શરૂ કરવા ગયા એ સમયે ભાજપના સમર્થકોએ જય શ્રીરામના નારા લાગ્યા હતા, જેનાથી તેઓ નારાજ થઈ ગયાં હતાં.

( વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/01/07/modi-mamta-mehul-shailesh_1641576813/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.